agm speech







આજની સમી સાંજે  આપણા સગુન પ્લાઝાના પટાંગણમાં આપ સૌ સભ્યમિત્રો સાથે આત્મ સાક્ષાત્કાર કરતાં  ખૂબ ખૂબ આત્મીયતાની લાગણી અનુભવાય છે.

આપણા "સગુન પ્લાઝા" ઉપર પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ અવિરત વરસતાં રહ્યા છે.

બે વર્ષ  પૂર્વે  સામાન્ય સભામાં સોસાયટીના નામ આગળ "આપણું"  એવા શબ્દનું વિશેષણ લગાડવામાં આવ્યું અને સોસાયટીના તમામ સભ્યોએ-તમામ રહીશોએ તેને સાર્થક કર્યુ.

સામાન્ય સભામાં પસાર કરેલ ઠરાવ મુજબ માત્ર ફેમિલીને જ ફ્લેટ ભાડે આપવાની બાબતે  સોસાયટીના સભ્યોએ સંપૂર્ણ સહકાર આપ્યો છે જે ખૂબ જ આવકારદાયક છે.

વહીવટી કમિટીએ રજુ કરેલ રીપેરીંગ-રિનોવેસનના પ્રસ્તાવને સોસાયટીના તમામ સભ્યોએ અનહદ વિશ્વાસથી આવકાર્યો. સોસાયટીના 72 સભ્યોમાંથી 70 સભ્યોએ રીપેરીંગ કાર્ય માટેનો જરૂરી આર્થિક ફાળો સમયસર ચૂકવી વહીવટી કમિટી ઉપર અભૂતપૂર્વ વિશ્વાસ દર્શાવ્યો એટલું જ નહિ, પણ રીપેરીંગ - રિનોવેશન દરમ્યાન તમામ સભ્યોએ ખૂબ દિલથી પૂરેપૂરો  સાથ-સહકાર દાખવ્યો એ ખૂબ આનંદની વાત છે. વહીવટી કમિટી એ માટે સોસાયટીના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માને છે.


સોસાયટીનું રીપેરીંગ કાર્ય ખૂબ જ  જટિલ તથા ગુંચવણભર્યું હતું. શરૂઆતમાં ઘણા કોન્ટ્રાક્ટરો આવ્યા પણ કોઈ સંતોષકારક જવાબ મળતો નહિ. સારા કોન્ટ્રાક્ટરની  શોધમાં આશરે બે માસ વીતી ગયા અને કોઈ પરિણામ ન જણાતાં શ્રી નીપેશભાઈએ રીપેરીંગના તમામ કાર્યનું  નેતૃત્વ સ્વીકાર્યું.  શ્રી નીપેશભાઈએ રીપેરીંગ કાર્ય માટે જરૂરી કારીગરો તથા મજુરોની વ્યવસ્થા કરી આપી. એ ઉપરાંત જરૂરી સાધનો (એચ ફ્રેમ, વળી, પાલખ, ઘોડા વિગેરે) વિનામૂલ્યે સોસાયટીને વાપરવા આપ્યા, તો સાથે સાથે એમની ઇજનેરી સલાહ-સૂચનો પણ સોસાયટીને ખૂબ ઉપયોગી થયાં. શ્રી નીપેશભાઈએ આપેલ સાધન-સામગ્રીનું ભાડુ જો ગણીએ તો  રૂપિયા પાંચ લાખથી પણ વધુ થાય જે આર્થિક રીતે આપણી  સોસાયટી માટે ખૂબ જ અસહ્ય હતું. સોસાયટીના તમામ સભ્યો આ યોગદાન માટે શ્રી નીપેશભાઈનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.
ખરૂં જોતાં રીપેરીંગ-રિનોવેશનના આ  મહાયજ્ઞ  દરમ્યાન ઈશ્વરકૃપા ઉપરાંત બીજા કોણે સાથ-સહકાર   નથી આપ્યો એ શોધવું ખૂબ જ મૂશ્કેલ છે. ખરેખર એ સાથ સહકારના ગુણગાન કરવા માટે શબ્દો ખૂટી જાય તેમ છે.

·      કારીગર-મજૂર વર્ગે ખૂબ જ દિલથી સોસાયટીના સભ્યો સાથે હળીમળીને કાર્ય કર્યું છે.
·      આપણા સફાઈ કામદાર બાબુ તથા તેની પત્ની હંસાએ સોસાયટી સ્વચ્છ રાખવાના પૂરતા પ્રયત્ન કર્યા છે.
·      સોસાયટીના પગી સુરેશની અલગ અલગ સેવાઓની યાદી  તો જ ખૂબ ખૂબ લાંબી છે.

તો સોસાયટીના તમામ રહીશોએ વાણી-વર્તન તથા વિવેક દ્વારા "સૌનો સાથ - સૌનો સહકાર"  એ સૂત્રને દિલથી અપનાવ્યું, સ્વીકાર્યું અને આત્મસાત કર્યું  ........પરિણામે રીપેરીંગ-રીનોવેશન કાર્યનો પ્રારંભિક તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો.

રીપેરીંગ - રીનોવેશન દરમ્યાન સમગ્ર સોસાયટીના હિતને લક્ષમાં રાખવાનો પૂરતો પ્રયત્ન કરવામાં કરવામાં આવ્યો.

·      દરેક બ્લોકની પાણીની ટાંકીઓની અંદર ટાઇલ્સ લગાવી લીકેજીસ દૂર કર્યા
·      દરેક બ્લોકની બહારની સાઇડે પલાસ્ટરના પોપડા શક્ય હોઈ તેટલા દૂર કરી નવું પ્લાસ્ટર કરવામાં આવ્યું
·      દરેક બ્લોકના પાર્કીગમાં ઇલેક્ટ્રિક તથા ટેલિફોનનું વાયરિંગ વ્યવસ્થિત કરવામાં આવ્યું
·      સોસાયટીના દરવાજા પાસે ગણપતિ દાદાની સ્થાપના સ્વચ્છતા અર્થે  કરવામાં આવી
·      સોસાયટીના કોમન પ્લોટની નવી મજબૂત  રેલિંગ બનાવવામાં આવી.
·      દરેક બ્લોકની સીડીમાં  તથા પાર્કિંગમાં બિરલા પૂટી કરવામાં આવી તથા સીડીની રેલિંગનું કલરકામ કરવામાં આવ્યું.
·      સોસાયટીના દરવાજા પાસેની કચરાંપેટીનું રીપેરીંગ તથા કલરકામ કરવામાં આવ્યું
·      સોસાયટીની આગળની તથા પાછળની દિવાલનું રીપેરીંગ તથા કલરકામ કરવામાં આવ્યું
·      સોસાયટીની બહાર ફૂટપાથ ઉપર પાણીની પરબ સ્વચ્છતાના હિતાર્થે બનાવામાં આવી
·      દરેક બ્લોકની બહારની બાજુએ આવેલી પાણીની તથા ગટરની પાઇપોનું લીકેજીઝ શક્ય હોઈ તે રીતે દૂર કર્યા
·      દરેક બ્લોકની બારીઓના ઉપર-નીચેના વેધર શેડ શક્ય હોય તે રીતે રીપેર કર્યા
·      સોસાયટીના કોમન પ્લોટમાં આવેલી કેબીન ઉપર દિવાલ બનાવી "આપણા સૌનું સગુન પ્લાઝા" એવું પ્રેરણાદાયક બોર્ડ મુકવામાં આવ્યું

સોસાયટીની વહીવટી કમિટી સમગ્ર સોસાયટીના મૂલ્યાંકન આંકને વધુને વધુ ઉચ્ચ સ્તરે લઇ જવા માટે કટિબદ્ધ છે. સોસાયટીમાં જ્યાં ત્યાં પડેલા કચરા - માટીના ઢગલા, પાણીના ખાબોચિયાં, પાર્કિંગ અને સીડીમાં જામેલા જાળા, ઇલેક્ટ્રિક મીટરો અને કબાટોમાં જામેલા ધૂળના થર, જેમતેમ લબડતા વાયરોના દોરડા, ઉખડી ગયેલાં પ્લાસ્ટરનાં પોપડા, પાઈપોમાંથી થતું લીકેજીઝ, દરવાજા પાસે ફેકાંતો એંઠવાડ અને  કચરો  ........વિગેરેને દૂર કરવામાં મહંદ અંશે સફળતા પ્રાપ્ત થઈ છે. સોસાયટીની વહીવટી કમિટીએ તો સ્વચ્છતા તથા વિકાસ અંગેનું એક વિચારબીજ વાવ્યું  હતું.......આજે આ બીજ ઉગ્યું છે ત્યારે અનેક અંકુરો સાથે લઈ આવ્યું છે.  હવે આ અંકુરોનો પ્રમાણસર વિકાસ કરવા-કરાવવા વિશે  સોસાયટીના સભ્યોએ વિચારવાનું છે.  સ્વચ્છતાનો અને વિકાસનો આ અભિગમ જળવાઈ રહે એ સમગ્ર સોસાયટી માટે ખૂબ જ જરૂરી છે.  

સોસાયટી માટે લિફ્ટની સગવડ એ ખૂબ મહત્વનો અને જટિલ પ્રશ્ન છે. એ માટે સભ્યોની માનસિક મક્કમતા તથા નાણાકીય વ્યવસ્થા વિષે  સઘન - વિસ્ત્રુત ચર્ચા વિચારણાની જરૂરી છે. વહીવટી કમિટી આ બાબતે કાર્યરત છે જ . આપણે સૌ સગુન પ્લાઝાના સભ્યોએ/રહીશોએ એકબીજાના સાથ-સહકારથી, દીર્ઘ દ્રષ્ટિ-સમજણ રાખી આ પ્રશ્નને ઉકેલવો અત્યંત આવશ્યક છે.

જો યાદ કરીએ નવરાત્રીના દિવસોને તો ...... નવરાત્રીનો તહેવાર એટલે સગુનના રહીશો માટે તો મહોત્સવ. સોસાયટીનો ઝગમતો કોમન પ્લોટ ગવાતાં રાસ -  ગરબા દરમ્યાન આદ્યશક્તિનું મંદિર બની જાય, રમણે ચઢેલા ખેલૈયાઓમાં સાક્ષાત માતાજીના દર્શન થાય.

ગત વર્ષે 26મી જાન્યુઆરીના રોજ સોસાયટીએ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ 25 વર્ષિય સિલ્વર જ્યુબિલી સાંસ્કૃતિક કાર્યક્રમથી ઉજવાઈ. સમગ્ર કાર્યક્રમનું આયોજન ખુબ જ ટૂંકાં સમયમાં સોસાયટીના લેડીઝ ગ્રુપ દ્વારા થયુ. વિવિધ સાંસ્કૃતિક નૃત્યોમાં કલાકારોની નવતર અભિવ્યક્તિના દર્શન કરાવતા  ઉત્સવે સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા. લેડીઝ ગ્રૂપના સભ્યો તથા કલાકારોની સખ્ખત મહેનત માટે ખૂબ ખૂબ અઢળક અભિનંદન. લેડીઝ ગ્રુપની આવી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ સોસાયટીમાં અનેરો ઉત્સાહ વધારતો રહેશે એની ખાત્રી તો છે જ.

આ તબ્બકે શ્રી કિશોરભાઈ ભરૂચાને કેમ કરી ભૂલી જવાય ....? સોસાયટીના પ્રારંભથી જ આપણને શ્રી ભરૂચા સાહેબની સેવાનો લાભ મળતો રહ્યો છે. એ માટે સમગ્ર સોસાયટી એમની ઋણી છે. એમનો આભાર શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

સગુન પ્લાઝાની  પવિત્ર ધરતી એટલે 72 કુટુંબોને પારિવારિક, આર્થિક, તથા સામાજિક પ્રગતિ કરી આશ્રય આપતું વિશાળ "ઘર"……આ "ઘર" એક એવી સંજ્ઞા છે કે જે ઉચ્ચારતાં જીવને હાશકારો થાય અને બની જાય સ્નેહ, સંપ, સાથ, સહકારની ધોધમાર વહેતી સંવેદનાનું સરનામું.

સ્વચ્છતા અને વિકાસ માટેના  મારા પોતાના રસ તથા તરસને સોસાયટીના તમામ સભ્યો તરફથી  મને માર્ગદર્શન મળ્યું  છે. આપ સૌ એ પરિવારની માફક મને જે પ્રેમ આપ્યો છે એને શબ્દોમાં વર્ણવવો અશક્ય છે. આપ સૌનો હું સાચા દિલથી ઋણી છું. આપ સર્વેનો પ્રેમાળ વિશ્વાસ, સ્નેહ, સાથ - સહકાર મારા માટે પ્રેરણાસ્તોત્ર રહ્યાં  છે. મારા આત્મવિશ્વાસમાં આજ્ય પૂરવા  માટે પૂરી કૃતજ્ઞાથી આપ સર્વેનો આભાર. ભૂતકાળમાં સોસાયટીનાં કોઈ પણ સભ્ય કે રહીશને મારા મન-વચન કે કાર્યથી તકલીફ થઇ હોય તો તે માટે ક્ષમા કરશો.

આજનો આ કાર્યક્રમ વિવિધ ચર્ચાના બીજા તબ્બકામાં પ્રવેશે એ પૂર્વે આપ સૌ ને જણાવવાનું કે " સભ્યોના સ્નેહ-સાથ-સહકાર સિવાય સોસાયટીની વહીવટી કમિટી પાસે બીજી કોઈ મિલકત નથી."




SHAGUN PLAZA (VASTRAPUR) FLATS OWERS’ ASSOCIATION
સોસાયટીની જનરલ બોડીની મીટીંગમાં પસાર થયેલ રીપેરીંગ-રિનોવેશનના ઠરાવ મુજબ સોસાયટીના 72 સભ્યોમાંથી 70 સભ્યોએ રીપેરીંગ કાર્ય માટેનો જરૂરી આર્થિક ફાળો ચૂકવેલ છે.

55 સભ્યો  X  રૂ. 13500/- …   …   …   …   …   …   …      રૂ.                                                          7,42,500/-
15 સભ્યો  X  રૂ. 15000/-  …   …   …   …   …   …   …  રૂ.                                                          2,25,000/-
રિપેરીંગ - રિનોવેશનનો કુલ ફાળો …   …   …   …   …   …   રૂ.                                                          9,67,500/-
સોસાયટીના ફંડમાંથી થયેલ રીપેરીંગ-રિનોવેશનનો ખર્ચ …   … રૂ.                                                       10,04,704/-  
રીપેરીંગ-રિનોવેશનનો કુલ ખર્ચ …   …   …   …   …   …      રૂ.                                                       20,09,204/-

અર્થાત ઠરાવ મુજબ કુલ રીપેરીંગ - રૅનોવેશન ખર્ચના 50 ટકા સોસાયટીના એકઠા થયેલ  થયેલ ભંડોળમાંથી ચૂકવાયા અને બાકીના 50 ટકા સભ્યોએ ચુકવેલ રિનોવેશન ફંડમાંથી ચૂકવવામાં આવ્યા

રીપેરીંગ-રિનોવેશનના ખર્ચની યાદી :
1.  સિવિલ રીપેરીંગ કામની મજૂરી ખર્ચ …   …   …   …   …  રૂ.                                                          6,19,645/-
2.  સિવિલ રીપેરીંગ કામ માટેના  માલસામાનનો ખર્ચ …   …   રૂ.                                                          3,51,301/-
3.  ઇલેક્ટ્રિકલ રીપેરીંગ કામનો મજૂરી ખર્ચ  …   …   …   …   રૂ.                                                            89,601/-
4.  ઇલેક્ટ્રિકલ રીપેરીંગ કામ માટેના  માલસામાનનો ખર્ચ … ..  રૂ.                                                            73,961/-
5.  ફેબ્રિકેશનનો ખર્ચ …   …   …   …   …  …   …   …   ..   રૂ.                                                          1,08,175/-
6.  પરચુરણ ખર્ચ …   …   …   …   …  …   …   …   …     રૂ.                                                            91,555/-
7.  કલર કામનો કુલ ખર્ચ …   …   …   …   …  …   …       રૂ.                                                          3,76,000/-
8.  પ્લમ્બિંગ કામની મજૂરી ખર્ચ …   …   …   …   …  …     રૂ.                                                          1,79,876/-
9.  પ્લમ્બિંગ કામ માટેના માલસામાનનો ખર્ચ …   …  …       રૂ.                                                          1,19,090/-
    રીપેરીંગ-રિનોવેશનનો કુલ ખર્ચ    …   …   …  …          રૂ.                                                       20,09,204/-
SHAGUN PLAZA (VASTRAPUR) FLATS OWERS’ ASSOCIATION

રિપેરીંગ - રિનોવેશનનો  ફાળો ન ચૂકવનાર 2 સભ્યો :
1.  કમલેશભાઈ ત્રિપાઠી …   …   …   … ફ્લેટ નં. સી-104                                           રૂ.       15000/-
    પ્રથમ વર્ષના 10 ટકા લેખે વ્યાજના  …   …   …   …   …                                           રૂ. 1500/-
    બીજા વર્ષના 10 ટકા લેખે વ્યાજના  …   …   …   …   …                                           રૂ. 1650/-
    કુલ બાકી લેણાં  …   …   …   …   …   …   …   …                                              રૂ. 18,150/-

2.  નૂતનબેન શ્રવણકર …   …   …   …  ફ્લેટ નં. બી -301                                           રૂ. 15000/-
    પ્રથમ વર્ષના 10 ટકા લેખે વ્યાજના  …   …   …   …   …. રૂ.                                           1500/-
    બીજા વર્ષના 10 ટકા લેખે વ્યાજના  …   …   …   …   …                                           રૂ. 1650/-
    કુલ બાકી લેણાં  …   …   …   …   …   …   …   …                                              રૂ. 18,150/-


મેઇન્ટેનન્સ ફાળો બાકી હોય તેવા સભ્યોની યાદી (તા. 30-12-2018 સુંધી)

ફ્લેટ નં.
સભ્યનું નામ
મેઇન્ટેનન્સ ક્યારથી બાકી
કુલ રકમ બાકી
B - 2
જોગિન્દરસિંગ ખંડપુર
March 2017
11500/-
B - 301
નૂતનબેન શ્રવણકર
Feb. 2015
26950/-
C - 104
કમલેશ ત્રિપાઠી
Dec. 2013
60000/-
સી - 304
પંકજભાઈ મોઝા
April 2018
4950/-
E - 4
ભરતભાઈ પટણી
Oct. 2017
7700/-
E - 304
સુનિલભાઈ ભારવાણી
April 2016
17600/-

મેઇન્ટેનન્સના કુલ બાકી લેણાં
128700/-


SHAGUN PLAZA (VASTRAPUR) FLATS OWERS’ ASSOCIATION
વર્ષ 2017-18 નું આવક-જાવક પત્રક

સોસાયટીના પગીનો પગાર ખર્ચ …   …   …   …   …   …   …          85,550/-
સોસાયટીના સફાઈ કામદારનો પગાર ખર્ચ  …   …   …   …          55,550/-
સફાઈ માટેનો પરચુરણ ખર્ચ  …   …   …   …   …   …   …   …            4,800/-
સોસાયટીના માળીના પગારનો તથા અન્ય મજૂરી ખર્ચ …         17,470/-
સોસાયટીની સિલ્વર જ્યુબિલીની ઉજવણી ખર્ચ …   …   …         29,150/-
સોસાયટીના હિસાબની જાળવણી (C.A.)ખર્ચ …   …   …   …        11,800/-
ગટરો તથા પાણીની પાઇપોનું રીપેરીંગ …   …   …   …   …           44,330/-
સોસાયટીનો  ઇલેક્ટ્રિક  ખર્ચ (ટોરેન્ટ કું.) …   …   …   …   …       1,96,960/-
સોસાયટીમાં ઇલેક્ટ્રિક રીપેરીંગ ખર્ચ …   …   …   …   …   ..           30,700/-
પરચુરણ વહીવટી ખર્ચ …   …   …   …   …   …   …   …   …                                         2,400/-
કુલ મેઇન્ટેનન્સ ખર્ચ …   …   …   …   …   …   …   …   …   …                                  4,78,660/-

મેઇન્ટેનન્સ ફાળાની આવક   …   …   …   …   …   …   …   …        3,39,850/-
આવક કરતાં જાવકનો કુલ વધારો …   …   …   …   ….  …          1,38,810/-

મેઇન્ટેનન્સ ફાળા સિવાયની આવક :
ફ્લેટ વેચાણને કારણે મળેલ ટ્રાન્સફર ફી …   …   …      1,41,000/-
કોમન પ્લોટ તથા હોર્ડિંગની આવક   …   …   …  …    1,31,000/-
બેંક ફિક્સ ડિપોઝીટ (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) …   …     9,00,000/-                                                                   






એજન્ડા 2
ઘણા સભ્યો સોસાયટીએ પસાર કરેલ ઠરાવોનું પાલન કરવામાં નિષ્ફળ રહે છે. જેમકે .....પોતાનો ફ્લેટ ભાડે કે વેચાણ આપતા પૂર્વે મંજૂરી લેતા નથી તો ઘણા સભ્યો નિયમ મુજબ રૂ. 2500/- ની ડિપોઝીટ જમા કરાવ્યા વિના પોતાના ફ્લેટનું રીપેરીંગ કામ કરાવી અસ્વચ્છતા ઉભી કરે છે.....તો આ બાબતે શું કરી શકાય.....?

સૂચન : જો કોઈ સભ્ય મંજૂરી મેળવ્યા વિના પોતાનો ફ્લેટ ભાડે આપે તો..... જે તે સભ્યના ખાતે  રૂ. 1000/- દંડના  ઉધારી લેણાં કરવાં અને વસુલ કરવા તેમજ સોસાયટીના બીજા સભ્યોને તે બાબતની હકીકત જણાવવી...

જો કોઈ સભ્ય મંજૂરી મેળવ્યા વિના પોતાના ફ્લેટનું વેચાણ કરે તો .......ફ્લેટના નવા માલિકના ખાતે રૂ. 2500/- ઉધારી લેણાં કરવાં અને ફ્લેટની ટ્રાન્સફેરની વિધિ સમયે વસુલ કરવા....તેમજ સોસાયટીના બીજા સભ્યોને તે બાબતની હકીકત જણાવવી...

જો કોઈ સભ્ય રૂ 2500/- ની ડિપોઝીટ જમા કરાવ્યા વિના પોતાના ફ્લેટનું રીપેરીંગકરી અસ્વચ્છતા ઉભી કરે તો.....જે તે સભ્યને ડિપોઝીટ જમા કરાવવાના નિયમ વિષે જણાવવું અને .....છતાં જો કોઈ હકારાત્મક પરિણામ ન આવે તો.....સોસાયટી તરફથી રીપેરીંગના કારણે સ્વચ્છતાના હિતાર્થે જે ખર્ચ જયારે જયારે થાય ત્યારે તેના 150% જે તે સભ્યના ખાતે ઉધારી લેણાં કરવાં અને વસુલ કરવા તેમજ સોસાયટીના બીજા સભ્યોને તે બાબતની હકીકત જણાવવી.
એજન્ડા 3                        
સોસાયટીની સ્વચ્છતા તેમજ બાહ્ય મેઇન્ટેનન્સની બાબતે......
સૂચન :
·      સોસાયટીની સ્વચ્છતા જાળવવી દરેક સભ્યની ફરજ છે. દરેક સભ્યએ સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરવું તથા બીજા સભ્યો પાસે કરાવવું.
·      સમયાંતરેદરેક બ્લોકની સીડીમાં  તથા પાર્કિંગમાં જાળા પાંડવા તથા ઇલેક્ટ્રિક મિટરોના કબાટ સાફ કરવા....
·      દરેક ફ્લેટનો લીલો-સૂકો કચરો ઉઘરાવી વિભાજીત કરી તેનો યોગ્ય નિકાલ કરવો. માટે સોસાયટીના દરેક સભ્યએ લીલો-સૂકો કચરો વિભાજીત કરી સફાઈ કામદારને અલગ અલગ  આપવો. બાબતે કસૂર કરનાર સભ્યનો અવિભાજિત કચરો સફાઈ કામદાર દ્વારા ઉઘરાવવામાં આવશે નહીં તેમજ સફાઈ કામદાર દ્વારા બાબતે ફરિયાદ મળતાં સોસાયટીએ જે તે સભ્યને કચરો વિભાજીત કરવા સૂચિત કરવું અને છતાં જો ૩૦ દિવસ દરમ્યાન કોઈ હકારાત્મક પરિણામ આવે તો......જે તે સભ્યના ખાતે દરેક ફરિયાદ દીઠ રૂ. 100/- ઉધારી લેણાં કરવાં અને વસુલ કરવાં તેમજ સોસાયટીના બીજા સભ્યોને તે બાબતની હકીકત જણાવવી.
·      સમયાંતરે સોસાયટીની ગટરો સાફ કરાવવી....
·      દરેક બ્લોકમાં બહારની પાણી તથા ગટરોની પાઇપોનું લીકેજીસ રીપેર કરવું કરાવવુ
·      સમયાંતરે  કોમન પ્લોટની રેલિંગ સાફ કરાવવી તથા કોમન પ્લોટમાં ઘાંસ - છોડ-ઝાડ વિગેરે ખાતર-દવાઓથી જાળવવા
·      દરેક બ્લોકની સીડી - પાર્કિંગ તથા કોમન પ્લોટમાં પૂરતા લાઈટની વ્યવસ્થા કરવી
·      ચોમાસા દરમ્યાન ડી ડી ટીનો છંટકાવ કરવો-કરવારો..
·      સોસાયટીના પાર્કિંગમાં પડેલા વપરાશમાં ન હોય તેવા જુના કાર-ટુવિલર્સ - સાયકલોનો નિકાલ કરવો-કરાવવો. આવા પડી રહેલા વાહનોનો નિકાલ ન થાય તે સમય દરમ્યાન તે તમામ વાહનો સાફ / સ્વચ્છ રાખવા રખાવવા. પડી રહેલા વાહનોના માલિક પોતાના પડી રહેલાં વાહનો સાફ ન રાખે તો.....સોસાયટીએ જે તે માલિકને વાહન સાફ કરાવવા વિશે સૂચિત કરવું અને છતાં જો 30 દિવસ દરમ્યાન કોઈ હકારાત્મક પરિણામ ન આવે તો.....સોસાયટી તરફથી સ્વચ્છતાના હિતાર્થે જે ખર્ચ જયારે જયારે થાય ત્યારે તેના 150%  જે તે સભ્યના ખાતે ઉધારી લેણાં કરવાં અને વસુલ કરવા તેમજ સોસાયટીના બીજા સભ્યોને તે બાબતની હકીકત જણાવવી...
·      સોસાયટીના કોઈ પણ સભ્યએ પોતાના અંગત ધંધાકિય માલસામાન સોસોયટીમાં રાખી સ્વચ્છતાની જાળવણીમાં તથા પાર્કિંગની જગ્યામાં રૂકાવટ કરવી નહીં
·      સોસાયટીમાં દરેક સંભ્યોએ સ્વચ્છતા જાળવવી તથાબીજા સભ્યોને તે બાબતે પ્રોત્સાહિત કરવાં...... તેમજ જે સભ્ય તરફથી સ્વચ્છતાની બાબતે સાથ સહકાર ન મળે તો........તે બાબતની સત્ય હકીકતથી બીજા સભ્યોને વાકેફ કરવાં
એજન્ડા 4
સોસાયટીમાં પાર્કિંગની વ્યવસ્થા બાબતે........
સોસાયટીમાં હાલ ફોર- વિલ્હરની જે કુલ સંખ્યા છે તેના પ્રમાણમાં તેને પાર્ક કરવાની જગ્યા ખૂબ માર્યાદિત છે. આ પ્રશ્ન એકબીજાના સાથ-સહકાર વિના ઉકેલવો મૂશ્કેલ છે.
·      દરેક સભ્યએ સોસાયટીમાં માત્ર પોતાની માલિકીનાં જ વાહનો પાર્ક કરવાં...બીજા સગા-સબંધી કે મિત્રોના વાહનો સોસાયટીમાં પાર્ક કરવા નહિ.
·      જે વાહનો લાંબા સમય સુંધી વપરાતાં ન હોય અર્થાત જે વાહનો રોજિંદા વપરાશમાં ન હોય તેવા વાહનો, સોસાયટીમાં પાછળની જગ્યામાં પાર્ક કરવાં જેથી રોજિંદા વપરાતાં વાહનોને બહાર કાઢવામાં કે પાર્ક કરવામાં સરળતા રહે.
·      સોસાયટીની પાર્કિંગની જગ્યામાં જ્યાં કાર - ફોર વિલ્હર્સ પાર્ક થઈ શકે તેમ હોય ત્યાં ટુ-વિલ્હરસ પાર્ક કરવાં નહીં.
·      સોસાયટીના દરેક સભ્યએ પોતાનું પાર્ક કરેલું વાહન બીજા કોઈ રાહદારીને કે બીજા વાહનોને જવા કે નીકળવામાં અડચણરૂપ ન થાય તેનું ધ્યાન રાખવું
·      સોસાયટીમાં ટેમ્પા/રિક્ષા જેવા કોમર્શિયલ વાહનો પાર્ક કરવાં નહીં.
·      સોસાયટીમાં કોઈ પણ સભ્યએ પોતાની ધંધાકીય તેમજ અંગત માલિકીની માલસામગ્રી સોસાયટીના પાર્કિંગમાં રાખવી નહીં. બાબતે કસૂરદાર સભ્યને સહકાર આપવા સોસાયટીએ સૂચિત કરવું અને છતાં જો 30 દિવસ દરમ્યાન કોઈ હકારાત્મક પરિણામ આવે તો સોસાયટીએ જે તે માલસામગ્રી સોસાયટીમાંથી હટાવી લેવી અને હટાવેલ માલસામગ્રી બાબતે સોસાયટીની કોઈ જવાબદારી રહેશે નહીં.  
·      વાહનોની સંખ્યાના પ્રમાણમાં પાર્કિંગની જગ્યા મર્યાદિત હોવાને કારણે પાર્ક કરેલ વાહનની આગળ પાછળ વાહન પાર્ક થતું હોય છે. આ સંગોજોમાં દરેક સભ્ય પાસે સોસાયટીના દરેક સભ્યનો ટેલિફોન નંબર તથા તેમના વાહનોનાં નંબર હોવા જરૂરી છે જેથી જે તે સભ્યનો સંર્પક કરી શકાય.
·      સોસાયટીને આર્થિક રીતે પરવડે તો ડ્રાયવર જેવા કર્મચારીની નિમણુંક કરી શકાય જે માત્ર વાહનોનાં પાર્કિંગની વ્યવસ્થા જાળવે.
·      હાલ અમદાવાદ મ્યુનિસિપલ તરફથી સોસાયટીની બહાર વાહનો પાર્ક કરવા માટેની મનાઈ છે. જગ્યાના પ્રમાણમાં વાહનોની સંખ્યા વધુ હોવાની સત્ય હકીકત મ્યુનિસિપલ કમિશ્નરને જણાવી માત્ર રાત્રી દરમ્યાન વાહનો પાર્ક કરવાની મંજુરી મેળવવાનો પ્રયત્ન કરી શકાય, પરંતુ આ બાબતે સોસાયટીમાં ફોર-વિલ્હર્સ ધરાવનાર તમામ સભ્યોએ સામુહિક પ્રયત્ન કરવો પડે. 
એજન્ડા 5
મેઇન્ટેનન્સનું જરૂરી ભરણું નિયમિત કરવા બાબતે......
હાલનો માસિક રૂ. 500/- નો મેઇન્ટેનન્સ ફાળો છેલ્લા નવ વર્ષથી (અર્થાત જાન્યુઆરી 2010થી) ઉઘરાવવામાં આવે છે. વળી સોસાયટીના કુલ 72 સભ્યોમાંથી સરેરાશ 10-12 સભ્યો સોસાયટીનો વહીવટી ફાળો ચુકવવામાં અનિયમિત અથવા નિષ્ફળ રહે છે. અર્થાત 60 સભ્યોના આવેલા  નિયમિત રૂ. 30000/- ના ભંડોળની સામે સોસાયટીનો નિયમિત માસિક ખર્ચ વધારે રહે છે. છેલ્લા નવ વર્ષ દરમ્યાન થયેલ મોંઘવારીના વધારાને આપણે જરા પણ ધ્યાનમાં લીધેલ નથી. વળી ઉપરોક્ત સ્વચ્છતા તેમજ મેઇન્ટેનન્સના સૂચિત પગલાંના ખર્ચનો વધારો તો અલગ થવાનો .........આ સંજોગોમાં વર્તમાન માસિક રૂ. 500/- ના મેઇન્ટેનન્સ ફાળાથી સોસાયટીનો વહીવટ કરવો ખૂબ જ મુશ્કેલ છે.

આથી માસિક મેઇન્ટેનન્સનો  ફાળો નીચે મુજબ રાખવાનું  સૂચન છે.

સોસાયટીના દરેક સભ્યએ તા. 1/4/2019 ના નવા નાણાકીય વર્ષથી માસિક રૂ. 1000/- મેઇન્ટેનન્સનો ફાળો નિયમિત ચૂકવવો.

ભાડે આપેલા ફ્લેટના સભ્યોએ અથવા રહીશોએ તથા ફ્લેટનો સંપૂર્ણપણે ધંધાકીય ઉપયોગ કરતા સભ્યોએ  તા. 1/4/2019ના નવા નાણાકીય વર્ષથી માસિક રૂ. 2000/- મેઇન્ટેનન્સ નિયમિત ચૂકવવું.
·      માસિક મેઇન્ટેનન્સ દરેક માસની એકથી દસ તારીખ સુંધીમાં ચૂકવવાનું રહેશે. મહિનાની દસ તારીખ પછી મેઇન્ટેનન્સ ચુકવનાર સભ્યએ મેઇન્ટેનન્સની બાકી રહેતી રકમ ઉપરાંત 10% દંડ પેટે ચૂકવવાના રહેશે.
·      વાર્ષિક એડવાન્સ મેઇન્ટેનન્સ ચુકવનાર સભ્યને એક માસના મેઇન્ટેનન્સના ડિસ્કાઉન્ટનો લાભ મળશે, અર્થાત  વાર્ષિક એડવાન્સ મેઇન્ટેનન્સ ચુકવનાર સભ્યએ વર્ષના 12  માસ પેટે માત્ર 11 માસનું મેઇન્ટેનન્સ ચૂકવવાનું રહે.
વાર્ષિક એડવાન્સ મેઇન્ટેનન્સ નીચે મુજબ રહેશે :
·      એવા સભ્યો કે જેમણે પોતાનો ફ્લેટ ભાડે આપ્યો નથી અથવા
જેઓ પોતાના ફ્લેટનો સંપૂર્ણ ધંધાકીય ઉપયોગ કરતાં નથી…….                                                           રૂ. 11000/-
·      એવા સભ્યો કે જેમણે પોતાનો ફ્લેટ ભાડે આપ્યો છે  અથવા
જેઓ પોતાના ફ્લેટનો સંપૂર્ણ ધંધાકીય ઉપયોગ કરે છે…………..                                                           રૂ. 22000/-

વાર્ષિક એડવાન્સ મેઇન્ટેનન્સ તા. 30/04/2019 સુંધી જ ચૂકવી શકાશે. તા. 30/04/2019 પછી વાર્ષિક મેઇન્ટેનન્સ ચૂકવી શકાશે નહીં.
(તા. 31/12/2018 ના રોજ 12 માસથી વધારે મેઇન્ટેનન્સ ફાળો બાકી હોય તેવા સભ્યોની યાદી માટે પેઈજ નં. 6 જુઓ)

એજન્ડા 6
સોસાયટીના અન્ય વિકાસકીય પ્રશ્નો માટે નીચે મુજબ અંદાજિત ખર્ચ થાય તેમ છે.
1. દરેક બ્લોકની બાહ્ય દિવાલોનું કલરકામ .......................    રૂ. 15,00,000/-
2. પાર્કિંગની જગ્યામાં નવું પેવર ફ્લોરિંગ ........................     રૂ. 15,00,000/-
3. સી.સી.ટિ.વી. કેમેરાની સગવડ ....................................     રૂ.  3,00,000/-
4. લિફ્ટની સગવડ (એક લિફટના) .................................     રૂ. 10,00,000/-

સી.સી.ટિ.વી. કેમેરા સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ લગાવવાને કારણે ઉપરના ફ્લોરની ચોરીઓ રોકી શકાતી નથી. વળી આપણી સોસાયટી ચારે તરફથી ઘેરાયેલી હોવાને કારણે ચોરીઓ  થવાની શક્યતાઓ નહિવત છે.
દરેક બ્લોકનું  બાંધકામ અલગ અલગ હોઈ લિફ્ટ માટે દરેક બ્લોકના સભ્યોએ ભેગા મળી પોતપોતાના બ્લોકની વિચારણા કરવી પડે.
ઉપરોક્ત વિકાસકીય કાર્યોમાં જે જરૂરી કાર્ય લાગે તે માટે દરેક સભ્યોએ વહેંચાતો ફાળો આપવો પડે.........અને તે માટે ભેગા મળી યોગ્ય નિર્ણય લેવો રહે.


----------------------------------



વાલ્હા સભ્યો,
આપણા સગુન પ્લાઝા સોસાયટીની વેબ સાઈટ હોય તો......????

સગુન  પ્લાઝા સોસાયટીના તમામ સભ્યો એકબીજા સાથે સરળતાથી સંપર્ક સાધી  શકે એ હેતુથી સોસાયટીના તમામ સભ્યોના નામ, ટેલીફોને નંબર તથા વાહનોનાં નંબરોની ઉપલબ્ધ માહિતીના આધારે વેબ સાઈટ બનાવવામાં આવી છે.



















આ નેવિગેશન ક્લીક કરવાથી મેનુ પેઈજ ખુલશે


પ્રોમિસરી નોટ

નાણાં આપનાર/લખાવી લેનાર :
સગુન પ્લાઝા (વસ્ત્રાપુર) ફ્લેટ ઓનર્સ એસોસિએશન
કે જે તા. 19-12-1991 ના રોજ રજી. નં. G 4501થી નોં ધાયેલ સોસાયટી છે તેના વતી તથા તેના
ચેરમેન :
(1) શ્રી નિપેશભાઈ જે. પટેલ
ઉંમર વર્ષ-56, ધંધો/નોકરી
રહેવાસી : A-201, સગુન પ્લાઝા ફ્લેટ,અમદાવાદ.
સેક્રેટરી :
(2) શ્રી ગૌરાંગભાઈ એસ. પંચાલ
ઉંમર વર્ષ - 61, ધંધો-વેપાર
રહેવાસી : B-1, સગુન પ્લાઝા ફ્લેટ, અમદાવાદ.
જોગ નાણાં લેનાર / લખી આપનાર :
શ્રી બાબુભાઇ સોમાભાઈ પુરબીઆ
ઉંમર વર્ષ : 35 ધંધો : નોકરી
રહેવાસી : રામદેવનગર, કાચા છાપરા,
વાલ્મિકી વાસ, જોધપુર પાર્ક,
સેટેલાઇટ, અમદાવાદ.

આથી અમો લખી આપનાર તમો લખાવી લેનાર જોગ આ પ્રોમિસરી નોટ લખી આપી બંધાઈએ છીએ કે :
(1) આપણે બન્ને પક્ષકારો એકબીજાને માલિક-કર્મચારીના સંબંધથી સારી રીતે ઓળખાતા હોવાથી  અમો નાણાં સ્વીકારને આજ રોજ અંગત રહેણાંક મકાનની જરૂરિયાત હોઈ મકાન ખરીદીના નાણાંની લોન માટે તમોને વાત કરતાં તમો અમોને નાણાં આપવા તૈયાર હોવાથી આજ  તા.                               રોજ તમોએ (નાણાં આપનારે) અમોને (નાણાં લેનારને) રૂ. 52500/- (અંકે રૂપિયા બાવન હજાર પાંચસો પુરા) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સેટેલાઇટ બ્રાન્ચ  ના ચેક નં..................................થી   હાથ ઉછીના વગર વ્યાજે આપેલ છે.
સદરહુ રકમ મળ્યા અંગેની અમો નાણાં લેનાર તમો નાણાં આપનારને આથી પાકી પહોંચ લખી આપીએ છીએ.

(2) સદરહુ ઉછીના લીધેલા નાણાં તમો નાણાં આપનારને અરસ - પરસની સમજૂતી પ્રમાણે 30 (ત્રીસ ) માસ માટે અથવા તમો લખાવી લેનાર માગો ત્યારે પરત કરવાના છે. અમો નાણાં લેનાર સદરહુ રકમ પરત કરવામાં કસૂર કરીએ તો તે અંગે જે કાયદેસર પગલાં ભરવા પડે તેની તમામ જવાબદારી અમો નાણાં લેનારના શીરે રહેશે જેની આથી ખાત્રી આપીએ છીએ.

(3) સદરહુ રકમ અમોએ તમો પાસેથી ઉછીનાં નાણાં તરીકે લીધેલ છે જે બદલ આ પ્રોમિસરી નોટ લખી આપેલ છે જેની જાણ અમારા કુટુંબના તમામ સભ્યોને છે.

(4) જો અમો નાણાં લેનાર સદરહુ ઉછીની લીધેલ રકમ નિયત સમયની મર્યાદામાં પરત ન કરીએ અથવા  સમયસર પરત કરવામાં કસૂર કરીએ તો તમો અમારી સામે ફોજદારી તથા દિવાની રાહે કાયદેસર પગલાં ભરી શકશો અને સદરહુ રકમ વસુલ કરી શકશો તેમજ તે બાબતથી નિપજતા તમામ ખર્ચ કે પરિણામની જવાબદારી અમો નાણાં લેનારે ભોગવવાની છે જેની ખાત્રી, વચન, વિશ્વાસ અને બાંહેધરી આપીએ છીએ.

ઉપરોક્ત લખાણ અમોએ રાજી ખુશીથી જીવકાયમ રાખી, બીન કેફે, દબાણ, વગર વાંચી -વિચારી કરી આપેલ છે જે અમોને તથા અમારા વંશ વારસોને કબૂલ મંજુર બંધનકર્તા રહેશે। જેની ખાત્રી બદલ આ નીચે સહી કરી શાખ કરાવી આપેલ છે.

સ્થળ : અમદાવાદ                                                                                તા. 18-01-2019

અત્રે.................................................મતું અત્રે ...................................................શાખ

                                                       નાણાં લેનાર : ............................................................................
                                                                         
                                                       નામ :             ...........................................................................
                                                                         
                                                       નાણાં આપનાર :
                                                       સગુન પ્લાઝા (વસ્ત્રાપુર) ફ્લેટ ઓનર્સ એસોસિએશન વતી
                                                     
                                                       ચેરમેન        ...............................................................................
                                                                       
                                                       નામ :           ..............................................................................
                                                                         
                                                      સેક્રેટરી :         ..............................................................................                                                                                                                               
                                                       નામ              ..............................................................................



ઉપરોક્ત પક્ષકારોએ પોતાની સહી નીચે સહી કરનાર બે સાક્ષીઓની રૂબરૂમાં કરેલી છે.
સાક્ષી નં. (1) ..................................................................... નામ : .....................................................

સાક્ષી નં. (2) ......................................................................નામ : .....................................................



ઉદયનભાઈ બી. પટેલ



વર્ષ 2016-17 નું આવક-જાવક પત્રક

સોસાયટીના પગીનો પગાર ખર્ચ 85,550/-
સોસાયટીના સફાઈ કામદારનો પગાર ખર્ચ  55,550/-
સફાઈ માટેનો પરચુરણ ખર્ચ  4,800/-
સોસાયટીના માળીના પગારનો તથા અન્ય મજૂરી ખર્ચ 17,470/-
સોસાયટીની સિલ્વર જ્યુબિલીની ઉજવણી ખર્ચ 29,150/-
સોસાયટીના હિસાબની જાળવણી ખર્ચ 11,800/-
ગટરો તથા પાણીની પાઇપોનું રીપેરીંગ 44,330/-
સોસાયટીનો  ઇલેક્ટ્રિક  ખર્ચ (ટોરેન્ટ કું.) 1,96,960/-
સોસાયટીમાં ઇલેક્ટ્રિક રીપેરીંગ ખર્ચ 30,700
પરચુરણ વહીવટી ખર્ચ 2,400/-

કુલ મેઇન્ટેનન્સ ખર્ચ 4,78,660/-

મેઇન્ટેનન્સ ફલાની આવક 3,39,850/-

આવક કરતાં જાવકનો કુલ વધારો 1,38,810/-

મેઇન્ટેનન્સ ફાળા સિવાયની આવક :
ફ્લેટ વેચાણને કારણે મળેલ ટ્રાન્સફર ફી 1,41,000/-
કોમન પ્લોટ તથા હોર્ડિંગની આવક 1,31,000/-
બેંક ફિક્સ ડિપોઝીટ (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) 9,00,000/-


સિદ્ધિ વિનાયક, સંકટમોચન જય જય જય શ્રી ગણેશ......
રસ્તો એવો દેખાડો લાગે ના જરીએ ઠેસ,
સિદ્ધિ વિનાયક, સંકટમોચન જય જય જય શ્રી ગણેશ......(2)
ૐ ગં ગણપતે નમઃ (4)
સુખ દુઃખનો આવે ઓવારો,
રિદ્ધિ-સિદ્ધિ સાથે પધારો......
સુખ દુઃખનો આવે ઓવારો,
રિદ્ધિ-સિદ્ધિ સાથે પધારો......
સંતોષી જીવ બને અમારો.....
ભાર વગરનો રહે સદાયે જીવતરનો આ વેશ.......
સિદ્ધિ વિનાયક, સંકટમોચન જય જય જય શ્રી ગણેશ......(2)

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥

મદ વિનાનો બુદ્ધિ મહિમા
તમે પિતા છો, તમે જ છો માં
મદ વિનાનો બુદ્ધિ મહિમા
તમે પિતા છો, તમે જ છો માં
સ્મરણ તમારું બને પરિક્રમા
વિશેષમાં વિતાવું પળ પળ રહે કશું ના શેષ
સિદ્ધિ વિનાયક, સંકટમોચન જય જય જય શ્રી ગણેશ......(2)
રસ્તો એવો દેખાડો લાગે ના જરીએ ઠેસ,
સિદ્ધિ વિનાયક, સંકટમોચન જય જય જય શ્રી ગણેશ......(2)
જય જય જય શ્રી ગણેશ......(2)






તા. 26-01-2019 ને શનિવારના રોજ અગાઉથી જાણ કર્યા મુજબ સોસાયટીના સભ્યોની સામાન્ય સભા સાંજે 6-00 કલાકે સોસાયટીના કોમન પ્લોટમાં રાખવામાં આવી હતી. સભ્યોની આ કપલ મિટિંગ નક્કી કરેલ એજન્ડા મુજબ તમામ મુદ્દાઓની તબક્કાવાર શાંત અને સઘન ચર્ચા સભ્યોના સાથ સહકારથી સફળ રહી.
સામાન્ય સભામાં સ્વચ્છતા - મેઇન્ટેનન્સ તથા વિકાસના અભિગમને જાળવવાની બાબતે તમામ સભ્યોના સૂચનોને ધ્યાનમાં લઈ સર્વાનુમતે નિર્ણયો લેવાયા એ વાતનો સવિશેષ આનંદ છે. આપણાં સગુન પ્લાઝાની સર્વાંગી વિકાસયાત્રા કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યા વિના સભ્યઓના સાથ સહકારથી અવિરત આગળ વધી રહી છે એ કોઈ સામાન્ય વાત નથી. સગુન પ્લાઝાનું ભાવિ બહુ ઊજળું ને ઊજળું થઈ રહ્યું છે.

રિનોવેશન દરમ્યાન સોસાયટીના સભ્ય તરીકે માલ સમાન કે મજુર-કારીગરની વ્યવસ્થા કરી સહકાર દાખવવાની ઈશ્વરે મને તક આપી  ..... એનાથી વિશેષ ધન્યતા બીજી શું હોય.....? વળી શબ્દપુષ્પોથી ગુણગાનનો બુકે બનાવનાર સોસાયટીના સભ્યોનો  આભાર માનવા માટે લખી શકવાની શક્તિ મારી પાસે નથી.

સોસાયટીની વિકાસયાત્રામાં આપ સૌ સભ્ય મિત્રોનો સાથ, સહકાર, હૂંફ, લાગણી અને માર્ગદર્શન હંમેશ મળતા રહે એવી પ્રાર્થના સાથે.........

નિપેશ પટેલ




તા. 26-01-2019 ને શનિવારના રોજ અગાઉથી જાણ કર્યા મુજબ સોસાયટીના સભ્યોની સામાન્ય સભા સાંજે 6-00 કલાકે સોસાયટીના કોમન પ્લોટમાં રાખવામાં આવી હતી. સોસાયટીના સભ્યોની આ કપલ મિટિંગ નક્કી કરેલ એજન્ડા મુજબ તમામ મુદ્દાઓની તબક્કાવાર શાંત અને સઘન ચર્ચા કરવામાં સફળ રહી. સામાન્ય સભામાં લેવાતા નિર્ણયોનું પાલન કરવા-કરાવવા બાબતે તથા  સ્વચ્છતા - મેઇન્ટેનન્સ અને  વિકાસના અભિગમને જાળવવાની બાબતે તમામ સભ્યોના સૂચનોને ધ્યાનમાં લઈ સર્વાનુમતે નિર્ણયો લેવાયા એ અનહદ આનંદાયક બાબત છે.

તા. 26-01-2019 ને શનિવારના રોજની સામાન્ય સભામાં નીચે મુજબના નિર્ણયો સર્વાનુમતે લેવાયા :
ઠરાવ નં. 1 : સોસાયટીના હિસાબોની બાબતે :
નાણાકીય વર્ષ 2017-18 ના વહીવટી આવક-જાવકના તથા રીપેરીંગ-રિનોવેશનના ઓડિટ થયેલ તમામ હિસાબો રજુ કરવામાં આવ્યા જે  સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા.

ઠરાવ નં. 2 : સામાન્ય સભામાં પસાર થયેલ ઠરાવોનું પાલન કરવા/કરાવવા બાબતે :
તા 29-09-2007 તથા તા 26-01-2017 ના રોજ મળેલ સામાન્ય સભામાં સોસાયટીની સુરક્ષા, સ્વચ્છતા
તેમજ સામાજિક સુવ્યવસ્થા જાળવવાના હેતુસર નીચે મુજબના નિર્ણયો લેવાયા હતા.
  • સોસાયટીના કોઈ પણ સભ્યે પોતાના ફ્લેટનું વેચાણ કરતાં પૂર્વે સોસાયટીની વહીવટી કમિટીને ફ્લેટના ખરીદનાર વિષે તમામ માહિતી જણાવી વહીવટી કમિટીની તે બાબતે મંજૂરી મેળવવાની રહેશે....
  • સોસાયટીના કોઈ પણ સભ્યએ પોતાના ફ્લેટને કોઈ પણ બિનસભ્ય કુંટુંબને ભાડુઆત તરીકે વાપરવા આપતાં પૂર્વે ભાડુઆતની તમામ માહિતી વહીવટી કમિટીને જણાવી મંજૂરી મેળવવાની રહેશે...
  • સોસાયટીનો કોઈ પણ સભ્ય પોતાના ફ્લેટને કોઈ પણ પ્રકારની નાણાકીય આવકના હેતુસર કોઈપણ પ્રકારના પેઈંગ ગેસ્ટ કે બેચલર્સને તથા સંપૂર્ણ ધંધાકીય ઉપયોગ કરનારને ભાડુઆત તરીકે વાપરવા આપશે નહિ.
ઉપરોક્ત ઠારાવો યથાયોગ્ય રાખી તેના પાલન કરવા-કરાવવાનાં હેતુસર નીચે દર્શાવેલ ઠરાવો ઉમેરવામાં આવ્યા.
ઠરાવ નં. 2.1:
જો કોઈ સભ્ય વહીવટી કમિટની મંજૂરી મેળવ્યા વિના પોતાના ફ્લેટનું વેચાણ કરે તો .......ફ્લેટના નવા માલિકના ખાતે રૂ. 2500/- ડેવલોપમેન્ટ ફી તરીકે ઉધારી લેણાં કરવાં અને ફ્લેટની ટ્રાન્સફરની વિધિ સમયે વસુલ કરવા....તેમજ સોસાયટીના બીજા સભ્યોને તે બાબતની હકીકત જણાવવી...
ઠરાવ નં. 2.2:

જો કોઈ સભ્ય વહીવટી કમિટની મંજૂરી મેળવ્યા વિના પોતાનો ફ્લેટ ભાડે આપે તો..... જે તે સભ્યના ખાતે  રૂ. 1000/- દંડના ઉધારી લેણાં કરવાં અને વસુલ કરવા તેમજ સોસાયટીના બીજા સભ્યોને તે બાબતની હકીકત જણાવવી...
તા. 26-01.2017ની સામાન્ય સભામાં પસાર કરેલ ઠારવ નં. 2 મુજબ જો કોઈ સભ્ય રૂ 2500/- ની ડિપોઝીટ જમા કરાવ્યા વિના પોતાના ફ્લેટનું રીપેરીંગકરી અસ્વચ્છતા ઉભી કરે તો.....જે તે સભ્યને ડિપોઝીટ જમા કરાવવાના નિયમ વિષે જણાવવું અને .....છતાં જો કોઈ હકારાત્મક પરિણામ ન આવે તો.....સોસાયટી તરફથી રીપેરીંગના કારણે સ્વચ્છતાના હિતાર્થે જે ખર્ચ જયારે જયારે થાય ત્યારે તેના 150% જે તે સભ્યના ખાતે ઉધારી લેણાં કરવાં અને વસુલ કરવા તેમજ સોસાયટીના બીજા સભ્યોને તે બાબતની હકીકત જણાવવી.
ઠરાવ નં. 3 સોસાયટીમાં સ્વચ્છતા જાળવવા બાબતે : 
·        સોસાયટીના દરેક સભ્યએ સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરવું તથા બીજા સભ્યો પાસે કરાવવું.
ઠરાવ નં. 3.1
સોસાયટીના દરેક સભ્યએ લીલો-સૂકો કચરો વિભાજીત કરી સફાઈ કામદારને અલગ અલગ  આપવો. બાબતે કસૂર કરનાર સભ્યનો અવિભાજિત કચરો સફાઈ કામદાર દ્વારા ઉઘરાવવામાં આવશે નહીં તેમજ સફાઈ કામદાર દ્વારા બાબતે ફરિયાદ મળતાં સોસાયટીએ જે તે સભ્યને કચરો વિભાજીત કરવા સૂચિત કરવું અને છતાં જો ૩૦ દિવસ દરમ્યાન કોઈ હકારાત્મક પરિણામ આવે તો......જે તે સભ્યના ખાતે દરેક ફરિયાદ દીઠ રૂ. 100/- દંડ પેટે ઉધારી લેણાં કરવાં અને વસુલ કરવાં તેમજ સોસાયટીના બીજા સભ્યોને તે બાબતની હકીકત જણાવવી.

ઠરાવ નં. 3.2
સોસાયટીના પાર્કિંગમાં વપરાશમાં હોય તેવા જુના વાહનો સોસાયટીમાં અસ્વછતા ઉભી કરે છે તેથી આવા વપરાશમાં હોય તેવા જુના વાહનો- કાર-ટુવિલર્સ કે સાયકલોનો નિકાલ કરવો-કરાવવો. વપરાશમાં હોય તેવા વાહનોનો નિકાલ થાય તે સમય દરમ્યાન પોતાના વાહનો સાફ / સ્વચ્છ રાખવાની ફરજ જે તે વાહન માલિકની છે. વપરાશમાં હોય તેવા વાહનોના માલિક પોતાના પડી રહેલાં વાહનો સાફ રાખે તો.....સોસાયટીએ જે તે વાહનમાલિકને વાહન સાફ કરાવવા વિશે સૂચિત કરવું અને છતાં જો 30 દિવસ દરમ્યાન કોઈ હકારાત્મક પરિણામ આવે તો.....સોસાયટી તરફથી સ્વચ્છતાના હિતાર્થે જે તે વાહનને જયારે જયારે સાફ-સ્વચ્છ કરવાની ફરજ પડે ત્યારે ત્યારે  ટુવિલર્સના માલિકના ખાતે રૂ 200/- તથા કાર/ફોરવિલર્સના માલિકના ખાતે રૂ 400/- દંડ પેટે ઉધારી લેણાં કરવાં અને વસુલ કરવા તેમજ સોસાયટીના બીજા સભ્યોને તે બાબતની હકીકત જણાવવી.
ઠરાવ નં. 4 સોસાયટીમાં પાર્કિંગની વ્યવસ્થા બાબતે :
સોસાયટીમાં હાલ ફોર- વિલ્હરની જે કુલ સંખ્યા છે તેના પ્રમાણમાં તેને પાર્ક કરવાની જગ્યા ખૂબ મર્યાદિત હોઈ પાર્કિંગનો પ્રશ્ન એકબીજાના સાથ-સહકારથી જ  ઉકેલવો જરૂરી છે. પાર્કિંગના આ પ્રશ્ન માટે નીચે મુજબના નિયમો સર્વાનુમતે લેવામાં આવ્યાં.

  • ·    દરેક સભ્યએ સોસાયટીમાં માત્ર પોતાની માલિકીનાં જ વાહનો પાર્ક કરવાં. બીજા સગા-સબંધી કે મિત્રોના વાહનો સોસાયટીમાં પાર્ક કરવા નહિ.
  • ·        જે વાહનો લાંબા સમય સુંધી વપરાતાં ન હોય અર્થાત જે વાહનો રોજિંદા વપરાશમાં ન હોય તેવા વાહનો સોસાયટીમાં પાછળની જગ્યામાં પાર્ક કરવાં જેથી રોજિંદા વપરાતાં વાહનોને બહાર કાઢવામાં કે પાર્ક કરવામાં સરળતા રહે.
  • ·        સોસાયટીની પાર્કિંગની જગ્યામાં જ્યાં કાર - ફોર વિલ્હર્સ પાર્ક થઈ શકે તેમ હોય ત્યાં ટુ-વિલ્હરસ પાર્ક કરવાં નહીં.
  • ·        સોસાયટીના દરેક સભ્યએ પોતાનું પાર્ક કરેલું વાહન બીજા કોઈ રાહદારીને કે બીજા વાહનોને જવા કે નીકળવામાં અડચણરૂપ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • સોસાયટીમાં ટેમ્પા/રિક્ષા જેવા કોમર્શિયલ વાહનો પાર્ક કરવાં નહીં.
  • સોસાયટીમાં કોઈ પણ સભ્યએ પોતાની ધંધાકીય તેમજ અંગત માલિકીની માલસામગ્રી સોસાયટીના પાર્કિંગમાં રાખવી નહીં. બાબતે કસૂરદાર સભ્યને સહકાર આપવા સોસાયટીએ સૂચિત કરવું અને છતાં જો 30 દિવસ દરમ્યાન કોઈ હકારાત્મક પરિણામ આવે તો સોસાયટીએ જે તે માલસામગ્રી સોસાયટીમાંથી હટાવી લેવી તેમજ સોસાયટીના બીજા સભ્યોને તે બાબતની હકીકત જણાવવી.અને હટાવેલ માલસામગ્રી બાબતે સોસાયટીની કોઈ જવાબદારી રહેશે નહીં
  • વાહનોની સંખ્યાના પ્રમાણમાં પાર્કિંગની જગ્યા મર્યાદિત હોવાને કારણે પાર્ક કરેલ વાહનની આગળ પાછળ વાહન પાર્ક થતું હોય છે. આ સંગોજોમાં દરેક સભ્યએ પોતાની પાસે સોસાયટીના દરેક સભ્યનો ટેલિફોન નંબર તથા તેમના વાહનોનાં નંબરની માહિતી રાખવી જેથી જે તે   સભ્યનો સંર્પક કરી શકાય.      
ઠરાવ નં. 5 મેઇન્ટેનન્સનું જરૂરી ભરણું નિયમિત કરવા બાબતે......

હાલનો માસિક રૂ. 500/- નો મેઇન્ટેનન્સ ફાળો છેલ્લા નવ વર્ષથી (અર્થાત જાન્યુઆરી 2010થી) ઉઘરાવવામાં આવે છે. વળી સોસાયટીના કુલ 72 સભ્યોમાંથી સરેરાશ 10-12 સભ્યો સોસાયટીનો વહીવટી ફાળો ચુકવવામાં અનિયમિત અથવા નિષ્ફળ રહે છે. અર્થાત 60 સભ્યોના આવેલા  નિયમિત રૂ. 30000/- ના ભંડોળની સામે સોસાયટીનો નિયમિત માસિક ખર્ચ વધારે રહે છે. છેલ્લા નવ વર્ષ દરમ્યાન થયેલ મોંઘવારીના વધારાને આપણે જરા પણ ધ્યાનમાં લીધેલ નથી. વળી સ્વચ્છતા તેમજ મેઇન્ટેનન્સના સૂચિત પગલાંથી ખર્ચનો વધારો તો અલગ થવાનો .........આ સંજોગોમાં સભ્ય દીઠ વર્તમાન માસિક રૂ. 500/- ના મેઇન્ટેનન્સ ફાળાથી સોસાયટીનો વહીવટ કરવો ખૂબ જ મુશ્કેલ જણાતાં સઘન ચર્ચાને અંતે મેઇન્ટેનન્સનો ફાળો નીચે મુજબ રાખવાનો નિર્ણય    સર્વાનુમતે થયેલ છે.

સોસાયટીના દરેક સભ્યએ તા. 1/4/2019 ના નવા નાણાકીય વર્ષથી માસિક રૂ. 1000/- મેઇન્ટેનન્સનો ફાળો નિયમિત ચૂકવવો.

ભાડે આપેલા ફ્લેટના સભ્યોએ અથવા રહીશોએ તથા ફ્લેટનો સંપૂર્ણપણે ધંધાકીય ઉપયોગ કરતા સભ્યોએ  તા. 1/4/2019ના નવા નાણાકીય વર્ષથી માસિક રૂ. 2000/- મેઇન્ટેનન્સ નિયમિત ચૂકવવું.
·        માસિક મેઇન્ટેનન્સ દરેક માસની એકથી દસ તારીખ સુંધીમાં ચૂકવવાનું રહેશે. મહિનાની દસ તારીખ પછી મેઇન્ટેનન્સ ચુકવનાર સભ્યએ મેઇન્ટેનન્સની બાકી રહેતી રકમ ઉપરાંત 10% દંડ પેટે ચૂકવવાના રહેશે.
·        વાર્ષિક એડવાન્સ મેઇન્ટેનન્સ ચુકવનાર સભ્યને એક માસના મેઇન્ટેનન્સના ડિસ્કાઉન્ટનો લાભ મળશે, અર્થાત  વાર્ષિક એડવાન્સ મેઇન્ટેનન્સ ચુકવનાર સભ્યએ વર્ષના 12  માસ પેટે માત્ર 11 માસનું મેઇન્ટેનન્સ ચૂકવવાનું રહે.

વાર્ષિક એડવાન્સ મેઇન્ટેનન્સ નીચે મુજબ રહેશે :
·        એવા સભ્યો કે જેમણે પોતાનો ફ્લેટ ભાડે આપ્યો નથી અથવા
જેઓ પોતાના ફ્લેટનો સંપૂર્ણ ધંધાકીય ઉપયોગ કરતાં નથી…….     રૂ. 11000/-
·        એવા સભ્યો કે જેમણે પોતાનો ફ્લેટ ભાડે આપ્યો છે  અથવા
જેઓ પોતાના ફ્લેટનો સંપૂર્ણ ધંધાકીય ઉપયોગ કરે છે…………..     રૂ. 22000/-

વાર્ષિક એડવાન્સ મેઇન્ટેનન્સ તા. 30/04/2019 સુંધી જ ચૂકવી શકાશે. તા. 30/04/2019 પછી વાર્ષિક મેઇન્ટેનન્સ ચૂકવનારને ડિસ્કાઉન્ટનો લાભ મળશે નહીં.

ઠરાવ નં. 6 સોસાયટીના અન્ય વિકાસકીય પ્રશ્નો બાબતે :
સોસાયટીના અન્ય વિકાસકીય કાર્યો જેવાકે દરેક બ્લોકની બાહ્ય દિવાલોનું કલરકામ, પાર્કિંગની જગ્યામાં નવું પૅવર ફ્લોરિંગ, સી.સી.ટી.વી. કેમેરાની સગવડ વિગેરે વિશેની ચર્ચા દરમ્યાન સી.સી.ટી.વી. કેમેરાની સગવડ તથા દરેક બ્લોકની બાહ્ય દિવાલોના કલારકામને પ્રાધાન્ય આપવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો. આ બન્ને કામોના અંદાજીત ખર્ચની માહિતી એકઠી કરી દરેક સભ્ય પાસેથી વહેંચાતો ફાળો એકઠો કરવાની કાર્યવાહી શરૂ કરવી અને સોસાયટીની વિકાસયાત્રા આગળ ધપાવવી.

ઠરાવ નં. 7 સોસાયટીના ચેરમેન/સેક્રેટરી/ખજાનચી કે અન્ય સભ્યની રજૂઆત બાબતે :
સોસાયટીના ખજાનચી શ્રી કિશોરભાઈ ભરૂચાએ સોસાયટીના વહીવટમાં સરળતા રહે તે માટે શ્રી ઉદયનભાઈ પટેલ (બી-3)ને સોસાયટીના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમવાની રજૂઆત કરી જેને સભામાં હાજર રહેલ તમામ સભ્યોનો ટેકો મળતાં શ્રી ઉદયનભાઈ પટેલ (બી-3)ની સોસાયટીના જોઈન્ટ સેક્રેટરી તરીકે સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી. 
--------------------------



લાગણીને સંબંધ સાથે શીખ્યા જોડતા 
મઠારી ખુદને શીખ્યા અન્યને  ઢંઢોળતાં
હરખાવ છો ભલે ખામીઓ બધી ગણાતાં
ખૂબીઓ બધી અમે એ ખામીઓમાં શોધતાં
બધા બહાર અમારું તમારૂં કહ્યા કરતાં
સદા આપણે આપણું કહી રહ્યા સ્વીકારતા



લાવ, લસોટીને બધા શબ્દોને, એક બનાવી દઉં
આ તારું ને આ મારુને, એકમેકનું બનાવી દઉં
હાથમાં હાથ મૂકી બધી રેખાઓ, એક કરી દઉં
ચાલ હવે તો બસ, બે ચાર ડગલા ચાલી લઉં
છે "એ" સાવ ઢુંકડો, હાથ વેંતનું  અંતર કાપી લઉં


ઘડે ઘાટ એ ઘડવૈયો
ખુદની સાથે ખુદ લડે એ લડવૈયો
સામા પૂરે તરે એ તરવૈયો
વાસે જઈ ભજન કરે એ નરસૈંયો
વહાલપની  વેણું છેડે એ બજવૈયો
નાભિમાંથી સૂર કાઢે એ ગવૈયો


"હું" માંથી "અમે"
અને
"મારા" માંથી "આપણા"
તરફ ગતિ થાય ત્યારે
સંબંધની રૂપેરી દીવીમાં
પ્રેમતત્વની જ્યોત આપોઆપ
પ્રગટ થાય છે






વ્હાલા સભ્યશ્રી,
છેલ્લા કેટલાક વર્ષોથી આપણા સગુન પ્લાઝાની સર્વાંગી વિકાસયાત્રા સભ્યોના સાથ સહકારને કારણે અવિરત આગળ વધી રહી છે. સોસાયટીમાં સ્વચ્છતા-મેઇન્ટેનન્સ તથા વિકાસના અભિગમને જાળવવાની બાબતે સોસાયટીની સામાન્ય સભામાં કેટલાક નિર્ણયો સર્વાનુમતે લેવાયા એ ખૂબ આનંદની વાત છે. સમગ્ર સોસાયટીના હિતમાં આ નિર્ણયોનું પાલન કરવું - કરાવવું એ તમામ સભ્યની ફરજ છે.
ચાલો નિયમોનુસાર આપણે
- લીલો-સૂકો કચરો વિભાજીત કરીને જ સફાઈ કામદારને અલગ અલગ આપીએ.
- વપરાશમાં ન હોય તેવા જુના વાહનો (કાર-ટુવિલર્સ કે સાયકલો)નો નિકાલ કરીએ.
- વપરાશમાં ન હોય તેવા વાહનો સાફ/સ્વચ્છ રાખીએ
- સોસાયટીના પાર્કિંગની જગ્યામાં માત્ર પોતાની માલિકીના વાહનો જ પાર્ક કરીએ
- રોજિંદા વપરાશમાં ન હોય તેવા વાહનો સોસાયટીમાં પાછળની જગ્યામાં પાર્ક કરીએ જેથી રોજિંદા વપરાતાં વાહનોને બહાર કાઢવામાં કે પાર્ક કરવામાં સરળતા રહે.
- કોઈ ધંધાકીય કે અગંત માલિકીની માલસામગ્રી સોસાયટીની પાર્કિંગની જગ્યામાં રાખીએ નહીં.
- સોસાયટીનો વહીવટી / મેઇન્ટેનન્સ ફાળો નિયમિત ચૂકવીએ.
- સોસાયટીની સ્વચ્છતા - મેઇન્ટેનન્સ તથા પાર્કિંગની બાબતે તમામ સભ્યોને સાથ સહકાર આપીએ.




કૈંક  નામો ઉછળે મારે આંગણે દરિયો થઈને
એક નામ તમારૂ એમાં આવે નાવ થઈને
કરાવે  સંસાર સાગર  પાર સફળ થઈને



અરે..અરે..! બંધ અંધારા દિલના ઓરડામાં બેઠું છે કોણ...?
દીપ જલાવી મારી હયાતીના અજવાળા પાથરે છે કોણ...?

હે જીવન, હું - તું અને ઈશ્વર, શું છે આ બધું....?
કદાચ ન સમજાય, ખાલી ધમાલ પણ હોઈ શકે...?
અરે..અરે..! બંધ અંધારા દિલના ઓરડામાં બેઠું છે કોણ...?
દીપ જલાવી મારી હયાતીના અજવાળા પાથરે છે કોણ...?

મનથી  મનોમન મુંઝાયો
પથ્થર સામે પથ્થર બેઠો
કોની અંદર ઈશ્વર બેઠો..?
જાણતો નહીં ફૂલોની કિંમત
હાથમાં છતાં લઇ અત્તર બેઠો


રોજ ઉંચકી એક બાજુ ગોઠવે છે મને કોણ...?
રોજ શોધું આ પ્રશ્નાવલી પૂછનાર મને કોણ...?

મળ્યો હાથ તારો તો લાગી તાળી
વિના રાસ નાચું  હું કરતાલ ઝાલી
ફકીરી તો છે કેવળ કાયાની ઓળખ
અમારે તો અંદરની જાહોજલાલી

મળ્યો છે હાથ તારો એટલે તો લગાવી તાળી
નથી કોઈ રાસ છતાં નાચું હું કરતાલ ઝાલી
દિવાલે દિવાલે દેખાય છે ચિત્રાવલી તારી
છતાં કોણ જાણે ઘર હજી કેમ લાગે ખાલી
સ્થૂળ કાયામાં મુંઝાતી માયા તને શોધતી
મારે તો માણવી છે અંદરની જાહોજલાલી








આપણી "સગુન પ્લાઝા" સોસાયટી અમદાવાદ શહેરના પ્રખ્યાત અતિ વિકસિત એવા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ વસ્ત્રાપુર વિસ્તારમાં બાંધકામનો ઉદ્યમ ખૂબ જ વિકસી રહ્યો છે પરિણામે બાંધકામમાં જરૂરી જમીંનની અછત વર્તાય છે. આપણી સોસાયટી આગળની બાજુએ વિશાળ રોડથી તથા  બાકીની ત્રણ બાજુએ પ્રખ્યાત સોસાયટી-એપાર્ટમેન્ટથી ઘેરાયેલ છે. સોસાયટીના તમામ સભ્યોના હિતાર્થે  બધા સભ્યો ભેગા મળી કંઈક સહિયારુ આયોજન અર્થાત રી-ડેવલોપમેન્ટ કે સામુહિક ફ્લેટ વેચાણ વિષે વિચારે એવું અમો નીચે સહી કરનાર તમામ સભ્યોનું માનવું છે. આ બાબતની શક્યતાઓ વિષે યથા યોગ્ય કાર્યવાહી કરવા સોસાયટીની વહીવટી કમિટીને નમ્ર વિનંતી.




તા. 01/04/2019 થી શરૂ થનાર 2019-20 નું નવું નાણાકીય વર્ષ ખુબ જ વેગથી ધસી રહ્યું છે. તે માટે માત્ર 15 દિવસ બાકી રહે છે. સોસાયટીનું નિયમિત મેઇન્ટેનન્સ ચુકવનાર સભ્યોએ તા. 31.03.2019 સુંધીનું મેઇન્ટેનન્સ ચુકવેલ છે.

સોસાયટીના તમામ સભ્યોને 2019-20 ના નવા નાણાકીય વર્ષનું મેઇન્ટેનન્સ નિયમિત ચૂકવવા નમ્ર વિનંતી.

સોસાયટીની સામાન્ય સભામાં સર્વાનુમતે લેવાયેલ નિર્ણય મુજબ :

ચુકી જાય એકાદ ધબકારો તો ચાલે એવુ છે..!
બીજુ મારે તમારા વિના ક્યાં બંધાણ એવુ છે..!!

સંગાથ

તારા સથવારે
આ જિંદગી થોડી આસાન બની
સમયની સાથે જો ને..
હું તું મટી આપણે બની ગયાં..
કદમથી કદમ મેળવ્યા વગર
ચાલ જળવાઈ
કયારેક આગળ પાછળ થતાં
તો પણ  ઉતાવળ નોતી
થોડે દૂર  જઈ રાહ જોવાતી
એકમેકનો હાથ પકડી..
શરૂ કરેલ યાત્રા..
અનેક પડાવો પરથી
જીવનના ઉતરાર્ધે પહોંચી

તારી પદચાપ
તારો સ્પર્શ..
તારા શ્વાસોની ગરમી
હુંફાળું આલિંગન
વ્હાલ વરસાવતી નજર
ને
તારા હાથ પર માથું રાખી
એ નિરાંતની પળો
કેટ કેટલું દ્રષ્ટિમાં સચવાયું
છતાં..
ધીરે ધીરે એક ઈચ્છા માથું ઉચકતી
અનંત સાથની..

સહિયારી જિંદગી...
છતાંય બંનેનું પોતીકું વજુદ
સાથે રહી પોતીકી ઉડાન
સંગાથી છતાં સંબંધની મોકળાશ
તારી આપેલ અણમોલ ભેટ
ના! પ્રિયે આ વ્હાલનો હિસાબ નથી
નથી સંબંધનું સરવૈયું

આતો વિતેલ જિંદગીને ફરી જીવવા
ઉડતી મૂલાકાત..
પળ પળના સંગાથી...
સાથ તારો જ ઝંખતી..

તો કયાંથી શરૂઆત કરશું...?
©

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૨/૧૨/૧૮

સોમવારની સવાર....
કમ્પ્યુટર ચાલુ કરતાં નજરમાં આવી ફોટોફ્રેમ......
અને શબ્દો સર્યા........

ૐ અહો પ્રભાતમ ......!
ૐ શ્રી આદિત્યાય નમઃ
સવારમાં સન્માર્ગે સકલલોકે
સુરમ્યભાવે સાક્ષાત સ્નેહ સેવે
સુપેરે સવિતાની સવારી......!!!





--------------

સ્નેહના ગુણાકાર કર્યા,
એકના અગિયાર.
વર્ષો પર પડ ના પડ ચઢયા,
અજાણ્યા બે મુસાફીર હમસફર બન્યાં.
સુખ-દુઃખ, ગમા, અણગમા ભૂલ્યા.
તારું મારું છોડી આપણું થયું,
સંઘર્ષે ઓળખાણ કરાવી.
સાચા સાથી બનાવ્યા.
કંઈ કેટલીય અડચણો, મુશ્કેલીઓ આવી ને ચાલી ગઈ.
તારીને મારી નિકટતા વધારતી રહી,
સપના પૂર્ણ કરવા હાથમાં હાથ લીધો.
અને પણ મંજિલ કયાં અલગ હતી!
સપ્તપદીના એ વચનો મૌન રહી નિભાવ્યા,
આજ આપણે એકબીજાની આદત બન્યા.
પ્રેમ, સ્નેહ, લાગણીઓ, ઈચ્છાઓ, શમણાંઓનો  સાથ છે
અને રહેશે પણ....ખરો !
હા, એકમેકના મિત્ર.....
મિત્રતા કાયમ પહેલી રહી......
જીવનસાથી....અને  પતિ પત્ની તો પછી .....
હું જ તારો  તો....
મારુ સમગ્ર તારું જને?
તો હવે..
શું આપું ...!
શું આપી શકું..?
આ મારા શબ્દ પુષ્પો તને અર્પણ..
ચાલ, જિંદગીનો ઉતરાર્ધ ...
એકમેક સંગ ...જીવી લઈએ...
મંજિલ તરફ પ્રયાણ કરી લઈએ....
સાત પગલાંથી શરુ કરેલ એ યાત્રાએ .....
કેટકેટલા વર્ષ પસાર કર્યા......
યાદ પણ શા માટે રાખીએ..?
આજ આપણી લગ્ન તિથી..
એ જ વચનો યાદ કરી લઈએ.
આજ મારું અસ્તિત્વ તારા જ થકી..
એ સ્વીકારી લઉં..!

------------------

જીવનપથ પર તારું મળવું બહુ ગમ્યું
સુની જિંદગીમાં તારું ભળવું બહુ ગમ્યું
સફરમાં અવનવી ઘટના તો ઘટતી રહી
અનુકૂલ બની સંગાથ આપવું બહુ ગમ્યું
આ પ્રવાસ બસ આમ જ ચાલતો રહે
ઈશ્વરનું અમૂલ્ય નજરાણું બહુ ગમ્યું
--------------------

વ્હાલા...............,
                     એક અલૌકિક,
                                     રંગોત્સવ મુબારક...!

રંગોનો ઉત્સવ હોય ને તમે  મને યાદ ન આવે  એવું બને ખરું ?  કેમ છે એવું આજે નહિ પૂછું તમને , કારણ કે, છેલ્લે મેઘધનુષી રગોમાં તમારા અસ્તિત્વને નિહાળ્યા પછી, મારા મનપ્રદેશમાં જામેલા રંગોત્સવમાં વેરેલો                   સોનલવર્ણો શિયાળુ તડકો
                   અને
               કડકડતી ધુમ્મસભરી સવારો,
મારા અસ્તિત્વને તમારા આનંદોત્સવનો અહેસાસ કરાવતી રહી છે.
 
મારો આનંદ, મારી પીડા કે હરખ-શોકની મારી કોઈ પણ અવસ્થાનું અસ્તિત્વ કદાચ હોય કે ન  હોય, પરંતુ તમે તો સદાબહાર.........! કદાચ એથી જ સમગ્ર શિયાળા દરમિયાન,  પીળો, સફેદ ને સોનેરી રંગ, તમે મને મોકલાવતા  રહ્યા................ રંગો સાથેની તમારી  આ પ્રીત મારા પ્રત્યેનો તમારો લગાવ નહિ તો બીજું શું છે...........? નહિતર, તમે  મોકલેલા શિયાળુ રંગોથી પાંપણની પેલે પાર, મારા મનપ્રદેશમાં મેં પૂરેલી રંગોળી અધુરી ન રહી જાય એ માટે રંગોના રાજા વસંતને રંગબેરંગી ફૂલો લઈને મારા સુધી તમે  મોકલો  ખરા। .. ?

રંગોત્સવના આ શુભ દિને મારા પ્રત્યેની તમારી આ પ્રીતના બદલામાં હું શું આપું તમને ? એક હૃદયના પ્રેમ રંગ સિવાય મારી પાસે જે રંગો છે એ તો બધાં જ તમારા  છે......છતાં ..બોલો, કયો રંગ આપું તમને ?

 - માત્ર તમારા જ રંગે.....રંગાયેલો છે તે,   


ફાગણના રંગીન ફાલ જેવી,
ફૂલોથી ઝુકેલી ડાળ જેવી,
મોકલું છું તમને ખોબો ભરીને
હોળીની રંગીન શુભેચ્છાઓ અબીલ-ગુલાલ જેવી...


નોંધઃ પાત્રમાં "વ્હાલા" પછી ખાલી જગ્યા રાખેલ છે. સૌ કોઈ પોતપોતાનું નામ લખી શકે.......કદાચ ઈશ્વર પોતે તે જગ્યામાં તેના અનેક નામોમાંથી એકાદ નામ મૂકી દે.......!!!



------------------

ક્યારે
      પહોચાશે
            પેલે પાર .??
એવું
વિચારતો નથી હવે;
બસ
હલેસા મારું છું
         કંટાળ્યા વિના
         થાક્યા વિના.....
હા.....,
મારી પાસે તો છે
           જળની હોડી
           પવનનો સઢ,
           ને
           પળ પળના
                 હલેસાં.....
          તેમાં વળી
                 તમારો
                       સાથ-સહકાર તો ખરો જ ...!
હવે તો
માત્ર.......
        હેઇસો........
              હેઇસો......
                   હેઇસો........
---------------------

વેડફાઈ અનંત ક્ષણો જીવતરની
અંતરાયો ભાળી ગયો ભીતરની
કારણ.........
તું  જ તું  ધબકાય છે શ્વાસમાં
તું  જ તું  વરતાય છે દેહમાં
તું  જ તું પડઘાય છે આભમાં
તું  જ તું છલકાય છે વહેણમાં
તું  જ તું વરતાય છે ઘટઘટમાં
તું  જ તું લહેરાય છે ૐકારમાં
તું  જ તું હરખાય છે ભીતરમાં
-----------------------
અજ્ઞાન નિંદ્રામાંથી ઉઠ,માણસ !
સત્યનો સંગ કરી લે  ,માણસ !

પ્રભુ પ્રાપ્તિ કરવી છે ? માણસ !
તો હરિ કીર્તન કરી  લે ,માણસ !

દુનિયા કાદવથી ભરી છે, માણસ !
ઝરણાના નીર શોધી લે,માણસ !

ઊંચે ચડવું કે ઊંડે પડવું છે ? માણસ !
ગીતાનું જ્ઞાન પામી લે ,માણસ !

અહીં  કોણ તારું  કે મારું છે ? માણસ !
મોહમાયાના પડતોડી લે  ,માણસ !

પ્રભુનો સર્જક કાળામાથાનો માણસ !
સત્યના દ્રાર ખોલી  લે માણસ !
------------------------------


નાશવંત "હું" ને શાશ્વત આધાર "તું"
મોક્ષમાર્ગનું પરમતત્વ માત્ર "તું"

નિરાધાર "હું" ને જિંદાદિલ "તું"
ઘનશ્યામનું ગીતગુંજન કરતો  "તું"

અસભ્ય "હું" પણ સહાનુભુતિદેતો "તું"
લૌકિક અલૌકિકનો મહામંત્ર "તું"

શોરબકોર કરતો "હું" છતાં આનંદોત્સવ કરાવતો "તું"
સીમાચિહનની દિવ્યનુંભૂતિ "તું"

તારીખિયાનું પાન "હું", ને સમયનો શણગાર "તું"
જગતગુરુ પરમાનંદ છે "તું"

શ્રદ્ધા,ભક્તિનો ભજનિક "હું", ને ઈશ્વરનો રણટંકાર "તું"
સર્જન શક્તિનું દિવ્ય તત્વ "તું"

------------------

"હું" જ છીણી
"હું" જ શિલ્પી અને
પથ્થર પણ "હું"
ઘડી લઈશ આકાર મારા જીવનનો
મારા મક્કમ મનોબળવાળા
કર્મોથી
----------------
તારું ને મારુ સરનામું ક્યાં છે જુદું ?
છતાં શા માટે શોધતો આમ ફરું  ?
-----------------
જે માણું જે ક્ષણ એ જ લાગે જીવન
બાકી ક્રિયા માત્ર એક નામે શ્વસન !

-------------------

અહો...! આ ધન્ય ધરતી...
પૃથ્વી પરમ પુણ્ય પ્રમાણ.....
ભોર ભયે ભૂપ ભાળું ભાણ......!
આશ્રય એનો અંબર આંબે......!!
-----------------------------------------------------

22મી એપ્રિલ 2016 નો દિવસ એટલે ચૈત્રી સુદ પૂનમનો દિવસ
હનુમાન જયંતીનો દિવસ ......હનુમાન દાદાની અવિરત કૃપાથી સગુન પ્લાઝાના આંગણે પાણીની પરબની
શરૂઆત  કરવામાં આવી હતી. સગુન નારી શક્તિ ગ્રુપ દ્વારા આ શુભકાર્ય શરુ થયું હતું.

આજ ચૈત્રી પૂનમના રોજ ખૂબ ખૂબ વિશેષ આનંદની લાગણી અનુભવાય છે કારણ આજે પાણીની પરબના શુભકાર્યને ત્રણ વર્ષ પુરા થાય છે. સોસાયટીના તમામ સભ્યોએ ખાસ કરીને સગુન નારી  શક્તિ ગ્રુપના સભ્યોએ આ શુભકાર્યની સફળતા માટે નાણાકીય સૌજન્ય  દ્વારા અપૂર્વ સાથ સહકાર આપ્યો છે. સૌનો સાથ સૌનો સહકાર એ સૂત્રની સાર્થકતા અનુભવાય છે.

આ તબક્કે પરબની કોઠીઓમાં પાણી ભરવાની સેવાના કાર્ય માટે સોસાયટીના પગી સુરેશ(બહાદુર)નો ખૂબ ખૂબ આભાર.....

બસ, આવો જ સાથ સહકાર મળતો રહે એજ અભ્યર્થના..........અને આભાર સહ..........
---------------

હું તો સદા વ્યસ્ત રહ્યો સોય લઇ સીવવા સંબંધોને,
પણ જો એમના હાથમાં કાતર ખુબ ધારદાર હશે તો.....?
--------------------------------------------

શબ્દોનો સહવાસ ભલે ઓછો થશે તો ચાલશે,
પણ લાગણીઓની લીલાશ તો કાયમ રહેવી જોઈએ .....

-------------------

છેલ્લા કેટલાક દિવસથી સોસાયટીમાં આવતા નર્મદાના પાણીમાં કાપ અનુભવાય છે. આ સંજોગોમાં પાણીનો કોઈ પણ પ્રકારે બગાડ કરવો હિતાવહ નથી. આથી સોસાયટીના તમામ સભ્યોને  જરૂર પ્રમાણે પાણીનો ઉપયોગ કરવા નમ્ર વિનંતિ.....

તમામ સભ્યોએ પોતાના ફ્લેટના નળ તથા ફ્લશ ચકાશી લેવાં જેથી કરીને પાણીનો બગાડ અટકાવી શકાય.
જો કોઈ ફ્લેટના નળ કે ફ્લશ દ્વારા પાણી બિનજરૂરી રીતે વહી જતું હશે તો તે ફ્લેટની પાણીની લાઈન બંધ કરી પાણીનો બગાડ અટકાવવો અનિવાર્ય થશે.

આપના સહકારની અપેક્ષા સહ.......

------------------------

ફેલાયા કરે,
છેતર્યા કરે,
સમય નામનો
આ ઘૂઘવતો દરિયો.....

હલેસા ઉપર હલેસા
માર્યા કરીએ પ્રારબ્ધના......

છતાં
ન અંદાજ આપે
કેટલા જોજન દૂર
છે સુખનો એ ટાપુ....!
---------------------------------

અંદર અંદર ઘૂંટાય છે શું ?
ને બહાર એ ઉભરાય છે શું ?
અર્થ અનર્થ રહેતો ઘૂંટાતો
પછી તો મૌન મૌન ચિતરાતો
આમનો સામનો કર્યા કરતો
પછી તો કાગળિયે ઠલવાતો
શબ્દે શબ્દે લાગણી ઝબોલતો
પછી કવિતા થઇ લહેરાતો

-----------------------------------------

તત્વ બની સત્વથી સંકળાયેલ હું !
બિંદુ બની સિંધુથી સંકળાયેલ હું !
અંત બની અનંતથી સંકળાયેલ હું !
પ્રભુ, આખરે તો તારો જ અંશ છું હું !

------------------------


તું  જ લઇ જા
અંધારેથી પ્રકાશે
મારા સ્વરૂપે


ખુદને તારી સાથે દીધો જોડી...!
ભવને તારા પર દીધો છોડી...!
-----------------
તારા વિચારમાં થયો હું તદ્રુપ !
સમષ્ટિ દિસે હવે તારા જ  રૂપ !!

-----------------------

પાદરમાં
ધૂળના =ગોટેગોટા વચ્ચે

આકાશમાં ફફડતી પાંખો
ફાંફાં મારતી આંખો
શોધ્યા કરે

ઝાડ ,
પાન,
ડાળી,
માળો......,

માળાના
બચ્ચાઓ........
-----------------------
પ્રેમ તો ઝંખે
દિવ્ય જાહોજલાલી
સંગી સંગાથે

ભાવ સંગાથે
સંપૂર્ણ સમર્પિત
આયખું આખું 

------------------------------

છેલ્લા કેટલાક સમયથી સોસીયલ મીડિયામાં બધા પાણી બચાવવા તથા બોરવેલ રિચાર્જ કરવાની અલગ અલગ પધ્ધતિઓના સંદેશાઓ પ્રચલિત થયા છે. પણ તેના અમલ માટે....?

હમણાં 10-12 અલગ અલગ સોસાયટીમાં તથા ફ્લેટોમાં ઘણાં મિત્રોને મળવાનું થયું અને જ્યારે પાણીની સમસ્યા વિશે વાત નીકળી ત્યારે જવાબ મળ્યા : "વરસાદનું ઘણું પાણી ગટરોમાં વહી બગડે છે, તે બચાવવાની પદ્ધતિઓ પણ જાણીએ છીએ પણ કોણ એ બધી માથાકૂટ કરે.....? કોની પાસે આ પધ્ધતિઓના અમલ કરવા/કરાવવાનો સમય છે....?"

સોસીયલ મેડીઅલમાં આ બાબતના સંદેશા મોકલાર તો કહે : "અમારું કામ સંદેશા ફોરવર્ડ કરવાનું....અમલ કરવાનું નહી." જાણે પાણીની સમસ્યા તો એમને નડવાની જ ના હોય.....?

આ તો ઠીક પણ......જયારે ભણેલા ડિગ્રીધારીઓ તથા બંગલાના માલિકો પણ આ બાબતે નિરુત્સાહ દર્શાવે ત્યારે....?

ત્યારે જવાબ માત્ર ભવિષ્ય ઉપર છોડવો રહ્યો.....ને.!

સમયના અભાવમાં......કદાચ કુદરતી સંપત્તિ ખોઈશું તો......?

------------------------
આપણા દેશના ગુરુઓ.....
જયારે પરદેશ જાય ત્યારે પોતાની ગાડીઓ શિષ્યોને ત્યાં પાર્ક કરવા મોકલે 
પછી ભલેને શિષ્યોની સોસાયટીમાં ગાડીઓ પાર્ક કરવાની હાડ મારી થતી હોય......?
શિષ્ય તો એની ફરજ બજાવે પણ ગુરુએ આ બાબતે સોસાયટીના બીજા સભ્યોને 
મુશ્કેલી પડે છે કે નહિ તેની ચકાસણી કરવી જોઈએ કે નહીં?

---------------------------

કહોને કોઈ આ પંથ લઈ જાય છે મને ક્યાં ?
ટોળે વળેલા વિચારો લઈ જાય છે મને ક્યાં ?
ખબર નથી તો પણ નીકળી જવાયુ  ક્યાં?
કયો ગેબી ઈશારો લઈ જાય છે  મને ક્યાં ?
તૂટ્યા ફૂટ્યા શબ્દો છે મારા સાથમાં
તારો સહારો પ્રભુ પહોંચાડશે મને ક્યાં ?
નથી છોડતો સાથ આ કિનારો ક્યારેય
રાહ જોઉં સામે કિનારે લઈ જઈશ ક્યારે ?

------------------------------------

બચપણના ઝૂલાનું  કંઈક એવું  તે સગપણ
નજર પડી તો યાદ આવી ગયું  તે વળગણ



~ ગૌરેશ
----------------------------

ખોડાયેલી
ખોડખાંપણમય
ખટરાગી
ખખડતી
ખણકતી
ખેપાની
ખેવનાઓ
ખૂંપે
ખૂંચે
ખખડાવે
ખાલીપાને
ખાલીખમ
ખોળિયાને

--------------------------------
ખીલેલી કળીમાં
ખીલતી કળીમાં
ખીલવાની કળીમાં
ખરેખર
ખોળ્યું
ખુશીઓનું રૂપ

કુમળી કળીના
કામણની કેવી કળા...!

-----------------------------------

વાંચી રહ્યો છું શું એ ખબર નથી......

શબ્દોના બંધારણ ભલે ના જાણું,
ભીતરના ભરેલા ભાવને તો જાણું...
-----------------------------

એપાર્ટમેન્ટ - બિલ્ડીંગ
ગોયલ પાર્ક પાસે,
જજીઝ બંગલો રોડ,
વસ્ત્રાપુર
અમદાવાદ


છેલ્લા કેટલાક દિવસોથી  મનમાં એક વિચાર ઘૂમ્યા કરતો હતો તે આપ સૌ મિત્રો સમક્ષ રજૂ કરવો કે નહિ તે બાબતે મન ખૂબ દ્વિધામય હતું.....અને આખરે આજે એની રજુઆત કરવા મન મક્કમ બની ગયું.

આપણું સગુન પ્લાઝા છેલ્લા ઘણાં વર્ષોથી 72 કુટુંબોને આશરો આપી પોષી રહ્યું છે. સગુન પ્લાઝા સોસાયટી એવી પવિત્ર ભૂમિ ઉપર સ્થપાઈ છે જ્યાં રહેતા દરેક વ્યક્તિએ  એક નહિ તો બીજા પ્રકારે  પ્રગતિ સાધી છે. 
સોસાયટીમાં પ્રવેશતાં  જ હાશકારો અનુભવાય એવા આ "સગુન પ્લાઝા" વિશે  આપ સૌ મિત્રોના મનોભાવ
જાણવાની ઉત્સુકતાના પરિણામે આ પરિપત્ર લખવાની પ્રેરણા મળી.

આપ સૌ સગુન પ્લાઝા માટે, તેના રહીશો માટે, તેના વહીવટીકર્તાઓ માટે કોઈક ને કોઈક સારી કે નરશી લાગણીઓથી  તથા ગમા-અણગમાથી  ઘેરાયેલા હશો એ સ્વાભાવિક છે. વળી  સમગ્ર સોસાયટીના ભવિષ્ય માટે પણ આપ સૌના મનમાં કંઈને કંઇ મનોકામનાઓ પણ હશે.  સાથે સાથે કેટલીક ટીકા-ટિપ્પણી અને સૂચનો પણ હશે. આ તમામ મનોભાવની બાબતની જાણકારી સોસાયટીના વહીવટકર્તાઓને થાય તો તે સોસાયટીના રહીશોના હિત માટે માર્ગદર્શક બની શકે.

આપ સૌ મિત્રો "સગુન પ્લાઝા" વિશે  આપના મનોભાવ 20-25 વાક્યોમાં લખી મોકલી આપશો તો ખુબ આનંદ થશે.





---------------------

રે પંખીડા....
ખુલ્લું છે મારુ ઉપવન....
સુખથી ચણ ચણો....
સાથે ગીત કાંઈ ગાવો ....
કલશોર કરીને નાચો...

-------------------------------------

હા....હા...આવ્યો છે અષાઢ

વાદળ ગરજાવતો, વીજળી ચમકાવતો  ,
અનરાધાર મધુરો મેહુલો વરસાવતો

ધરતી મહેંકાવતો મહેંક મહેંક
દિલડુ  ધડકાવતો ધડક ધડક

હા...હા...દેખાયો
પ્રેમરસ પ્રસરાવતો,
વ્હાલપ વહાવતો,
ભીંજાતો....ભીંજવતો,
ટહુકા કરતો પેલો મોરલો.......




આવ્યો છે અષાઢ



જગને  ચલાવતો જગન્નાથ
નગર  ઘૂમતો  સાથોસાથ
---------------------------------
ચાલો ચાલો રમીએ હોડી હોડી
વરસે  વરસાદ મુશળધારે
ઝરણાં નાનાં જાય દોડી દોડી
પપ્પાના  છાપા નક્કામાં લાગે
કાપી કૂપીને કરીએ હોડી હોડી
સાદી સઢવાળી, નાની ને મોટી
મૂકી પવનમાં છોડી છોડી
ખાલી ઊંધી વળે તો
પાંદડાને ફૂલ ભરી તોડી તોડી
ફરો દરિયાપાર પરીઓના દેશમાં
સૌથી પહેલી દોસ્ત મારી હોડી
---------------------------------

કૃષ્ણપક્ષની
કાળી રાત્રીએ
કાળા
કેશવાળી
કમનીય
કામણગારી
કાયાવાળું
કોણ
કળાય ?

કદાચ
કદમવૃક્ષનો
કાનુડો ….


કાનુડાનો "ક" કેવો …..?

-------------------------
હે ગણેશદાદા,
ફૂલો નથી છતાંય બહેકે છે મન,
મહેંકતા સૌ  સગુનવાશીઓ  તારા અણસારે અણસારે,
અમિભર્યા નયને સર્વે નિહાળે તને
સાથ સૌનો પામે સગુનવાશીઓ  તારા અણસારે અણસારે,

અજાણી કેડીથી પાછું વળે છે તન
અડગતા સૌની સગુન તારા અણસારે અણસારે,
અમિભર્યા નયને સર્વે નિહાળે તને
પ્રણય ઉપજે  સગુન તારા અણસારે અણસારે,
અનેરો આનંદ ધબકે અમારે ઉરે 
સાથ સૌનો પામે સગુનવાશીઓ  તારા અણસારે અણસારે,
હે….સગુન ,


----------------------------------------------------------

નિપેશ પટેલ
તા. 15/07/2019


શ્રી દિપકભાઈ / શ્રીમતી કૃતિકાબેન,
સગુનપ્લાઝા સોસાયટીમાં ફ્લેટ નં. સી-103 ના આપ મલિક હતા પરંતુ છેલ્લા કેટલાક માસ પૂર્વે આપશ્રીએ આપનો ફ્લેટ શ્રી અમિતભાઇ જડીયાને વેચાણ કરી ફ્લેટનો કબ્જો શ્રી અમિતભાઈને સોંપી દીધેલ છે, જેને કારણે આપનું સભ્યપદ સોસાયટીમાંથી રદ કરવામાં પણ આવેલ છે.

જાણવા મુજબ કેટલાક સંજોગોને કારણે આપશ્રીએ આપનો કેટલોક સામાન શ્રી ઈ. સોલોમન (ફ્લેટ નં. 201)ના ફ્લેટમાં કામચલાઉ અંગત સંબંધથી મૂકી રાખેલ છે જેની સામે સોસાયટીના કોઈ પણ સભ્યને વાંધો હોઈ શકે નહિ તે સ્વાભાવિક છે.

પરંતુ સાથે સાથે આપે આપનું ફોર વિલ્હર વાહન  તથા ટૂ વિલ્હર વાહનો છેલ્લા કેટલાક દિવસોથી સોસાયટીમાં બીનજરૂરી પાર્ક કરી રાખેલ છે. જેને કારણે સોસાયટીના બીજા સભ્યોને પોતાના પાર્ક કરવામાં અગવડતા પડે છે. અને આ બાબતે કેટલાક સભ્યોએ વાંધો પણ રજુ કરેલ છે. સોસાયટીમાં હાલ ફોર- વિલ્હરની જે સંખ્યા છે તેના પ્રમાણમાં તેને પાર્ક કરવાની જગ્યા ખુબ મર્યાદિત છે એ બાબતથી આપ સુવિદિત છો જ.

આથી આપના તમામ વાહનો સોસાયટીમાંથી તાત્કાલિક ખસેડી લેવા નમ્ર વિનંતી...…. 
----------------------------------------------

ઘાટ ઘડે તે ઘડવૈયો..
મુજ અણઘડ પિંડને ઘાટ આપનાર
તમામને વંદન


તારા બનાવેલ દરેક અણુ
મારા માટે જ્ઞાનદાતા બની રહે…...
--------------------------------------------------------------

આજે  ગુરુ પૂર્ણિમાનો દિવસ. ગુરુની વંદના કરવાનો દિવસ છે.
ગુરુની વંદના - સેવા કરવી જોઈએ. માત્ર આજે જ નહિ પણ
પળે પળે ગુરુની સેવા કરવી એમ શાસ્ત્ર શીખવે છે.
પરંતુ ગુરુની સેવા કરતાં કરતાં ધ્યાન રાખવું કે આપણી આજુબાજુ
સંકળાયેલ સમાજની કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની
કનડગત થતી તો નથી ને….?
કોઈને કનડગત થાય, કોઈ તકલીફમાં મુકાય તો ગુરુ કેવી રીતે
રાજી રહી શકે.…..?

------------------------------------

હે મેહુલા..,
તારી
તરફેંણ
કરતાં  - કરતાં
અમે જે
ટહુકા વેર્યા'તા ….

બધા
આજે "ચીસ" બની
પડઘાય છે…..


ઉપરનો પાણીના બગાડનો મેસેજ તા. 7-7-19 ના રોજનો છે.
અને એ દિવસે બી - બ્લોકના તમામ સભ્યોએ પાણીના બગાડની
નોંધ લીધી હતી. પછી કેવી રીતે ખોટી વાત કહેવાય.....?

----------------------------------

કલમ
કોતરે
કૌશલ્યને
કાગળ પર
કરામત
કેટલી
કરે….?

કલમ કહે :
કાગળ કોરું કાં…?
કાગળ કહે :
કરે કોઈ
કવિતા
કાળી કામણગારી....
--------------------------------

ખુબસુરત હોય
ખળખળ સ્મિત કાયમ રહેતું હોય
ખુશ્બુ પ્રેમની પ્રસરાવતું હોય
ખુશનસીબ આપણે સૌ, કે
ખરેખર આપણી સાથે
ખુદબખુદ ગુલાબ એ રહે.

"ખ" ની ખરેખરી ખમ્મા …...
--------------------------------
બ્લોક-બી ની પાછળની સાઇડે ગટરની પાઇપ લાઈનના  રિપેરીંગને કારણે ફ્લેટ નં. બી -1, બી -2, બી -101, બી -102, બી -201, બી -202, બી -301, તથા બી -302 માં પાણી પુરવઠો બંધ કરવામાં આવેલ છે. ઉપરોક્ત ફ્લેટમાં માત્ર રસોડાની પાણીની લાઈન બંધ કરેલ છે. સહકારની અપેક્ષા સહ……..

--------------------------

વર્તમાન ચોમાસામાં અસ્વચ્છતાને  કારણે રોગચાળો ફેલાવાની શક્યતાઓ છે. માટે વપરાશમાં ન હોય તેવા ફોર - વિલ્હર વાહનોને સમયાંતરે ફરતું રાખવું જેથી કરીને વાહન નીચે કચરો-પાણી  એકઠા  ન થાય.

એપાર્ટમેન્ટ



નહાલચંદ લાલુચંદ લી. વિ. પંચાલી સહકારી હાઉસિંગ સોસોયટી લી. (A.I.R. 2010 SC 360707) માનનીય સુપ્રીમ કોર્ટનો ચુકાદો.

--------------------------------------
મળશે મળશે ને મળશે
પથ્થરમાં પણ ઈશ્વર મળશે
શ્રદ્ધા ભરપૂર હશે જો હૃદયમાં,
ઝેર જીરવ્યા હશે જો જીવનમાં
તો
ફળશે ફળશે ને ફળશે
મહેનતથી હર ઈચ્છા ફળશે.


શબ્દો સમજાય
અને વાગે નહિ
સંબંધ સચવાય
અને મન મરે નહિ
પછી તો
સર્વત્ર સાથ અને સહકાર જ
----------------------
તાજેતરમાં જ્યારે વડોદરા શહેર વરસાદી પાણીમાં ઘેરાયેલું હતું ત્યારે પુનાના પ્રસિદ્ધ બિલ્ડર શ્રી હિતેષભાઇ જૈન સાથે  મુલાકાત થઈ. પચ્ચીસ વર્ષ પૂર્વે હિતેષભાઈએ પૂનામાં વિઠ્ઠલ પાર્ક નામના ફ્લેટ  બનાવેલ. હજી આજે પણ તેઓ ત્યાં જ રહે છે. આ વિઠ્ઠલ પાર્કમાં કુલ 4 બ્લોક અને 48 ફ્લેટ. શ્રી હિતેષભાઇ આ વિઠ્ઠલ પાર્ક સોસાયટીના ચેરમેન પણ છે અને વર્તમાનમાં સોસાયટીનો વહીવટ તેમના નેતૃત્વમાં જ  થઈ રહ્યો છે.

મુલાકાત દરમ્યાન હિતેષભાઇ આગળ સોસાયટીના રી-ડેવલોપમેન્ટ અથવા સમગ્ર સોસાયટીના આઉટ રાઈટ સેલ વિશેનો પ્રશ્ન છેડાઈ ગયો. અને હિતેષભાઈએ તેમનું મંતવ્ય આપ્યું :
"જે  સોસાયટીના સભ્યો
એકબીજા સાથે હળીમળીને રહેતાં ન હોય,
સહકારની ભાવના ન હોય,
સોસાયટીએ બનાવેલ નિયમોનું પાલન કરવામાં આનાકાની કરતાં હોય,
સોસાયટીનો વહીવટી ફાળો ચુકવવાની દરકાર રાખતા ન હોય,
સોસાયટી ગંદકીથી ખરડાતી હોય,
સોસાયટીમાં પાર્કિંગ અવ્યવસ્થિત રહેતું હોય ,
ત્યાં અમે બિલ્ડરો એ સોસાયટીની જગ્યાના કોઈ પણ પ્રકારના ડેવલપમેન્ટ માટે કેવી રીતે વિચારીએ ? આવી જગ્યા આઉટ રાઈટ સેલ માટે પણ  કેવી રીતે લાભકારક બની શકે ? ડેવલપમેન્ટ માટે જગ્યાની કિંમતની સાથે સાથે બીજા ઘણા બધા પરિબળો વિચારવાના હોય છે. સ્વાભાવિક છે આવી સોસાયટીના સભ્યોએ ભવિષ્યમાં સહન કરવું જ રહ્યું.  "

હા….તેમના વિઠ્ઠલ પાર્કની હાલની પરિસ્થિતિ વિશે પુછતા તેમણે જણાવ્યું કે તેમના વિઠ્ઠલ પાર્કમાં વહીવટી ફાળો બાકી હોય તેવા એક પણ સભ્યનું નામ નથી. એટલે  બીજા પ્રશ્નોનો જવાબ આપોઆપ મળી ગયો.
ટૂંકમાં કહું તો શ્રી હિતેષભાઇની મુલાકાતથી ઘણું ઘણું શીખવાનું મળ્યું.
------------------------------

આપણાં વચ્ચે કંઈક તો છે.
કંઈક હું કહી નહીં શકુ
અને
કંઈક તું સમજી નહીં શકે.
-----------------------------------------

આ સંજોગોમાં દરેક સભ્યએ સોસાયટીમાં માત્ર પોતાની માલિકીનાં જ વાહનો પાર્ક કરવાં અત્યંત જરૂરી છે. બીજા સગા-સબંધી કે મિત્રોના વાહનો સોસાયટીમાં પાર્ક કરવાથી પાર્કિંગની જે કાંઈ પણ ઉપલબ્ધ વ્યવસ્થા છે તે ખોરવાઈ શકે છે. પાર્કિંગનો પ્રશ્ન એકબીજાના સાથ-સહકાર વિના ઉકેલવો મૂશ્કેલ છે.

વાહનોની સંખ્યાના પ્રમાણમાં પાર્કિંગની જગ્યા મર્યાદિત હોવાને કારણે પાર્ક કરેલ વાહનની આગળ પાછળ વાહન પાર્ક થતું હોય છે. આ સંગોજોમાં દરેક સભ્ય પાસે સોસાયટીના દરેક સભ્યનો ટેલિફોન નંબર તથા તેમના વાહનોનાં નંબર હોવા જરૂરી છે જેથી જે તે સભ્યનો સંપર્ક કરી શકાય.

વળી સોસાયટીના પાર્કિંગમાં વપરાશમાં હોય તેવા વાહનો સોસાયટીમાં અસ્વછતા ઉભી કરે છે આવા નહિ વપરાતા વાહનોની નીચે કચરો તથા પાણી એકઠા થઇ ગંદકી ઉત્પન્ન  થાય અને રોગચાળો ફેલાઈ શકે. તેથી માટે વપરાશમાં હોય તેવા ફોર - વિલ્હર વાહનોને સમયાંતરે ફરતું રાખવા જરૂરી છે.  

  શું આપ ઈચ્છો છો કે :
આપણું  સગુન પ્લાઝા ગંદકીથી ખરડાયેલું રહે…..?
આપણા સગુન પ્લાઝામાં રોગચાળો ફેલાય …?
આપણા સગુન પ્લાઝમા પાર્કિંગની અવ્યવસ્થા ઉભી થાય…..

આપ સૌનો જવાબ "ના" જ હશે એ સ્વાભાવિક છે.
હોય
-------------------------

ક્ષણે  ક્ષણે  સરકતી આ જીંદગી
પળે  પળે  ધબકતી આ જીંદગી
ઝરમરતા નીર જેવી ખળખળતી
રણઝણ રણઝણ રુહે રણકતી
ભાવસાગરે  જીવન નૈયા વહેતી
સુખ દુઃખના તટે એ જીંદગી રહેતી
સફરને હર પળ હરખથી માણતી
રેત સમી સરકતી આ જીંદગી
--------------------------------------------------------

સોસાયટીના દરેક સભ્યને આ તમામ નિયમોની જાણકારી તો છે જ. વળી નિયમોનું વ્યવસ્થિત પાલન કરવા - કરાવવાના સંદેશાઓ વહીવટી કમિટી સોસાયટીના દરેક સભ્યને સમયાંતરે વોટ્સએપ દ્વારા મોકલે છે. શક્ય હોય ત્યારે આ સંદેશાઓ સોસાયટીના દરેક બ્લોકની સીડી પાસેના નોટીસબોર્ડ ઉપર પણ મુકવામાં આવે છે.

આમ છતાં અમુક સભ્યો સોસાયટીના નિયમોનું પાલન કરતા નથી. (જેમ કે સમયસર મેઇન્ટેનન્સ ફાળો ન આપવો, વાહનો વ્યવસ્થિત પાર્ક ન કરવા, પોતાની માલિકી સિવાયના સગા / સંબંધી / મિત્રો કે ગુરુજીના વાહનો પાર્ક કરવા, પોતાનો અંગત સમાન પાર્કિંગની જગ્યામાં મૂકવો, વપરાશમાં ન હોય તેવા વાહનો અસ્વચ્છ રાખવા) સોસાયટીના નિયમોનું પાલન ન કરવાના કારણે સમગ્ર સોસાયટીમાં ઘણી બધી અવ્યવસ્થા અને અસ્વચ્છતા  ઉભી થાય છે અને પરિણામે સોસાયટીના તમામ સભ્યોને વિના કારણે સહન કરવું પડે છે. સાથે સાથે સોસાયટીના સભ્યોએ ઉમળકાભેર  અપનાવેલ  "સૌનો સાથ - સૌનો સહકાર"  સૂત્ર
ખોટું બની જાય છે.

સોસાયટીના નિયમોનું પાલન કરવા-કરાવવાના સંદેશાઓ તૈયાર કરવામાં ખુબ જ માનસિક  વ્યથા ભોગવવી પડે છે. કોઈ પણ સભ્યના નામનું સીધું સંબોધન કર્યા વિના સંદેશાના દરેક શબ્દનો અર્થ સમજાય,  સભ્ય સાથે સંબંધ સચવાય અને સોસાયટીનું હિત જળવાય એવું વહીવટી કમિટી ઈચ્છે છે.

શું આપણે આપણી સોસાયટી સ્વચ્છ રાખવી છે…..?
-------------------------

કુતરાઓને કારણે સીડીમાં થતી ગંદકી રોકવા જાળી કરવી જરૂરી છે.
---------------------------------
અરે...આજકાલ પાર્કિંગમાં જગ્યા મળવી અઘરું થઈ ગયું છે.
એક તો જગ્યા ઓછી હોય તેમાંય વળી બિનરહિશોના વાહનો
અને કેટલાક પડતર ન વપરાતાં વાહનો...પછી શું થાય….?
-----------------------------

આવવું કે ન આવવું એ તો તારી મરજી છે વ્હાલા,
"संभवामि युगे युगे " એવું તો  તે કહ્યું હતું ને....
હશે…"હરિ ઈચ્છા બળવાન" એ જ સ્વીકારવું રહ્યું...

----------------
કાનુડા...…. ઓ.. કાનુડા...….
કાનુડા તું માખણ ખાવા આવતો રહે જે  રે…..
સગુન  છે મારુ ગોકુલ જેવું ગમશે તને રે…..

તારા આગમનથી અમે અનુશાસન જાળવતા તો થઈશું જ
--------------------------------------
ક્યાં છે મારે કોઈ ફરિયાદ ?
સંભળાવું માત્ર વાંસળીનો નાદ

-----------------------------
વેણું વગાડતો.....વેણું વગાડતો......
આયો યશોદાનો લાડકો.......
માથે છે મોરપીંછ કેડે કંદોરો
હળવે હળવે કાનુડો આવતો....

------------------------------
કાનાને માખણ ભાવે રે.....
કાનાને મિશ્રી ભવભાવે રે....
-------------------

આરોગ્ય વિભાગ
વાહકજન્ય રોગ નિયંત્રણ
તમારા જ ઘરમાં, તમારી જ પોળમાં, તમારી જ સોસાયટીમાં,
"તમારો દુશ્મન  - ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવનો મચ્છર"
તમામ પ્રકારની ટાંકીઓ, રેફ્રિજરેટર ટ્રે, ફૂલદાનીઓ, પક્ષી ચાટ, સાફ રાખો
ધાબા પર કે ઘરની આસપાસ પાણીનો ભરોવો અટકાવો
આપનું વાહન એક જ જગ્યાએ લાંબા સમય સુંધી પાર્ક ના કરો
પાર્ક કરેલા વાહનોની આસપાસ કે વાહનોની નીચે કચરો તથા પાણી જમા થતું અટકાવો

શરીરના તમામ અંગો ઢંકાય તેવા વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખો 
આપના સફાઈ કામદારને લીલો તથા સૂકો કચરો વિભાજીત કરી આપો
જાહેર રસ્તા ઉપર કચરો ના નાખો

આપનું આંગણું, પોળ, સોસાયટી કે એપાર્ટમેન્ટ સ્વચ્છ રાખશો તો આપણું શહેર આપોઆપ સ્વચ્છ બનશે
સ્વચ્છતા એ આપણા સૌની જવાબદારી છે
-----------------------------
ઉપરોક્ત મેસેજના અનુસંધાનમાં જણાવવાનું કે :
1. આ મેસેજ અલગ અલગ સોસાયટીઓના ચાર બ્રોડકાસ્ટ ગ્રૂપમાં મોકલવામાં આવ્યો છે, કોઈને સ્પેશિયલ વ્યક્તિગત મોકલેલ નથી.
2. જે વાહનો વપરાતાં ન હોય અથવા જે વાહનો બિનરહીશના હોય તે બધાને માટે છે.
3. કોઈની પણ સામે આંગળી ચિંધ્યા વિના નિયમિતતા, સ્વચ્છતા તથા વ્યવસ્થા જળવાઈ સાથ - સહકારનું વાતવરણ બની રહે  એવો આશય રાખવામાં આવ્યો છે.

જ્યાં સુંધી આપણા સગુન પ્લાઝાની વાત છે તો આપશ્રીને જણાવવાનું કે હું કે મારા ઘરના સભ્યો  સગુન પ્લાઝામાં કાયમ રહેતા નથી. તો પછી શા માટે કોઈના પણ નામનો ઉલ્લ્લેખ કરી કોઈ પણ પ્રકારનો વાદવિવાદ કરવો? સોસાયટીના સભ્યોમાં "આપણાપણા" ભાવના હશે તો બધા ભેગામળી નિયમિતતા, સ્વચ્છતા તથા વ્યવસ્થા જાળવશે…..નહીં તો બધા સભ્યો અનિયમિતતા, અસ્વચ્છતા અને અવ્યવસ્થાના વિપરીત પરિણામ ભોગવશે…..તે તો સ્વીકારવું જ રહ્યું. મારુ કાર્ય માત્ર સાથ - સહકારની ભાવના માટે સભ્યોને પ્રોત્સાહિત કરવા એ જ છે. 

ઉપરોક્ત સ્પષ્ટતાથી આપને કોઈ પણ પ્રકારના દુઃખની લાગણી થઇ હોય તો ક્ષમા કરશો......

-------------------

સ્ટાઇલ તો એવી કે જાણે કોમ્પ્યુટરનો જાણકાર હોય …..

-------------------
પ્રવીણભાઈ, મને લાગે છે કે આપ મારી સ્પષ્ટતાને બરાબર સમજ્યા નથી. કદાચ હું ખોટો પણ હોઈ શકું.
મેં જણાવ્યું તેમ મેસેજ  : (2) જે વાહનો વપરાતાં ન હોય અથવા જે વાહનો બિનરહીશના હોય તે બધાને માટે છે. હવે દરેક વાહનવાળાએ પોતે વિચારવાનું છે કે (1) વાહન રોજિંદા વપરાશમાં છે કે નહીં. (2) વાહન સોસાયટી માટે બિનરહીશનું છે કે પોતાની માલિકીનું? મને ખબર નથી કે આ બાબતો આપશ્રીને લાગુ પડે છે કે નહીં. રહી વાત ચોખવટની.....તો હું એટલું જ કહીશ કે હાલના તબક્કે હું આપની પાસે કોઈ પણ પ્રકારની ચોખવટનો આગ્રહ રાખી  શકું નહીં, મને તે બાબતનો હક્ક પણ નથી. આશા રાખું કે આપણી વચ્ચે આ મુદ્દાની ચર્ચા પર અહીં જ પૂર્ણવિરામ મુકાય....

ફરીથી એક વાર ઉપરોક્ત સ્પષ્ટતાથી આપને કોઈ પણ પ્રકારના દુઃખની લાગણી થઇ હોય તો ક્ષમા કરશો......

-------------------------------

ખાલી બાંકડો  
સૂનકાર ભાસતી 
અટુલી સંધ્યા 

ખાલીપણું આ કેવું ભાસે? શેનો અભાવ છે આ?

ખુલ્લે ખુલ્લી પીઠ ઉપર ધગધગતા તડકા વેઠયા તે 
કેમ ધબકતું રાખ્યું સગુન એ જીવ તારો જાણે છે 
પોતાના હિતમાં મસ્ત એવા વાંધા વચકા વેઠયા તે 
ઝંઝટો  મૂકી દિવ્ય આભા પ્રગટે એ આશા તારી  છે
-----------------------------

જયારે એવું બને ત્યારે કે :
પોતાના ફ્લેટના દરવાજા પાસે કોઈ કુતરું ગંદકી કરે તો જે તે ફ્લેટના સભ્ય તરફથી સોસાયટીની વહીવટી કમિટીને યોગ્ય પગલાં લેવાનું સૂચન થાય. પરંતુ તે ફ્લેટની સીડી પાસે કોઈ સભ્યનો અંગત સરસામાન કેટલાય સમયથી પડી રહ્યો હોય અને  સોસાયટી સ્વચ્છ રાખવામાં અડચણ રૂપ થતો હોય તો આખા બ્લોકના સભ્યો શાંત રહે…..?
આને શું કહેવાય : મારાપણાની ભાવના  કે આપણાંપણાંની ભાવના ….? પોતાના ઘરનું આંગણું ચોખ્ખું રાખવું છે…….પણ સોસાયટી...…?


--------------------------

પ્રાતઃ કાળે કોમ્પ્યુટ ચાલુ કરતાં જ સ્ક્રિન સવેરનો ફોટોગ્રાફ જોતાં કંઈક બોલાઈ ગયું।
ભલો ભલો ભાણ ભયો ભરપુર ભલી ભાતે !
 ધીંગી  ધરાનો  ધણી,  ઉગ્યો  ઉગમણી વાટે !


અરે...સાંભળે છે? જરા એ.સી. ની સ્વીચ ચાલુ કરજે ને...
લાઈટ બિલ તો ભરાઈ જશે.
આપણે ક્યાં સોસાયટીનું મેઇન્ટેનન્સ ચૂકવવું છે.
અને હા...પેલા છગનકાકાને ગાડી સાફ કરવાનું પણ કહી દે ને…



ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ, આપનું આ કાર્ટૂન સોસાયટીના અમુક સભ્યની મનોવૃતિ દર્શાવી જાય છે. લાઈટ બિલ ચૂકવી શકાય, ગાડી રાખીને મેઇન્ટેન કરી શકાય, પણ સોસાયટીના મેઇન્ટેનન્સની ચુકવણી  માટે જરા પણ તૈયારી નહિ...!!!

આ કર્યા કરાવેલા નખરાને શું નામ આપવું ????
------------------------
પ્રકૃતિનો પ્રતાપ પ્રતિબિંબે પડઘાયા કરે
નાસમજ નર નારી નવાઈઓ નોંધ્યા કરે

-------------------------------------

પ્રકૃતિએ ઓઢી અમુલ ચૂંદડી,
એનો પાલવ પણ લાગે અનેરો
શબ્દ બને શૂન્ય એને વખાણી
આખા આલમનો  છે એ બસેરો
-----------------------
શોધજો મને
ભીની ભીની લાગણીઓમાં સુક્કી વ્યવહારિકતામાં  તો
હું નહીં જ મળું....

શોધજો મને
નજીકથી હૃદયની મોકળાશમાં
જોજનો દૂર વિસ્તરેલી દુરતામાં તો
હું નહીં જ મળું....

મારૂ  મૌન છે
ભીની ભીની વાતોથી ભરપૂર
અર્થહીન શબ્દોમાં તો
હું નહીં જ મળું....

બોલતો બાંકડો :

-----------------------------------------------

થોડાક વર્ષ પહેલાની વાત છે. ધંધાકીય કામકાજને કારણે ગોંડલ મારા મિત્રના ઘરે અઠવાડિયું રોકાવાનું થયું હતું.  શરૂઆતના બે દિવસ બાદ મિત્રના પત્નીને અચાનક પિયર જવાનું થયું પણ ત્યારબાદ ઘરનું તમામ કાર્ય મારો મિત્ર વિના સંકોચે પુરેપુરી આત્મીયતાથી કરતો. રોજ સવારે ચા બનાવે, બપોરનું તથા સાંજનું જમવાનું બનાવે, કપડાં વાસણ ધોઈ બરાબર ગોઠવી દે, સાથે સાથે તેના ત્રણ વર્ષના પુત્રને રમાડી તેની દેખભાળ પણ લેતો. મારા રોકાણના દિવસો દરમ્યાન તેણે એની દુકાનનું કામકાજ સંપૂર્ણપણે દુકાનના કર્મચારીને સોંપી દીધેલું.
છેલ્લા દિવસે જયારે અમદાવાદ પરત આવવાનું હતું ત્યારે સાંજના સમયે ત્યારે અનાયાસે મારાથી પુછાઈ ગયું, "અલ્યા મન્યા, રોજ સવારે બનાવેલી તારી ચા એટલી કડક અને મીઠી હોય છે કે તેનો નશો આખો દિવસ રહે છે. વધુ ગળપણ વગરની મીઠાશ અને વધુ કડવાશ વગરનું કડકપણું તું કેવી રીતે લાવી શકે છે.?
અને મને જવાબ મળ્યો : "યાર, ચા બનાવતી વખતે મારી આજુબાજુના સમાજના સભ્યોએ  મને જે સાથ-સહકાર આપ્યો છે તેના વિચારોમાં ખોવાઈ જાઉં છું, મતભેદ હોવા છતાં મનભેદ વિનાનો સુમેળભર્યો એકબીજા પ્રત્યેનો વ્યવહાર એ લોકોના સ્નેહની સરિતા સમો મને લાગે, અને એ તમામ વિચારોની મીઠાશ ચા માં ભળી જાય છે. બસ આજ કારણ છે ચા કડક અને મીઠી બનવાનું."
આટલું કહી મન્યો શાંત થઇ ગયો…..પણ થોડી વાર પછી પાછો  ગણગણ્યો,
"મારે તો પ્રેમનો પર્યાય બની જવું છે.
મારુ નામ એવું હોય
કોઈ નામ બોલે ને પ્રેમ સમજાય,
બોલે પ્રેમ ને મારુ નામ યાદ આવી જાય.
નામ ત્યજી ખોવાઈ જાઉં પ્રેમથી પ્રેમમાં.
સાથ સહકારમાં સરકે સ્નેહની સરિતા."

આજે એવું લાગે છે મન્યાનો એ ગણગણાટ ઘણું બધું સમજાવી ગયો.
(સત્ય ઘટના આધારિત)


ગૌરાંગ પંચાલ
-----------------------------

છે મારી કને તારી કેટલીક મીઠી યાદ, કહે તો યાદ કરુ આજ
ન હતી મારી એકલાની મુલાકાતો, હતો  ને તારો  પણ  સાથ

સગુન પ્લાઝાની પવિત્ર ભૂમિ …..
માં અંબિકા......સગુનની માં-દીકરી સ્વરૂપે ગરબે ઘૂમે.....
------------------------------
શ્રીનાથ

આપણી રાજેશ્વર પ્લેનેટ સોસાયટીના સભ્યોને જણાવતાં ખૂબ ખૂબ આનંદ થાય છે કે સોસાયટીના તમામ સભ્યોનું  સેપ્ટેમ્બર માસ સુધીનું મેઇન્ટેનન્સ જમા થઇ ગયું છે.  બાકી મેઇન્ટેનન્સની યાદીમાં હવે સોસાયટીના કોઈ પણ સભ્યનું નામ  આવતુ  નથી.

સાથે સાથે સોસાયટીના તમામ સભ્યોએ સ્વચ્છતા અભિયાનમાં સંપૂર્ણ સહકાર દાખવ્યો એ બાબત અનહદ આનંદ આપે છે.

નિયમિતતા તથા સ્વચ્છતા બાબતે સોસાયટીની વહીવટી કમિટી તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માને છે.

આપણી સોસાયટીના બાંધકામને ચોવીસ વર્ષ પૂરા થયા હોઈ છેલ્લા કેટલાક સમયથી સભ્યોમાં રિડેવલોપમેન્ટ કે સામુહિક વેચાણ વિષે અંદરોઅંદર ચર્ચા થયા કરે છે. આ બાબતે સોસાયટીના સભ્યોના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે સભ્યોને આ પરિસંવાદમાં હાજર રહેવા નમ્ર વિનંતી …..


સ્નેહભર્યો સંવાદ
સંવાદને સથવારે

વિષય : રિડેવલોપમેન્ટ કે સામુહિક વેચાણ કે સેલ્ફ રિનોવેશન 
અતિથિ વિશેષ : શ્રી ધવલભાઈ પટેલ
                         (કલેક્ટર , સુરત)
તા. 13-10-2019 ને રવિવાર
સમય : સાંજે 4.30 કલાકે
સ્થળ : ક્લબ હાઉસ, રાજેશ્વર પ્લેનેટ
----------------------------------

એકબીજાને સાદ દઈને
એકમેકમાં ઢળી જવાનું
એકબીજાની પાસે રહેતાં
એકબીજામાં ભળી જવાનું
એ સુખનું નામ છે તારું ....
              ને એનું સરનામું છે સગુન

-------------------------------------

લ્યો, ફરી આવ્યું
આ વાદળિયું ટોળું
હરખ્યું આભ...!
મુંઝાયા માનવીઓ…..
ફરી વરસશે....?
કે

ગૌરેશ
----------------------------
હાલો હાલો ને ગરબે ઘૂમીએ રે, જગદંબા જાગતી જ્યોત રે
મારી માડીના પગલાં ચુમીએ, જગદંબા જાગતી જ્યોત રે 
માડીના ઝાંઝરના ઝણકારા સુણીએ, જગદંબા જાગતી જ્યોત રે 
માડીના અજવાળે અજવાળે ઘૂમીએ,જગદંબા જાગતી જ્યોત રે 
માડીના પગલે પગલું મૂકીએ , જગદંબા જાગતી જ્યોત રે 
----------------------

કુમકુમના પગલાં પડયા 
માડીના હેત ઢળ્યા 
જોવા લોક ટોળે વળ્યાં 
મળી તારા આવવાનાં એંધાણ થયા 

या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
------------------------------------

શક્તિ આરાધના એ આપણી  પરંપરા. એમાં મંત્ર હોય અને  તંત્ર પણ હોય. શક્તિનું સૌમ્યરૂપ અને રુદ્રૂપ વાસ્તવિક જીવનમાં કોઈ ને કોઈ રીતે અનુભવાય. આપણે શક્તિ રુપે સંસ્થિતાને “ મા “ કહ્યાં છે ને છોરુ થઇને ભજ્યાં છે. આ પૂજનપધ્ધતિ શાસ્ત્રોક્ત પણ છે લોકજીવનમાં સચવાયેલી પણ છે.

યજ્ઞયાગ, કર્મકાંડ સૂચિત વિધિવિધાન યમ નિયમથી પણ આરાધના થાય અને જન સાધારણને આવડે એવી સરળ રીતે બે હાથ જોડીને માને વીનવણીય થાય. છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય એ આપણી શ્રધ્ધાએ આપણને શક્તિ સ્વરૂપા જગદંબા માની નીકટ રાખ્યા છે. આપણે માની સાથે નાચીએ ને ગાઇએ પણ ખરા. રિસાઇએ ને મનાવીએ પણ ખરા. આમંત્રણ આપીને બોલાવીએ પણ ખરા.... ને મા આવે જ. 

આજથી આરંભ થતા નવરાત્રિ  મહોત્સવમાં નવદુર્ગા નવ રુપે આપણા સગુનવાસીઓને  દર્શન દેશે. સગુનના ચાચર ચોકમાં.......
જગદંબા જાગતી જ્યોત રે.....

હાલો હાલો ને ગરબે ઘૂમીએ રે, 

માડીના પગલાં હેતથી ચુમીએ, 

માડીના ઝાંઝર ઝણકારા સુણીએ, 

માડીના અજવાળે અજવાળે ઘૂમીએ,
માડીના પગલે પગલું મૂકીએ ,
જગદંબા જાગતી જ્યોત રે......
-----------------------

માંડી જ્યોતિ સ્વરૂપ જગદંબા
મારુ હૈયું રટે અંબા અંબા
માટીનો ગરબો ને ગરબામાં કોડિયું
આછુ અજવાળું રે લોલ
તનના ઘડુલામાં આતમનો દીવડો
એ જ્યોતે અંબા પરખાય
મારુ હૈયું રટે અંબા અંબા
માટીના ગરબામાં માટીનું કોડિયું
ખૂટે તેલ દીપ ઓલવાય
માટીમાં માટી ને જ્યોતિમાં જ્યોતિ
જાણું છું ત્યાં પાછું જાય
મારુ હૈયું રટે અંબા અંબા






જગતજનની જગદંબાનું આ વિરાટ ઝળહળતું જ્યોતિ સ્વરુપ આપણા ઘરખૂણે માટીના છિદ્રાળુ ઘડામાં ટમટમતી જ્યોત રુપે ય સમાઇ જાય એ માનું હેત ને આપણી શ્રધ્ધા.
આજથી આરંભ થતા નવરાત્ર મહોત્સવમાં નવદુર્ગા રુપે મા નવ રુપે આપણને દર્શન દેશે ત્યારે યાદ આવે બાળપણમાં બારેમાસ માનાં દર્શન કરાવતી રહેલી એ વિવિધ છબી.
ક્યારેક કેલેન્ડર ઉપર , ક્યારેક શુભેચ્છાપત્ર પર , ક્યારેક વિવિધ ઉત્પાદનોના પેકિંગ પર..
ને હા, એ અસલના કબાટપર પણ .. 🙏
રાજા રવિ વર્મા , તમને વંદન
-------------------------------
આજ જોને અંધારા ઓછા થાય
માંડી તારા ગરબાની જ્યોત લહેરાય

આખા બ્રહ્માંડની તું તો જગ જનની
ભક્તોના ભાગ્યતણી તું છે શુભકારણી
તારી હાજરીએ અસુરો ગભરાય
માંડી તારા ગરબાની જ્યોત લહેરાય 

સુખ દુઃખના સાથિયા સજાવ્યા જીવનમાં
અવસરથી આંગણા દિપાવ્યા તે મનમાં
તારા આગમને હૈયું હરખાય
માંડી તારા ગરબાની જ્યોત લહેરાય 

આંખડીએ વરસે તું સ્નેહની ધારા
વરદ હસ્તે આપે આશિષના અણસારા
તારા પગલે પવન મન થાય
માંડી તારા ગરબાની જ્યોત લહેરાય 
-----------------------------

સાંભળજો આજ મારી માડીનો સાદ
છોને વરસતો આજે વરસાદ
આવોને મારી માડી કરે યાદ
માડીનું વ્હાલ થઈ વરસે વરસાદ
ઘેલાં થશે સૌ ખેલૈયા આજ
છોને વરસતો આજે વરસાદ 
---------------------------------

બાપૂ ,

તમને વખાણતાં  ને તમને વખોડતાં રાત પુરી થઇ જશે. તમે ય હવે ટેવાઇ ગયા હશો એનાથી.
આજે ફરી એકવાર અમે વાણી સ્વાતંત્ર્યનો લ્હાવો  લેશું.
તમારી ભૂલો અને નિષ્ફળતાઓ
અને મર્યાદાઓ ગાશું.
હા..., તમારા કરેલા કામો અમે શા માટે યાદ કરીએ...?
તમે મુસ્લીમોની તરફદારી કરી,
તમે પાકિસ્તાનને મદદ કરી,
તમે તમારા પુત્ર હરીલાલને અન્યાય કર્યો,
તમે જવાહરલાલનો પક્ષ લઇ સરદારને અન્યાય કર્યો,
તમે આંબેડકર કે સાવરકર કે ટાગોર કોઇને સમજ્યા નહીં,
તમે વારેવારે ઉપવાસ પર ઉતરીને લાગણીનું દબાણ સર્જ્યું,
તમે કસ્તુરબાને અપમાનિત કર્યાં,
તમે બ્રહ્મચર્યના અયોગ્ય પ્રયોગ કર્યા..

બાપૂ, ,
યાદી તો હજીય ઘણી ઘણી લાંબી કરવા અમે સજ્જ છીએ
ને એ માટે જ સંશોધનરત છીએ . . કારણકે અમે સ્વતંત્ર છીએ!
છતાં પણ ,
હવે વિશ્વને તમારી વાતોમાં આશાનું કિરણ દેખાઇ રહ્યું છે.
વિશ્વ સામેની સમસ્યાઓનો ઉકેલ તમારામાં દેખાય છે.
ઠેરઠેર એ સંદર્ભે અભ્યાસ થાય છે . તમારાં પૂતળાં ઉભા થાય છે.
બાપૂ,
કાલે એ લોકો તમારો મહિમા કરશે ત્યારે અમે તમને " અમારા " જાહેર કરીશું
બાપૂ,
ત્યારેપણ તમને ન સમજનારા હતા, આજે ય છે ને કાલે ય હશે જ.
એનું કારણ તમારી પારદર્શીતા છે.
અપારદર્શકો અને અર્ધપારદર્શકોની વચ્ચે
કોઇ માણસ પોતાને વિષે આટલો પારદર્શક
હોઇ જ કઇ રીતે શકે..?
એ સવાલ ત્યારે ય હતો, આજે ય છે ને કાલે ય રહેશે.
બાપૂ ,
તમારી વિદાય પછીની ત્રીજી પેઢી ય આજની નાગરિક થઇ ગઇ
ને ચોથી આવતીકાલની !
ચાર ચાર પેઢીએ
સાધારણ વ્યક્તિ જ વિસ્મૃત થઇ જાય ત્યાં વિચારનું તો શું થાય ?
પોતાના ઘરના દિવાનખંડની  દિવાલ પર તસ્વીર થઇ ઝૂલવાનું સૌભાગ્ય પામેલા ને પ્રસંગોપાત
તાજા ફૂલનો હાર પામતા દાદાજીને
આમ તો બનાવટી બારમાસી ફૂલના હારમાં જ રાજી રહેવાનું હોય .
કોઇકવાર જ ઘરનાંના હાથે હળવાશથી કાચ લૂછાય .
બાકી તો ઘર ઘાટી જ ઝડઝાપટમાં જે ધૂળ ઉડાડે તે.
દાદા હતા ત્યારે એમનો ખાટલો.....
જેમ ખસતો ખસતો સ્ટોર રુમમાં પહોંચી ગયેલો
એમ જ એમની તસ્વીર પણ સમય જતાં દિવાનખંડમાં રહેતી નથી.
દિવાલ સાથે મેચ નથી થતીને !
હાલના ઇંટીરીયરમાં એ માફક નથી આવતી ને....!
ત્યાં દાદાના વિચારોને તો યાદ પણ કોણ કરે ?
ને કોઇ યાદ કરે કે કરાવે ત્યારે એને વિષે બે મિનિટનું મૌન !
દાદાના વિચારો વારાના વાસણની જેમ
રોજના વ્યવહારમાં નકામા ગણાય.
એને માળિયે કે અભેરાઇએ ચડાવીને રાખ્યા હોય તો ?
એન્ટીક વેલ્યુ વધે ........પ્રસંગે પ્રદર્શન થાય એ વધારામાં.
એટલાં પૂરતો એના પર ઘરઘાટીને બદલે કદાચ કોઇ પરિવારજનનો હાથ ફરે
ને એ ઉજળાં થાય તો નસીબ !
હવે એ કોણ સમજાવે કે
આ હાથ ફેરવવાથી
એ વાસણો નહીં
પણ આપણે ઉજળાં થઇએ છે.
સ્હેજ ધ્યાનથી જોઇએ તો
એમાં આપણો ચ્હેરો દેખાશે.

બાપૂ,
આજે એ દિવસ છે,
ઉજળા થવાનો.
અમને અજવાળવાનો.
ભલે કાલ પાછા અભરાઇ પર હશો ,
પણ હજી એક દિવસ પૂરતા ય
તમે યાદ  તો આવો છો.

બાપૂ,
ગાંધી ચીંધ્યો માર્ગ એટલે કયો માર્ગ ?
તમે કોઇ માર્ગ ચીંધ્યો તો ક્યાં ?
તમે તો જાતે ચાલ્યા હતા ત્યાં..
તમે કહ્યું કે
મારું જીવન એ જ મારી વાણી .
My life is my message.
પણ
અમને એ ન ફાવે .
અમને તો ઉપદેશ ખપે, આચરણ નહીં.
તમે એમાં થાપ ખાઇ ગયા ,
બાપૂ !
એટલે જ
અમે જોઇ શક્યા તમે જ બતાવેલી
તમારા જીવનમાં તમે કરેલી ભૂલો ..
પછી તમે ભલે એ સુધારી
પણ અમે એ ન જોઇ .
અમને  અનુકૂળ હોય એ જ જોવાની
ને અર્થઘટન કરવાની
અમને ફાવટ છે.
અમે તો અમારા ત્રાજવે તોલ્યા તમારા સત્યના પ્રયોગોને,
ને અમને ગમ્યું તે નમતું જોખ્યું..
તમારા જેવું જીવવાથી નહીં,
તમારી ટીકા કરવાથી બૌધ્ધિક ગણાવાના સરળ માર્ગના પ્રવાસીઓ અમે,
તમારા રુણી છીએ ,
કારણકે તમે હતા તો અમે છીએ આજે ઇન્ટેલેચૂઅલ્સ (intellectuals).
તમને તો ખ્યાલ હશે જ કે
ભવિષ્યમાં અમે તમારા ભાગ પાડશું ..
તમારી વાત માનનારા
ને
તમારી ભૂલ કાઢનારા
એમ બે ભાગ.
પણ અમે ,
તમને વહેંચનારા,
કદી તમને વાંચીશું નહીં, સમજીશું નહીં
વાંચ્યા સમજ્યા વગર જ
વિરોધ કરવાની કે વ્હાલ કરવાની અમને  જૂની આદત છે.
પણ એક વાત ખરી કે
અમે સહુ હજી તમને ભૂલ્યા નથી.
બાઝવા -બોલવા ય અમને તમે જોઇએ હોં , બાપૂ !
અમે તમને જરૂર યાદ રાખીશું


એક વાત ચોક્કસ બાપુ.....,
હાલ....અમારા સગુન પ્લાઝામાં
તમારા સ્વચ્છતા વિષેનો વિચારો સભ્યોના અમલ દ્વારા
દીપી ઉઠયા .....

--------------------------------------------

અગણિત છે ઉપકાર મહાત્મા તારા
અગણિત છે ઉપકાર જી
કર્યો તેં એવો હુંકાર
ભાગી અંગ્રેજ સરકાર
ખેડુને બનાવ્યો સરદાર
મેળવ્યો જનતાનો  સહકાર
ઉભી કરી લોકની વણઝાર
અપનાવ્યો સર્વધર્મ સમભાવ
ખાદીના ચરખે કર્યો ગ્રામોદ્ધાર
હૈયે રાખ્યા રઘુપતિ રાઘવ રામ
બાપુ,
અગણિત છે ઉપકાર મહાત્મા તારા
અગણિત છે ઉપકાર જી

-----------------------------

150 મી ગાંધી જયંતિના ઉપક્રમે વડોદરાની શ્રીનાથ સોસાયટીમાં
યોજાયેલ ચિત્રકળાની સ્પર્ધામાંની એક ફોટો ફ્રેમ (ગાંધીજીનો ફોટો
ધોરણ 10માં અભ્યાસ કરતી હરિજન વિદ્યાર્થીની દ્વારા સુત્તરના
દોરાથી બનાવવામાં આવ્યો)

----------------------


ચાલો....
એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ

શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?
સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !



કેવો તરવરાટ  દેખાય છે...!
રમવાનો...!
ઘુમવાનો....!
ભમવાનો...!

-------------------------------------------------

નાણાં આપનાર/લખાવી લેનાર :
સગુન પ્લાઝા (વસ્ત્રાપુર) ફ્લેટ ઓનર્સ એસોસિએશન
કે જે તા. 19-2-1991 ના રોજ રજી. નં. G 4501થી નોંધાયેલ સોસાયટી છે
તેના વતી તથા તેના
ચેરમેન :
(1) શ્રી નિપેશભાઈ જે. પટેલ ઉંમર  વર્ષ-56, ધંધો/નોકરી
રહેવાસી : આ-201, સગુન પ્લાઝા ફ્લેટ, અમદાવાદ.
સેક્રેટરી :
(2) શ્રી ગૌરાંગભાઈ એસ. પંચાલ
ઉંમર વર્ષ - 62 , ધંધો - વેપાર
રહેવાસી : B - 1, સગુન પ્લાઝા ફ્લેટ, અમદાવાદ.

જોગ નાણાં લેનાર / લખી આપનાર :
શ્રી સુરેશકુમાર ફુલસિંગ ગિરિરાજ
ઉંમર વર્ષ : 47 , ધંધો : નોકરી
રહેવાસી : સગુન પ્લાઝા, કોમન પ્લોટ,
જજિઝ બંગલૉ રોડ, વસ્ત્રાપુર,
અમદાવાદ







આથી અમો લખી આપનાર તમો લખાવી લેનાર જોગ આ પ્રોમિસરી નોટ લખી આપી બંધાઈએ
છીએ કે :

(1) આપણે બન્ને પક્ષકારો એકબીજાને માલિક-કર્મચારીના સંબંધથી સારી રીતે ઓળખતા
હોવાથી અમો નાણાં સ્વીકારનારને આજ રોજ અંગત રહેણાંક મકાનના રીપેરીંગની જરૂરિયાત હોઈ
રીપેરીંગના નાણાંની લોન માટે તમોને વાત કરતાં તમો અમોને નાણાં આપવા તૈયાર હોવાથી
આજ તા. 21-10-2019ના રોજ તમોએ (નાણાં આપનારે) અમોને (નાણાં લેનારને) રૂ. 50000/-
(અંકે રૂપિયા પચાસ હજાર પુરા) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સેટેલાઇટ બ્રાન્ચના ચેક નં. 459956
તા. 21-10-2019થી હાથ ઉછીના વગર વ્યાજે આપેલ છે. સદરહુ રકમ મળ્યા અંગેની અમો નાણાં
લેનાર તમો નાણાં આપનારને આથી પાકી પહોંચ લખી આપીએ છીએ.

(2) સદરહુ ઉછીના લીધેલા નાણાં તમો નાણાં આપનારને અરસ - પરસની સમજૂતી પ્રમાણે
30 (ત્રીસ) માસ માટે અથવા તમો લખાવી લેનાર માંગો ત્યારે પરત કરવાના છે. અમો નાણાં
લેનાર સદરહુ રકમ પરત કરવામાં કસૂર કરીએ તો તે અંગે જે કાયદેસર પગલાં ભરવા પડે તેની
તમામ જવાબદારી અમો નાણાં લેનારના શિરે રહેશે જેની અમો ખાત્રી આપીએ છીએ.

(3) સદરહુ રકમ અમોએ તમો પાસેથી ઉછીના નાણાં તરીકે લીધેલ છે જે બદલ આ પ્રોમિસરી
નોટ લખી આપેલ છે. જેની જાણ અમારા કુટુંબના તમામ સભ્યોને છે.

(4) જો અમો નાણાં લેનાર સદરહુ ઉછીની લીધેલ રકમ નિયત સમયની મર્યાદામાં પરત ન કરીએ
અથવા સમયસર પરત કરવામાં કસૂર કરીએ તો તમો અમારી સામે ફોજદારી તથા દિવાની રાહે
કાયદેસર પગલાં ભરી શકશો અને સદરહુ રકમ વસુલ કરી શકશો તેમજ તે બાબતથી નિપજતા
તમામ ખર્ચ કે પરિણામની જવાબદારી અમો નાણાં લેનારે ભોગવવાની છે જેની ખાત્રી, વચન,
વિશ્વાસ અને બાંહેધરી આપીએ છીએ.

ઉપરોક્ત લખાણ અમોએ રાજી ખુશીથી જીવ કાયમ રાખી, બીન કેફે, દબાણ વગર વાંચી - વિચારી
કરી આપેલ છે જે અમોને તથા અમારા વંશ વારસોને કબૂલ મંજુર બંધનકર્તા રહેશે જેની ખાત્રી
બદલ આ નીચે સહી કરી શાખ કરાવી આપેલ છે.

સ્થળ : અમદાવાદ
તા. 21-10-2019

અત્રે.........................................................................મતુ અત્રે....................................................શાખ

નાણાં લેનાર : (સહી) ..................................................................
નામ : ........................................................................................


નાણાં આપનાર :
સગુન પ્લાઝા (વસ્ત્રાપુર) ફ્લેટ ઓનર્સ એસોસિએશન વતી
ચેરમેન (સહી) : ..............................................................
નામ : શ્રી નિપેશભાઈ જે. પટેલ

સેક્રેટરી : (સહી) .............................................................
નામ : ગૌરાંગભાઈ એસ. પંચાલ


ઉપરોક્ત પક્ષકારોએ  પોતાની સહી નીચે સહી કરનાર બે સાક્ષીઓની રૂબરૂ કરેલી છે.

સાક્ષી નં. (1)..................................................................
નામ : કિશોરકુમાર પી. ભરૂચા

સાક્ષી નં. (2) .................................................................
નામ : ઉદયનભાઈ બી. પટેલ

શાખ

--------------------------------
નવરાત્રીના  છેલ્લા દિવસે
આમ તો હતી રાત….
પણ સગુનમાં લાગતું…..
જાણે ઉગ્યુ પ્રભાત…..
માં-દીકરીના સ્વરૂપે ઘુમતા સાક્ષાત માતાજી....
જાણે ગબ્બરના ગોખના અજવાળાનો અનુભવ.....

નારી શક્તિ, ભક્તિ, અને સમષ્ટિના તમામ રસનું ઐક્ય
એટલે સગુનની નવરાત્રી મહોત્સવ
સગુનની નારી શક્તિને
ખૂબ…. ખૂબ…. અભિનંદન !
------------------------------

ઝણઝણે તાર એવાં આ હૃદયમાં
ઝંકૃત થાય સ્નેહની વીણા આ હૃદયમાં 
સુખ દુઃખ સમાયા છે આ હૃદયમાં 
છોડું માયા, મમતા ને રાગદ્વેષો ,
શોધ્યા સુખના ખજાના આ હૃદયમાં 
સીંચું બસ સાથ-સહકારની ગંગા 
ચંદન વૃક્ષ મ્હેકે આ હૃદયમાં 
છે ઈશ્વર અહીં છાયા સરીખો 
ખોળી શકો છો આ હૃદયમાં 

---------------------------------------------
હે સગુન 

એક દિવસ 
સુખનું સરનામું પૂછવામાં આવ્યું.
હું મુંઝાયો.
સરનામું તારું આપું કે મારુ?
પહેલા તો  મેં તરત જ 
તારા ઘરનું સરનામું આપી દીધું.
પછી ખ્યાલ આવ્યો 
કે તું વસે છે તો મારા દિલે 
તારા ખુદના સરનામે તો હું રહું છું 
એટલે ઝડપભેર 
મેં મારા દિલનું સરનામું આપી દીધું 
કારણ કે 
મારા મનમાં ક્ષણે ક્ષણે તારા વિચાર વસે છે 
સ્નેહ - સાથ - સહકારનો સમન્વય સાંપડે સગુનમાં 
----------------------------------------------------

શરદ પૂનમની રાતમાં ચાંદલિયો ઉગ્યો છે 
કે મારુ મનડું નાચે કે મારુ તનડું નાચે 
એના કિરણો રેલાય છે આભમાં ….આભમાં.....આભમાં 
હીરે જડી છે મારા વાળાની નથણી 
નથણી પહેરી હું તો ગરબે રે ઘૂમતી 
મારી સહેલીઓ મુજને રે પૂછતી 
કોની તું વાટમાં આજે..રે......આજે..રે......આજે..રે......
ગૌરેશ 
----------------------------------
આ શરદ પૂર્ણિમાએ 
એટલું કહીશ...….

ના….હું તને સાંકળે બાંધું
ના….હું તને ઝાકળે બાંધું
બાંધું તો ફક્ત…..
નાજુક સ્નેહના તાંતણે બાંધું
સાથનો સથવારો આપું
ને સહકાર બેશક માંગુ


જયારે મને "હું" વળગે છે, બધું "વેરવિખેર" થઇ જાય છે
જયારે ફરી "તું" વળગે છે, બધું જ બરાબર થઈ જાય છે

નવા વર્ષના નવા પ્રભાતે સૌને સાલમુબારક
સૌના મનોરથ થાઓ પૂરા
સઘળે આનંદ મંગળ
નૂતન વર્ષાભિનંદન..યે નયા સાલ મુબારક
વિ વીશ યુ હેપી ન્યૂ ઈયર 
We Wish U Happy New Year
સભી કો સાલ મુબારક
નવા વર્ષમાં આટલું કરીએ

---------------------




-------------------------------
તા. 3-10-2019 ને રવિવારના રોજ અગાઉથી જાણ કર્યા મુજબ સોસાયટીના ક્લબ હાઉસમાં સોસાયટીના સભ્યોનો "રી-ડેવલપમેન્ટ કે સામુહિક વેચાણ કે સેલ્ફ રિનોવેશન" ના વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના સભ્યોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી આ પરિસંવાદના કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર. 

પ્રસ્તુત વિષય ઉપર ઘણી બધી કાયદાકીય તેમજ વાસ્તવિક શક્યતાઓ અંગેની જાણકારી આપવા માટે અતિથિ વિશેષ શ્રી ધવલભાઈ પટેલ તથા બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા સભ્ય શ્રી જીગ્નેશભાઈ પટેલ, શ્રી અપૂર્વભાઈ ઝવેરી તથા શ્રી કુલદિપભાઈ રાઠોડ વિગેરે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર.

કુટુંબને કેમેરામાં ભેગું કરી બતાવવું ખૂબ જ સહેલું 
પણ એ જ કુટુંબને ભેગું રાખીને જીવવું ખૂબ જ અઘરું 

અને એટલે જ સોસાયટીના તમામ સભ્યો વચ્ચે સંવાદિતતા સુદ્રઢ થાય એ હેતુથી એક નવો સીલસીલો 
શરુ કરીએ........

દર માસના બીજા તથા ચોથા શનિવારે સાંજે 5.30 કલાકે 
સોસાયટીના ક્લબ હાઉસમાં 
ભેગા થઈએ........ચાપાણી-નાસ્તો કરીએ.....
સાથે સહસાથે ખૂબ ખૂબ વાતો પણ કરીએ .....


નવા વર્ષથી એક નવો સિલસિલો........
એકબીજાની નીકટ આવીએ 


સંવાદનો સથવારો લઈએ 


----------------

સગુન પ્લાઝા પરિવારના
તમામ રહીશોને
જય શ્રી કૃષ્ણ

સાચું ધન તો આપણા મિત્રો
રહે ચલણમાં સદા આપણી સાથે 
ગમે બધાને સદા  ઉપયોગી થઇ 
મળે અનેક હોંકારા એક સાદમાં
ફળે સદા સ્નેહઘન દશે  દિશામાં 

નૂતન વર્ષાભિનંદન 

મારા સુખનો કોઇના દુ:ખ પર
હોય નહીં કદી આધાર,
મારા દુ:ખનો કોઇના સુખ પર
હોય નહીં કદી ભાર ,
હે  માં…...એટલો કર ઉપકાર.

સુખી થવાની ઇચ્છા સૌને,
સૌને હોય સુખથી પ્રીત ,
સાવ સહેલી સીધી સાદી
સુખી થવાની એક રીત ,
સ્મિત સહ સુખને વહેચું ,

હસતાં મુખે દુ:ખને સ્વીકારૂ


હે  માં…...હરિ એટલો કર ઉપકાર !
---------------------

તેથી સ્થાન પુજામાં પ્રથમ છે  પૂજામાં પ્રથમ સ્થાન પામે દિવડો 

ગૌરાંગ પંચાલ 

દીપાવલીની
હાર્દિક શુભ કામના 

----------------------------------------

રસ્તા સાવ સૂના...
વાહન જાય સડસડાટ....
દુકાનો બંધ..
ઘરે પણ તાળા.. 

શહેર  આખું જાણે ખાલીખમ..!
અસલ તો…..,
પહેલા તો….દીવાળીની સાફસૂફીના તથા જાતજાતના નાસ્તાઓ બનાવવાનો થાક અને વળી રંગોળી બનાવવાનાં ઉજાગરા.....
ને ત્યારબાદ શરુ થતું નવું વર્ષ......
બહુ વહેલા ઉઠી જતા નવા વરસની સવારે.... 
સબરસ આપવા નીકળતા..... 
દૂધવાળા પણ દૂધ પહેલાં દહીં આપતા.....
લાલ રંગની શાહીમાં " નૂતન વર્ષાભિનંદન " ની જા.ખ. છાપાઓમાં પહેલા પાને  શોભતી
આંગણું વળાતું ......  ઘરમાં પાટ-પલંગ પરની ચાદર ને ટેબલક્લોથ બદલાતાં .
નવા નવા કપડા પહેરીને આછા અજવાળામાં જ મિત્રો એકમેકને" સાલમુબારક " કરવા નીકળી પડતા....
ને પછી મમ્મી પપ્પા સાથે વડિલોને પગે લાગવા, સીટીબસમાં બેસીને  જતા ને વળી જેને મળીઆવીએ એ પાછા આપણે ઘેર આવીને ફરી મળતા.
દરેક ઘરે નાસ્તાની જ્યાફત ઉડતી. પીત્તળની બરણીમાં રાખેલા ઘૂઘરા ક્યાંય ખાલી થઇ જતા, 
અને એ ઘુઘરાઓની ધારી (કાંગરી) પાડવાની તો કેવી મજા લૂંટતા।.... 
મઠિયા સુંવાળી ઝાપટવામાં બધા સક્રિય રહેતા. દરેક પરિવારની કોઇક ને કોઈ વાનગી વખણાતી એટલે એમણે એ બનાવી જ પડે ને ખવડાવવી જ પડે. વાનગી ખાલી થવાનું દુ:ખ નહોતું , વખાણથી પેટ ભરાઇ જતું એમનું . 
એ સમયે મધ્યમ વર્ગીય પરિવારોમાં બિસ્કીટ પડાવવાનો રિવાજ  હતો. ઘરનાં લોટ , ખાંડ લઇને બિસ્કીટના કારખાને લાઇનમાં ઉભા રહેવાનું. 
અને  ચવાણું તો  જથ્થાબંધ બનતું હોય ત્યાં લેવા જવાનું. 
વડિલો પાસેથી મળેલી બોણી જેટલા ઘરે ગયા હોઈએ તે યાદ કરી કરીને ગણવાની......અને વાપરવાની.

તે સમયે લોકો આવા સપરમા દા'ડે ઘર પરિવાર સાથે સમય વીતાવતા. 

તહેવારમાં ઘરને તાળું મારીને કોઇ ન જતું. 
અને આજે....?

આજે હવે કોઇ ઘેર નથી રહેતું ..! નાસ્તો બનાવવાનો, ખાવાનો ખવરાવવાનો રિવાજ જ વિલીન થઈ ગયો. 
સંતાનો માબાપની સાથે બહાર જવાનું ટાળે છે. પગે લાગવાનું પણ પસંદગીની વ્યક્તિ પૂરતું જ મર્યાદિત.
સગાવહાલા મિત્રોને મળવાનું તો ગયું....દિવાળી / નૂતનવર્ષાભીનંદના કાર્ડ પણ ગયાં.....
હવે દીવાળી કાર્ડમાં આવેલા ભગવાનને પૂજામાં ને નોટબૂકમાં  રાખવાનું ગયું ..!!

શરુ થયો જમાનો WhatsApp and Facebook પર જ શુભકામનાની આપ લે કરવાનો. અને એ ય મોટા ભાગે forward થયેલાને forward કરવાંનો.....કોણે શું લખ્યું છે એ વાંચવાની ય ધીરજ ક્યાં ? નંબર જોયો કે પત્યું ! એને રહી ગયો હોય તો એક વળી એને ય ફટકારી દેવાનો !! 
કેટકેટલું બદલાયું..!! 
સંબંધોનો અગ્રતક્રમ હવે બદલાયો. 
નાતનાં સગાને ફરજિયાત મળવાને બદલે જાતજાતનાં મિત્રોને મળવાનું વધ્યું . ઘર ગણવાને બદલે એક જ પાર્ટીમાં મળી લેવાનું વધ્યું, અને એ પણ હોટલ રેસ્ટોરાંમાં જ.   વટભેર નવાં કપડામાં સજ્જ થઇને સપરિવાર એક સ્કુટર પર નીકળેલા લોકો હવે રસ્તે દેખાતા નથી. 
હવે તો સવાલ થાય છે કે હમણાં હજી દીવાળી પહેલાની એ ભીડ , એ ખરીદી કરનારા ગયા ક્યાં ? એ નવા કપડાં પહેરીને ક્યાં ફરતાં હશે ?
દીવાનખાનાના ટેબલ પર અસલનાં સુંદર રીતે સજાવેલા નાસ્તાને સ્થાને દેખાડો કરવા હવે કેવળ ડ્રાયફ્રૂટ્સ / મુખવાસ છે. ને એ ય રાહ જુવે છે કે કોઇ તો આવે ...!
શોધાઈ રહ્યાં છે આનંદ ને ઉમંગ......

નવું વરસ તો આવી ને  ગયું ...
દિવાળીના દિવસો પુરા થયાં.....
--------------------------


ખૂંદી વળું છું પર્વતો, તળેટીઓ, ડુંગરાઓ 
પણ ભીતર ક્યારે વળાશે, ખુદને પામવાને 

કેટલાંય વરસોથી શોધી રહ્યો છું 
અજવાળાનું મૂળ 
ક્યારેક તો સમજાશે ને કે  
આપણે જ એનું છીએ કૂળ?
અંતરના અજવાળાને ઓળખવાની એક  અભિલાષા 
---------------------------

રખડયો અહં ઉપાડીને તો ધગધગ મળ્યું
થોડુંક  ઊંડો ઉતર્યો તો અનહદ મળ્યું
થોડુંક ઉંચે જોયું તો ઝગમગ મળ્યું
થોડોક ભીંજાયો તો લક્ષ્ય વિંધાયું
----------------------------------------------------

"સંવાદને સથવારે" અંતર્ગત યોજાયેલ પરિસંવાદના કેટલાક જાણવા લાયક મુદ્દાઓ :
વિષય : રી - ડેવેલોપમેન્ટ કે સામુહિક વેચાણ કે સેલ્ફ રિનોવેશન 
રી - ડેવલપમેન્ટને અસર કરતાં પરિબળો : 
1. જમીનનો કુલ એરિયા (વર્તમાન મ્યુનિ. નિયમોને આધીન)
2. એ જમીન ઉપરનું હાલનું બાંધકામ 
3. એ જમીન ઉપર થઈ શકતું બાંધકામ (વર્તમાન મ્યુનિ. નિયમોને આધીન)
દા. ત. 
1. જમીનનો વર્તમાન એરિયા 4000 વાર 
પરંતુ  વર્તમાન મ્યુનિ. નિયમોને આધીન રોડલાઈનની કપાત બાદ 3800 વાર 
2. જમીન ઉપર હાલ 10000 વારનું કુલ બાંધકામ (8500 વાર કાર્પેટ એરિયા @ 85%)
3. વર્તમાન મ્યુનિ. નિયમોને આધીન 3800 વાર જમીન ઉપર થઇ શકતુ 9500 વારનું કુલ બાંધકામ (5700 વાર કાર્પેટ એરિયા @ 60%)



"સંવાદને સથવારે" અંતર્ગત યોજાયેલ પરિસંવાદમાં કેટલુંક જાણવા જેવું 
વિષય : રી - ડેવેલોપમેન્ટ કે સામુહિક વેચાણ કે સેલ્ફ રિનોવેશન 

જુની સોસાયટીના મકાનો માટે નવો વિકલ્પ શોધવો દ્વિધાજનક બન્યું છે.
એક બાજુ જરૂરિયાત છે તો બીજી બાજુ અપેક્ષા છે.
એકને પામવું હોય તો  બીજાને છોડવું પડે તેવી પરિસ્થિતિ છે કારણ કે આપણા હાથ મર્યાદિત સાધન - શક્તિથી બંધાયેલા છે.
યાદ આવે છે શ્રી ભરત વિંઝુડાના શબ્દો :
લાગે છે 
સામેથી સોનાની ઇંટ ફેંકાઈ છે, 
ને આપણા હાથમાં જલેબી છે.

જો સોનાની ઈંટ મળી જાય તો  એક નહિ ઘણી જલેબીઓ ખરીદી શકાય.
પણ હાથમાંથી જલેબી ફેંકી દીધા પછી ઈંટ ફેંકાય જ નહીં તો …? ઈંટ ગાયબ થઈ જાય તો …?
કોઈ આપણું જે છે તે પડાવી લેવા માયાજાળ તો નથી રચતું ને….?
જુની સોસાયટીના મકાનો માટે વર્તમાન મ્યુનિ. નિયમો તથા વર્તમાન બજારની કિંમતોને ધ્યાનમાં લઈ
રી-ડેવલપમેન્ટ કે સામુહિક વેચાણ કે સેલ્ફ રીનોવેશનની શક્યતાઓ વિચારવી જરૂરી છે.
વર્તમાન મ્યુનિ. નિયમો તથા વર્તમાન બજારની કિંમતોનો અભ્યાસ જ મદદરૂપ થઈ શકે.

साम, दाम, दंड, भेद
सब करो तुम अभेद



અહો આ વિપુલ ઝરણું…….!
ચેતનવંતુ  જલતત્વ વહે વસુંધરા પર
દિનરાતના ફર્ક વિના વહેતુ નિરંતર…!

સવાર એટલે
ફૂલોની નજાકત જેવું ખીલવું
સ્વપ્નો સાથે હકીકતોને સ્વીકારવું
વૃક્ષની ડાળી જેમ ઝૂકવું
ઝરણાની જેમ ખીલખીલાટ હસવું
વેલની જેમ સંબંધોને ભેટવું
નિર્મળ સુંગધી સમું શ્વસવાનું
ને
મુંજ આંગણે પગરવું
આનંદના સાથીયા કરવું


યાદ રહે
આપણી સગુન પ્લાઝા સોસાયટીના સભ્યોએ ઠરાવેલ છે કે :
સોસાયટીના ફ્લેટોમાં અવિવાહિત (બેચલર્સ) કે PG ભાડુઆતોને
ફ્લેટ ભાડુઆત તરીકે વાપરવા આપવા નહીં.



ભૂતકાળમાં અવિવાહિત (બેચલર્સ) કે PG ભાડુઆતોનો
ખરાબ અનુભવ સોસાયટીના દરેક સભ્યને છે જ.

અને તે કારણે જ

સોસાયટીના રહીશો તથા સોસાયટીના બાંધકામની
સુરક્ષા તથા સુવ્યવસ્થા જાળવવાની સોસાયટીના દરેક સભ્યની
ફરજ છે





સોસાયટીના સભ્યોની સામાન્ય  સભામાં સોસાયટીની સ્વચ્છતા , સુરક્ષા તથા સુવ્યવસ્થાને લગતા નિર્ણયો  ખૂબ ગહન ચર્ચા વિચારણા પછી સમગ્ર સોસોયટીના હિત માટે બહુમતિથી નક્કી કરવામાં આવે છે. 

સોસાયટીના તમામ સભ્યોને આ નિર્ણયો / ઠરાવો લાગુ પડે છે, અને આ તમામ નિર્ણયો કે ઠરાવોનું પાલન કરવું સોસાયટીના દરેક સભ્યની ફરજ છે. 

સોસાયટીના ઠરાવોનું પાલન નહીં કરીને
શું આપણે આપણા સગુન પ્લાઝાને સ્લમ (ઝુપડપટ્ટી) જેવું બનાવવું છે….?

બાળદિન નિમ્મીતે :

નન્હે મુન્ને બચ્ચે તેરી મુટ્ઠી મેં ક્યા હૈ
મુટ્ઠી મેં હૈ તકદીર હમારી
હમ ને કિસ્મત કો બસ મેં કિયા હૈ
ભોલી ભલી મતવાલી આઁખોં મેં ક્યા હૈ
આઁખો મેં ઝૂમે ઉમ્મીદોં કી દિવાલી
આનેવાલી દુનિયા કા સપના સજા હૈ
--------------------------------


રીડેવેલોપમેન્ટ કે સામુહિક વેચાણ કે સેલ્ફ રીનોવેશન

કેસ સ્ટડી :
ખુબ વિકસિત શહેરના મેઈન રોડ ઉપરની સોસાયટી.
સોસાયટીમાં 7 બ્લોક, દરેક બ્લોકમાં 16 ફ્લેટ
સોસાયટીમાં કુલ 112 ફ્લેટ (80 ફ્લેટ 130 વારના + 32 ફ્લેટ 103 વારના)
સોસાયટી 26 વર્ષ પૂર્વે 5967 વાર જમીન ઉપર
13696 વારનું બાંધકામ કરી ઉભી કરવામાં આવી હતી જે સમયે 15% સુપરબિલ્ટ અપ કપાત કરતાં 85% કાર્પેટ એરિયા દરેક ફ્લેટ માલિકને મળતો.
વર્તમાન સમયમાં 40% સુપરબિલ્ટ અપ કપાત થતી હોવાને કારણે દરેક ફ્લેટ માલિકને માત્ર 60% કાર્પેટ એરિયા મળતો હોય છે.                 
5967 વાર જમીનનો એરિયા
112 ફ્લેટનું કુલ બાંધકામ 13696 વાર (2.3 FSI)
112 ફ્લેટનો કુલ કાર્પેટ એરિયા 11642 વાર (15% સુપરબિલ્ટ અપ કપાત કરતાં)(1.95 FSI)
હાલના 112 ફ્લેટ માલિકો માટે 19403 વારનું કુલ બાંધકામ કરવામાં આવે તો જ 11642નો કુલ કાર્પેટ એરિયા મળી શકે 
5967 વારની જમીન ઉપર 19403 વારનું કુલ બાંધકામ એટલે 3.25નો FSI અને તે પણ જુના 112 ફ્લેટ માલિકોને માટે.....3.25 FSIની પરવાનગીનું શું.....?
રીડેવેલોપમેન્ટ માટે વર્તમાનમાં જેટલા ફ્લેટની સંખ્યા છે તેનાથી વધારે સંખ્યામાં  ફ્લેટ બાંધવા પડે, તો એ માટેનો જરૂરી કુલ FSIની પરવાનગીનુ શું.....?

આ સંજોગોમાં રેડેવેલોપમેન્ટની શક્યતા કેવી રીતે વિચારી શકાય.....?

ઘણી વાર કેટલાક લોકો ફ્લેટ માલિકોને સામુહિક ફ્લેટ વેચાણ દ્વારા આખી સોસાયટીને વેચાણ કરવાની
શક્યતા બતાવે છે અને તે માટે દરેક ફ્લેટ માલિકોને એક એક કરોડ વેચાણ રકમ મેળવી આપવાની આશા આપે છે. આ શક્યતા વર્તમાન સંજોગોમાં વાસ્તવિક બની શકે ખરી…..?

112 ફ્લેટ માલિકોને એક એક કરોડની વેચાણ રકમ એટલે 112 કરોડ રૂપિયા 5967 વારની જમીનની રકમ 
આ જમીન ઉપર 14000 વારના બાંધકામનો ખર્ચ આશરે 28 કરોડ.
કુલ પ્રોજેક્ટ ખર્ચ 140 કરોડ 14000 વાર બાંધકામ માટે
એટલે 1 વારનો પ્રોજેક્ટ ખર્ચ 1 લાખ રૂપિયા…….
શું ડેવેલોપર પોતાના બાંધકામના વાર દીઠ 1 લાખ કે તેથી વધુ  ઉપજાવી શકશે.....?
આ સંજોગોમાં સામુહિક ફ્લેટના વેચાણની  શક્યતા પણ કેવી રીતે વિચારી શકાય.....?
ફ્લેટના વેચાણની આશા જો વાસ્તવિક ન થવાની હોય તો…….?

જુના બાંધકામની સોસાયટીઓ માટે ત્રણ વિકલ્પો : (1) રીડેવેલોપમેન્ટ (2) સામુહિક વેચાણ (3) સેલ્ફ રીનોવેશન. આ વિકલ્પોમાંથી કયા વિકલ્પની શક્યતા વાસ્તવિક બની શકે.....એ વિચારવા જેવું છે ને.....!
---------------------------------

મનડું આપણું બંધાયું માયાજાળમાં
પાછું એને ગૂંથે આપણું મન
કેવું સરળ લાગે રે આ જીવન....!
મમતાની દોર એમાં ને લાગણીઓ બંધાઈ,
વળી સાથ સહકારની રચાઈ રુડી ભાત
ને સંબંધોના સુગંધની શુંય કરું વાત…?
રંગબેરંગી દોરાઓ ગૂંથાઈ રહ્યા છે
ને રચાઈ રહી છે સુંદર જાળ
બાંધું ને બંધાઉં એવું સૌ જાતે સમજતા
લેવાતી એકબીજાની સંભાળ
તોડી ના શકાય એવી મજબૂત આ જાળ
કેવું સરળ લાગે રે આ જીવન....!
-----------------------------------
અમે તો છીએ સાથે સાથે......
સાથ સહકારના સહારે સરળતાનું જીવન.....
ગામને ઝાંપે ઉભેલો વડલો અને
સૂકી નદી કાંઠે ઉભેલી નાળિયેરી ….
વડલો સાથ સહકારના સહારે સ્વીકાર કરે
સમાવેશ કરે....
નાળિયેરી એકલતામાં ઝૂરે ઝૂરાવે ….
અળગાપણું રાખે.....
-----------------------------------

જીવતર  મોંઘો તાકો દરજી,
સમજી સમજી કાપો દરજી.
કર્યા કર્મોની  મીટરપટ્ટીથી,
જાત  તમારી  માપો  દરજી.
સંઘરવાને  ગમતાં  સ્મરણો,
ગજવું  મોટું  રાખો   દરજી.
છુપાવવાને જખ્મો જગથી,
અસ્તર  સદરે  નાખો દરજી.
સપનાને   સાંધી   દે  એવો,
પરોવી  દો   ધાગો   દરજી
સીવ સીવ તો ખૂબ કર્યું,
હવે
શિવ  મંતર  જપો  દરજી.
જુગલ દરજી

--------------------------------------

પૂર્ણ પ્રતાપે પ્રભા પ્રચંડ પૂંજ પ્રકાશ્યો પ્રભાકર....!
દૈવી દ્રવ્ય દેવા દિપ્તી દાખવી દોડયો દિવ્ય દિનકર....!
આર્ણવઃ ઉરે ઓજસ ઉતર્યું, અંબુ કરે અભિષેક...!
અહો અનહદ અનંત આનંદો દર્શન દિવ્ય દિવાકર...!

----------------------

ઝરણુ  ઝાંઝર પહેરી
નાચે છમ છમ,
અરુણ રથ સવારી
વગાડે  ઉષા ના પડઘમ,
ધરતી ઓઢે ચૂંદડી
થઈ જાય  લીલી છમ
ફૂલો  મલકાતા ઉગી 
હર પળ લાગે મઘમઘ 

ઉષા ને આંચલ ફેલાયા...
  ફૈલી સુખ કી શીતળ છાયા...
   નીચે આંચલ કે......
જ્યોતિ કલશ છલકે........

ઉષાએ આંચળ ફેલાવ્યા
ફળી સુખની શીતળ છાયા
આંચળ નીચે દેખાતું
જ્યોતિ કળશ છલકાતું
ગૌરેશ

-------------
મન છે તે મનને મનાવે એથી રૂડું શું?
પોતે પોતાને સમજાવે એથી રૂડું શું?
હૈયે હોય તે હોઠે આવે એથી રૂડું શું?
આંખ બતાવી કરે ઈશારા એથી રૂડું શું?
એ બહાને આંખ મિલાવે એથી રૂડું શું?
કંઈક નવું રોજ લખાવે એથી રૂડું શું?
કોઈ વાંચે કે ન વાંચે એથી મારે શું?

-------------------------------------

રમેશભાઈ અને મહેશભાઈ એક જ સોસાયટીના સભ્યો.
સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં રમેશભાઈ દરરોજ સવારે કોઈક ને કોઈક ભગવાનનો ફોટો પોસ્ટ કરે. કોઈક વાર રામ હોય તો કોઈક વાર કૃષ્ણ, તો કોઈક વખતે રણછોડજી તો કોઈક વખતે દ્વારકાનાથ. અને એના જવાબમાં મહેશભાઈ દરરોજ નમસ્કાર કરતો ઈમોજી (imoji) પોસ્ટ કરે.
આ મહેશભાઈ સોસાયટીની સામાન્ય સેવાઓ - સગવડો વાપરે ખરાં પણ  મેઇન્ટેનન્સની  ચૂકવણીમાં નન્નો ભણી અનિયમિત રહે.
સોસાયટીના બાકીના સભ્યો વિચારે છે : રોજ ભગવાનના ફોટાની પોસ્ટને નમસ્કાર કરતાં મહેશભાઈ પોતાના હૈયામાં રહેલાં ભગવાનને ક્યારે નમસ્કાર કરશે…?
--------------------------------------

અરે સાંભળને...તને એવું લાગે છે કે આપણી વચ્ચે વાતો ખૂટતી જ નથી ? હા....ખરેખર તો એવું જ છે.       તને મારા જેટલી બોલવાની ટેવ નથી એ  તો મને ખબર છે જ. એક વાત કહું ? મને બહુ બોલવાની આદત છે એવું કહેવા કરતાં મને તું સાંભળે છે…..,સતત સાંભળે છે એ મને વધારે યોગ્ય લાગે છે !
તને સાંભળવું ગમે છે એટલે તો હું બોલતા થાકતો નથી.            

એક મિનિટ, હવે તું એમ કહીશ કે એલા તું બોલે છે એ મને સાંભળવું ગમે છે એ તેં જાતે જ નક્કી કરી નાખ્યું..??/મને તો પૂછ ! પણ મારે તને શું કામ પૂછવાનું? કેમકે તને તો બોલવાની ટેવ જ નથી !

સાંભળને..., મને ધીરે ધીરે સમજાય છે કે  તારા શાંત હોવામાં પણ મને એક  અવાજ મળતો રહે છે. તારી નિતાંત શ્વેત ચૂપકીદીમાં કોલાહલ ભરેલા સાત રંગો આપોઆપ અનાયાસે સમાઈ જતાં હોય છે એ મેં સતત અનુભવ્યું છે. મારી અંદરનો પ્રચંડ ઘોંઘાટ તારી આંખોમાં ઠરેલી નિરાંતમાં ચપોચપ ગોઠવાઈ જાય છે. જાણે કે  તું એટલે કાંઠે બેસેલ પથ્થર અને હું દરિયે ઉછળતું મોજું. હું ધસમસતા વેગ સાથે કંઈ કેટલીય વાતો લઈને આવું અને તારા અસ્તિત્વ સાથે, તારા મૌન સંવાદો સાથે અથડાઉ ને પછી એ શાંત સ્થિર સ્થિતિ સામે ફીણ ફીણ થઈ જાઉં. આ ફીણ ફીણ થઈ જાઉં એથી કાંઈ મારું અસ્તિત્વ ભૂંસાઈ નથી જતું, મારા હોવાપણાને નવા નવા અર્થને સ્વરુપ મળે છે. મારી ભીતર એક પછી એક પડળ ઉઘડે છે.

પણ એય સાંભળ…,મને ખબર જ છે કે મારું બોલ બોલ કરવું તને ગમે છે, ભલે તારી પાસે વાતો ન હોય પણ મારી અંત અને આરંભ વગરની વાતોમાં તને હંમેશા રસ હોય જ છે ! અને એટલે તો તું તેમજ તારા સભ્યો  અત્યારે રસપૂર્વક આ આખું વાંચી રહ્યા છે.                        
જોયું ? પકડાઈ ગયા હોવાની ફીલીંગ આવે છે ને  ? હા તો ચલો હંમેશાની જેમ કોન્શિયસ થઈ જાઓ કે મને કાંઈ ફેર નથી પડતો ! પણ હા, આ બધું કહીને મારા ચહેરા પર તો વહેલી સવારના ઝાકળનું પાણી ને ચંપાની સુગંધ પ્રસરી ગઇ છે કારણ કે તમે રે ચંપો ને અમે કેળ....!

--------------------------

સોસાયટીના દરેક સભ્યોએ નીચેની બાબતે સોસાયટીની
વહીવટી કમિટીની મંજૂરી લેવાની જરૂરી છે.
  •  કોઈ પણ ફ્લેટ ખરીદ/વેચાણ કરતાં પહેલા 
  • કોઈ પણ ફ્લેટ ભાડે આપતા પહેલા 
  • કોઈ પણ ફ્લેટ સોસાયટીના બિન સભ્યને વાપરવા/રહેવા આપતા પહેલા 
  • ફ્લેટ ભાડે આપતા પહેલા ભાડા કરાર તથા પોલીસ વેરિફિકેશનની નકલ 
    સોસાયટીમાં જમા કરાવવી, તે સિવાય સામાન લાવવા દેવામાં આવશે નહિ.
સોસાયટીનો વહીવટી ફાળો/મેઇન્ટેનન્સ ચાર્જ ફ્લેટમાં રહેનાર 
વ્યક્તિએ દર મહિને નિયત તારીખ સુધીમાં ભરવો 
પાર્કિંગ તથા કોમન પ્લોટમાં થૂંકવું નહિ તેમજ કચરો ફેંકવો નહિ
સોસાયટીમાં વાહનો વ્યવસ્થિત પાર્ક કરવાં 
સોસાયટીના પગી તથા સફાઈ કામદાર સાથે સભ્યતાથી વર્તવું.
દરેક સભ્યએ સોસાયટીના નિયમોનું પાલન કરવાની ફરજ છે 
ગૌરેશ 
આપણું
સગુન  પ્લાઝા 
---------------------
લીલાશનું લીંપણ 
ધરતીનું ધારણ 

વિસ્તર તી રહે તારી ક્ષિતિજ !
શબ્દ તારી લાગણી ના પ્રતીક
-------------------------

ઘણીવાર
એવું બને કે....
વહેલી સવારે
આભેથી વરસતી આછી આછી ઝાકળ
ડાયરીના શબ્દો
જાણ બહાર
મેદાનમાં રમવા
ધીરેથી
દોડી જાય …...

અને શબ્દોની ગૂંથણી
અર્થ સભર વાક્યમાં ગોઠવાઈ જાય


સ્નેહ
નિરપેક્ષ 

જ્યારે જમીન કે મકાન/ફ્લેટ વિગેરે સંપત્તિ ખરીદવાની વાત આવે ત્યારે રૂપિયાનું એક પરિબળ પૂરતું હોતું નથી. ખરીદનાર અને વેચનાર બંનેએ કેટલાંક મહત્વપૂર્ણ પરિબળો જાણવાં જરૂરી છે  જે સીધી અથવા પરોક્ષ રીતે ખરીદ - વેચાણ પ્રક્રિયા અને બિલ્ડર/વેચનાર - ખરીદનારના  કરારને  સંબંધિત હોય.

અવિભાજિત હિસ્સો (UDS) એ એક મહત્વનું પરિબળ છે જેની સ્થાવર સંપત્તિ જેવીકે નિવાસી સંકુલ અથવા ફ્લેટ / એપાર્ટમેન્ટના ખરીદ-વેચાણની વાત આવે ત્યારે મુખ્ય ભૂમિકા હોય છે.

અવિભાજિત હિસ્સો (UDS) એટલે શું …?





Uપાર્ટમેન્ટ સંકુલમાં ફ્લેટના માલિકને આપવામાં આવેલા પ્લોટનો એક ભાગ છે યુડીએસ અથવા અવિભાજિત શેર જમીન. જમીનના આ હિસ્સાની કોઈ નિર્ધારિત સીમાઓ નથી અને તે ચોક્કસ પ્લોટ પર બાંધવામાં આવેલા દરેક ફ્લેટ સાથે જોડાયેલ યુડીએસ હશે.
તે કેમ મહત્વનું છે?
જ્યારે તમે apartmentપાર્ટમેન્ટ ખરીદો છો, ત્યારે તેમાં સામાન્ય રીતે બે ઘટકો શામેલ હોય છે - જમીનની કિંમત અને બંધારણની કિંમત. આ જમીન ઘટક એ કોઈપણ apartmentપાર્ટમેન્ટ સંકુલમાં જમીનનો અવિભાજિત હિસ્સો છે. પુનર્વિકાસ દરમિયાન અથવા સરકારી સંપાદનના કિસ્સામાં જો કોઈ મકાન નીચે લાવવામાં આવે છે, તો ખરીદનારને યુડીએસના આધારે વળતર મળશે એટલે કે ખરીદનારના નામ પરની જમીનનો હિસ્સો.
"સ્થાવર મિલકતમાં ભાવની કદર એ જમીનની કિંમતોની પ્રશંસા છે કારણ કે તકનીકી રીતે મકાન સમય જતાં ઘટી જાય છે. આ જ કારણ છે કે તમારી પાસેની જમીનના જથ્થામાં ફરક પડે છે, ”કોલિયર્સ ઇન્ટરનેશનલના સહયોગી ડિરેક્ટર, સુરભી અરોરા કહે છે.
જ્યારે જમીન કે જેના પર મકાન બાંધવામાં આવ્યું છે તે પ્રશંસા કરે છે, તે મકાન પોતે મૂલ્યમાં ઘટે છે. તેથી, જાણકાર ખરીદદાર અથવા રોકાણકાર ચોક્કસપણે યુડીએસ તરફ ધ્યાન આપશે.
ફાળવેલ કાર પાર્ક એ જ કારણોસર ખૂબ કિંમતી કબજો છે. જો તમારી પાસે કાર પાર્ક છે, તો તમારું યુડીએસ યુ.ડી.એસ. ગણતરી કરે છે + ચોરસ ફૂટમાં કાર પાર્ક જમીન. આમ, તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે વિકાસકર્તા કાર પાર્કને તમારા નામે દસ્તાવેજ કરે છે.
લાલ ધ્વજ ઉભા કરો જો-
- બિલ્ડર કરારની નકલ બતાવવામાં અનિચ્છા રાખે છે અને મુલાકાત દરમિયાન કેટલાક અન્ય કરાર બતાવે છે
- જો વેચાણ કરારમાં વચન આપેલ અને ઉલ્લેખિત આંકડા જુદા છે. કરારની નોંધણી કરતા પહેલા તપાસો
- જો ઉલ્લેખિત આંકડો હકદાર યુડીએસ કરતા અલગ છે
- કેટલાક શહેરોમાં, ખાસ કરીને દક્ષિણના શહેરો જેવા કે ચેન્નઈ અને બેંગલુરુમાં, યુડીએસ માટે એક અલગ કરાર નોંધાવવાની જરૂર છે
યુડીએસની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?
સૈદ્ધાંતિક રીતે, યુડીએસ એ એક એપાર્ટમેન્ટના કદના બધા એપાર્ટમેન્ટના કુલ બિલ્ટ-અપ એરિયાના પ્રમાણનું ગુણોત્તર છે જ્યારે ગાણિતિક રીતે, નીચેની સૂત્ર દ્વારા તેની ગણતરી કરવામાં આવે છે:      
સંપત્તિનો અવિભાજિત હિસ્સો
આને સમજાવવા માટે, અહીં એક ઉદાહરણ છે: જો 2400 ચોરસ ફૂટના લેન્ડ પાર્સલ પર બાંધવામાં આવેલા દરેક 900 ચોરસ ફૂટના 4 ફ્લેટ. યુડીએસ ઉપરની સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવશે.
તેથી, આગલી વખતે જ્યારે તમે કોઈ બિલ્ડરની officeફિસની મુલાકાત લેશો, ત્યારે યુ.ડી.એસ. અને જમીનના ભાગ વિશે તમને પૂછો કારણ કે મિલકતની ભાવિ વેચાણ કિંમત નક્કી કરવા માટે આ એક નિર્ણાયક પરિબળ હશે.

----------------------------------------

દૂર સુદૂર કયાંય પણ રહીએ
રહીએ સંગમાં રાજી...
અંIખોમાં ભરી આકાશ અનંત ને પંIપણો નેહથી
અંIજી...


દૂર સુદૂર ક્યાંય પણ રહીએ
રહીએ એકબીજાના સંગમાં રાજી …..
આંખોમાં અનંત આકાશ ભરીએ
રહીએ જોતા પાંપણોને નેહ આંજી.....
--------------------------

ચાલો, ઉઠાવો જામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે
લઇને એ ગમતું નામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે

અણગમતું પી જજો અને
ગમતાંને માણજો
સ્વીકારજો તમામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે.

પીનારે જાણવો રહ્યો
પ્રેમનો એ મહિમા
બિંદુ છે સિંધુધામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે.

ખાલી કરી દ્યો ગ્લાસને
તળિયા સુધી તમે
ફરી ફરી આવશે એ કામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે.

આ જીંદગીનો જામ
કયાં સોંઘો મળે છે, મિત્રો  ?
શ્વાસોના ચૂકવ્યા છે દામ
આજે વર્ષનો છેલ્લો દિવસ છે.

સાથ - સહકાર - સ્નેહથી છલકાતો જામ
સગુન પ્લાઝાના વ્હાલા સભ્યો
---------------------

આવે છે નવું વર્ષ , અહીં હું એટલું કરું.
આનંદ વ્યક્ત થાય પણ ના ક્રોધ હું કરું.
ઘટના ગમે કે ના ગમે , બનતી રહે સદા
એમાં ન રંગ મારા અજંપા તણા ભરું.
ગમતું મળે ગુલાલ કરું , રંગમાં રહું
ઉકળું નહીં કશાથી બસ હું ઠામમાં ઠરું
સંમત ન થાંઉં તે છતાંય મૌન હું રહું
વિવાદ તો વધે ને જો હું સ્પષ્ટતા ધરું ?
હો ભૂલ મારી, ભેદ પણ હો દ્રષ્ટિકોણનો
માંગું ક્ષમા હ્રદયથી ને આગળ હું સંચરું
ગૌરાંગ પંચાલ 
-----------------------------------------

નવા વર્ષે મળીએ ત્યારે થાય છે કે ફટાફટ અંદર ધરબાયેલી વાતો, ફરિયાદો, નવા ઉભરા, થોડાં સપના, આડા હાથે મુકાઇ ગયેલી વાતો , ભીની આંખ, હાશકારો, ઓડકાર અને એક ધરપત ફટાફટ વહેંચી લઈએ. ભીતરની ગાંઠો ખૂલતી જાય ને  મન મોકળા થતા જાય.

આજે જયારે એકબીજાના જીવનમાં થયેલા સરવાળા બાદબાકીને વેઢે ગણવા બેસીએ ત્યારે.....,ત્યારે લાગે છે કે એકલતાનો ભાગાકાર થયો ને સથવારાનો ગુણાકાર.

હું  તો ભીની આંખે સ્મિત કરી હાથ જોડી ઉભો છું. ઈશ્વર મને એકબીજાની અંદર ધરબાયેલી ફાંસને ઓળખવાની તથા એકબીજાના અભાવો ને અધૂરપોને જાણવાની શક્તિ આપે એ જ માત્ર ઈચ્છા..

આપણે એકબીજાના ટેકે એવી રીતે ચપોચપ ગોઠવાઈએ કે બીજું કોઈ હોય કે ન હોય, પણ "આપણે તો છીએ જ" એ વિશ્વાસ દરેકમાં એક નવી સવાર લાવે.

અને.....,
બધું વહેંચી લીધા પછી પણ ઘડિયાળના ટક ટકાટક ટક ટકાટક ટક કાંટે છૂટા પડીએ ત્યારે બાકી રહી ગયેલી ને અધૂરી રહી ગયેલી વાતો આંગળી પકડી સતત ઉલેચતા હોઈએ ત્યારે મને લાગે છે કે એ માત્ર વાતો જ નહીં પણ સાથ સહકારની લાગણીઓનો ધોધ વહેતો હશે.

દિવસો તો આવશે અને જશે,
વર્ષ પણ બદલાઈ જશે.
પણ આપણી પ્રેમભરી ચાહત તો એની એ જ રહેશે.
વર્ષમાં ઉંમરનો સરવાળો કરી
ગમતા અજવાળાનો માળો કરી
નવા વર્ષે
નવી દુનિયા નીરાખીશું,
નવા સપના જોઈશું,
તન, મન, ધનથી એ સપના સાકાર કરીશું..

--------------------------

વ્હાલા સભ્ય મિત્રો,

આપણા સગુન પ્લાઝાના તમામ સભ્યોએ "સૌનો સાથ સૌનો સહકાર" એ સૂત્ર સહર્ષ સ્વીકાર્યું છે. અને એ સૂત્રને આધારે જ આપણે સગુન પ્લાઝા સોસાયટીને સ્વચ્છ - સ્વસ્થ રાખવાનો મક્કમપણે નિર્ધાર કર્યો છે.
સોસાયટીના સભ્યો આ બાબતે સતેજ અને સજાગ છે, એકબીજાના સાથ સહકારથી સોસાયટીને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન પણ કરતાં રહ્યાં છે  તે ખૂબ આનંદદાયક છે.

આમ છતાં સોસાયટીના અમુક સભ્ય પોતાનો અંગત માલ સામાન સોસાયટીના પાર્કિંગમાં લાંબા સમય સુંધી મૂકી રાખે તો તે સોસાયટી સ્વચ્છ રાખવાની બાબતે અડચણરૂપ થાય એ સ્વાભાવિક છે. આ ઉપરાંત વપરાશમાં ના હોય તેવા વાહનો (ખાસ કરીને ફોર વિલ્હરો) સાફ ન હોય, ધૂળ ને જાળાઓથી ખરડાયેલા હોય ત્યારે સોસાયટીના તમામ સભ્યો વિષે નકારાત્મક છાપ ઉભી થાય તે નિર્વિવાદ છે.

આથી તમામ સભ્યોને નમ્ર વિનંતી કે :
1. સોસાયટીના  નિયમોનુસાર કોઈ પણ સભ્યે પોતાનો અંગત માલસામાન સોસાયટીની પાર્કિંગની જગ્યામાં
મૂકી ન રાખવો 
2. સોસાયટીના દરેક સભ્યએ પોતાના વપરાશમાં ના હોય તેવા વાહનો (ખાસ કરીને ફોર વિલ્હરો) સાફ અને સ્વચ્છ રાખવાં.

સહકારની અપેક્ષા સહ……..
----------------------------

ઉદય-અસ્તની લીલાથી, બસ એ જ સમજાયું
માનો તો જીવન ઉષા છે, થાકો તો જ સંધ્યાટાણું
-------------------------------------------
ફૂલોની નાવ લઇ લાગણીના દરિયામાં મારુ હું હલેસા
સોનેરી કોમળ કિરણોનું આવ્યું તોફાન મારુ હું હલેસા
------------------------
હૈયે ઉમંગ છે
મનગમતો સંગ છે
પેચ લડાવી જોવાનો રંગ છે
લાવો, લાવો, પતંગ અને માંજો
કહો વાયરાને મન મૂકી વાજો
સબંધના સરનામે જમવાની ઓર મજા
પાડોશીના પતંગો કાપવાની ખુબ મજા
પ્રેમ પત્રો  પતંગથી આકાશને લખીશું
નફરતના પેચ કાપશું
દોરી જેટલા સબંધો લંબાવશું
ઉત્તરાયણ ઉજવીશું
સઘળે આનંદ જ આનંદ…….
-----------------------------

ચાર રસ્તા પર "દોરી કવચ" વેચતા માણસને એક પક્ષી પૂછે છે...
ભાઈ, આ શું છે?
વ્યાપારી કહે,  "આ તો  'દોરી કવચ' છે, આને સ્કુટર કે બાઈકની આગળ લગાવવાથી ગળા ના કપાય.."
પક્ષી એ તરત પૂછ્યું : "ભાઈ, અમારા માપના મળશે?"

મારે તો ઉડવું છે.
----------------------------
નાનકડો પતંગ
બને પ્રેરણાનું ઝરણું
અલ્પ આયુષ્ય
પણ જીવન મનભરી માણતો
ખુલ્લા આકાશમાં વિહરતો
પવનના સુસવાટા સહેતો
પક્ષીઓ સાથે આંખ મીચોલી રમતો
ઝૂલા ઝૂલતો ને નૃત્ય કરતો 
ગળાકાપ પેચોની હરીફાઈ કરતો,
પોતાનું સ્થાન ટકાવવાની તક ઝડપતો 
ઊંચે ચડતો, કોકવાર ગોથા પણ  ખાતો 
ઊંચી ઉડાન ભરતો, પણ ધરતીનો સાથ ન છોડતો
*** *** *** *** *** *** *** *** *** ***
ઊંચી ઉડાન ભરવા સંબંધોની દોરીથી જોડાયેલા રહેવું

મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છા
ગૌરેશ

સ્વચ્છતા પ્રમાણપત્ર
નામ : નવ જીવન હાઈ સ્કુલ, વડોદરા
સંસ્થા : નવજીવન કેળવણી ટ્રસ્ટ સંચાલિત
2જી ઓક્ટોબર 2014 ના રોજ સ્વચ્છ ભારત મિશનની રચના કરવામાં આવેલ છે. 2 જી ઓક્ટોબર 2019ના
રોજ સ્વચ્છ ભારત મિશનને પાંચ વર્ષ પૂર્ણ થાય છે. તા. 01/10/2019 થી તા. 31/12/2019 સુધી ઉજવવામાં આવેલ  "સ્વચ્છતા અભિયાન" અંતર્ગત આપની શાળાએ  દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.

"સ્વચ્છતા અભિયાન" દરમ્યાન શાળાના આચાર્ય મહોદય શ્રી, શિક્ષકગણ - કર્મચારીગણ તથા વિદ્યાર્થીમિત્રોએ દર્શાવેલ રચનાત્મક કામગીરી પ્રસંશનિય છે.

સ્વચ્છતાના વિષય અંગે વિવિધ ચિત્રાત્મક  સંદેશાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કળાઓ અને પ્રતિભાઓને પ્રેરણાદાયી માર્ગદર્શન કરવા બદલ શ્રી ગૌરાંગભાઈ પંચાલનો ખુબ ખુબ આભાર.

ભવિષ્યમાં જીવનના દરેક ક્ષેત્રમાં "સ્વચ્છતા અને સ્વસ્થતા" અગ્રસ્થાને રહે એવી શુભેચ્છા.
તારીખ : 14/1/2019
સ્થળ : વડોદરા
વડોદરા મહાનગરપાલિકા
શ્રી પટેલ કેળવણી વિદ્યા મંદિર
પટેલ કેળવણી ટ્રસ્ટ
--------------------

હ્ર્દયનાં દરવાજે ટકોરો...
અચાનક હ્ર્દયનો દરવાજો ખખડયો . કોઈ ટકોરા દઈ રહ્યું હતું . સ્વાભિમાન ઝડપથી આગળ આવીને દરવાજો ખોલે છે તો સામે શાણપણ ઉભું છે.  શાણપણ પ્રશ્નાર્થ નજરે જોઈને અંદર સ્વાભિમાનને આવવા માટે પૂછે છે. સ્વાભિમાન એને આવકારે છે અને આવવાનું કારણ પૂછે છે. 
શાણપણ જણાવે છે…:
'આમતો હું મારા સૌથી ઉત્તમ મિત્ર સાથે જ આવું છું પરંતુ હું મારી ગમતી વ્યક્તિનું હિત ઇચ્છુ છું એટલે આજે તારી પાસે મારા મિત્રની ગેરહાજરી હોવા છતાં આવવાનું થયું. '
 સ્વાભિમાને સવાલ કર્યો, ' તમારો મિત્ર...?' કોણ એ …?
મધુર સ્મિત સાથે શાણપણે એના મિત્રનું  નામ જણાવતા કહ્યું, ' સમય ….., સમય અને મારા વચ્ચે અતૂટ મૈત્રી છે. લોકો પણ એવું માને છે કે મોટાભાગે સમય સાથે શાણપણ આવે જ  છે. આજે મારે  તારી પાસે એક ખાસ કામથી આવવાનું થયું છે.' વાત આગળ ચલાવતાં શાણપણ જણાવે છે...
' વધતી ઉંમર, ચડતો સમય અને ચમકતો સિતારો- આ ત્રણ વસ્તુ માણસમાં જીદની માત્રા વધારી શકે છે અને જો આવું તારી સાથે પણ બની શકે, આ જીદ તારી જાત બદલીને તને 'સ્વાભિમાન' ને બદલે 'અભિમાન'ની ઓળખ આપે એ પહેલાં મારે તને ચેતવવું જરૂરી લાગે છે. જીવનમાં ક્યારેક કોઈ એવી ભૂલ થઈ હોય કે જે એ સમયે ન સમજાઇ હોય પણ પાછળથી સમજાય, કોઈ એવા કારણથી સંબંધો બગડ્યા હોય…. એ સમયે એ કારણ બહુ મોટા હોય પરંતુ આગળ જતાં બધા કારણ ઓગળી જઈ એનું કોઈ મહત્વ જ ન હોય-ત્યારે એ ભૂલ..., એ સંબંધ સુધારી લેવા જરૂરી બને છે. સમય તને આ બાબતે વખત આપશે કે કેમ એ નક્કી નથી. પણ  વખત જતાં તું   બગડેલી બધીજ બાજી સુધારવાનો પૂરતો પ્રયાસ કરતો હોઈશ  ત્યારે  હું જ તારી સાથે જ ઉભો જણાઇશ .'
સ્વાભિમાન તરતજ શાણપણને ગળે વળગાડીને એનો આભાર માને છે. હવે સમય, શાણપણ અને સ્વાભિમાન ઉત્તમ મિત્રો બન્યા છે.
.... ને આજે હૃદય એ ત્રણે મિત્રોનો આભાર માનવા ગણ ગણે છે …….
ભૂલો બધી ભૂલી જવામાં મોટપ છે,

મોટા થઈને નમી જવામાં મોટપ છે.

હૃદયના દરવાજે ટકોરો
ગૌરેશ
----------------

એક શિક્ષક મિત્રની મદદથી ગત શનિવારે વડોદરા નજીકના ગામમાં આવેલ આદર્શ વિદ્યાલયના બાળકો સાથે પોતાના જીવનની અવનવી વાતો કરવાનો મોકો મળ્યો. અમે બંનેએ બાળકો સાથે પોતાના આવનાર જીવન અને  હાલની પરિસ્થિતિ વિશે વાતો કરી બે કલાક જેટલો સમય વિતાવ્યો. આ સંવાદમાં બાળકોના મનોબળને મજબૂત કરવાનો પ્રયાસ હતો… જીવન આખું એક પરીક્ષા છે પણ પરિણામ જેવું મળે તે સ્વીકારી મજબૂત રહેવું ખૂબ જ જરૂરી છે. બધા જ  વિદ્યાર્થી  બહુ  હોશિયાર  હોતા નથી..સમય ની સાથે ચાલવું - આપણા કુટુંબમાં - સમાજમાં અને દેશમાં મહેનત થી કાંઈક ઉમેરી શકીયે એવું એ વિદ્યાર્થીઓના મનના  ખેતરમાં વિચારો નું વાવેતર કરવાનો એક નવતર પ્રયોગ  હતો. ચર્ચાને કારણે બાળકો પોતાના જીવનની શૈલીમાં બદલાવ લાવી હવે કાંઈક નવું કરી બતાવશે એવા વાતાવરણ નું નિર્માણ થતું લાગ્યું.                    

બાળકોને  પ્રોત્સાહનની જરૂર હોય છે. એક "શાબાશ" જેવો શબ્દ એમના મનોભાવ ઉત્તેજી શકે એમ અનુભવ્યું. બાળકો સાથેના આ વાર્તાલાપથી મને લાગ્યું કે કોઈ પણ રીતે કોઈનો પણ હોંસલો બુલંદ કરવામાં આવે તો તેનું હકારાત્મક પરિણામ આવે જ છે. એ બાબતે  શંકાને કોઈ સ્થાન નથી.

આભાર એ બાળકોનો  અને મારા શિક્ષક મિત્રનો કે જેમની પાસેથી  ઘણું ઘણું શીખવા મળ્યું ..
--------------------


જાપાનમાં પરીક્ષા પહેલાં બાળકોના માતપિતાને સ્કુલ ના આચાર્યએ પત્ર લખ્યો જેનો ગુજરાતી માં અનુવાદ નીચે પ્રમાણે છે
વ્હાલા 👏વાલી મિત્રો
મને ખબર છે કે તમે તમારા બાળકના પરીક્ષામાં સારા પ્રદર્શન🌈 ને લઇ ને ખુબજ ચિંતિત છો.
પરંતુ એક વસ્તુ યાદ રાખજો  આ જે બાળકો👬👭 પરીક્ષા આપી રહ્યા છે તેમાં કેટલાક ભાવિષ્યના સારા કલાકાર 👨‍🎤પણ છે જેમને ગણિત🤷‍♀ શીખવાની કોઈ જરૂર નથી
આમાં કેટલાક ભવિષ્યની મોટીમોટી કંપનીના 👔પ્રતિનિધિ પણ બેઠા છે જેમને ઇતિહાસ🥊 કે સાહિત્ય સમજવાની કોઈ જરૂર નથી.
આ બાળકોમાં કેટલાક મહાન🎻 સંગીતકાર 🎼પણ છે જેમને વિજ્ઞાનના ગુણની કોઈ જરૂર નથી.
કેટલાક સારા 🏏રમતવીરો🏀 પણ છે જેમના માટે આ તમામ વિષયોને સમજવા ની કોઈ જરૂર નથી.તેમના માટે 🏋‍♀ફિટનેસ પૂરતી છે.
જો તમારું બાળક સારા માર્ક્સ લાવે છે તો બહુજ સારી બાબત છે પણ જો નથી લાવતો તો બાળકને તેના 🗣સ્વાભિમાનનું અપમાન 😭કરી તેનો આત્માવિશ્વાસ તોડશો નહીં.
જો તે સારા ગુણ ના લાવી શકે તો ફક્ત તેને હિમ્મત💪 આપજો અને કહેજો કે આ એક સામાન્ય પરીક્ષા છે. તારો જન્મ તો આ બધા  કરતા 💅મહાન 🥇 કાર્ય કરવા માટે થયો છે.
જો તે ઓછા માર્ક્સ લાવે તો કઈ દો કે તુ અમારો વ્હાલો 🙍‍♂દીકરો કે 🙍દીકરી છે અને અમે તને ખુબજ 👩‍❤‍💋‍👩પ્રેમ કરીએ છીએ. અને જો તમે આવું કર્યુ તો તમારું બાળક દુનિયા 🏆જીતી લેશે.
એક 100 માર્ક્સ 🙏ના પેપર  થી તમારા બાળકનું ટેલેન્ટ🙋‍♂ ક્યારેય નક્કી ના થઇ શકે.
તમારા બાળકો ને એક સારા માણસ 👨‍👨‍👦‍👦બનવા ની શિક્ષા👍 આપજો.
આભાર
(મારા શિક્ષક મિત્રએ મોકલેલ અનુવાદ)

-------------------

નાગરમેં જોગી આયા
ભેદ કોઈ સમજ ના પાયા
અજબ હૈ તેરી માયા
સબસે બડા હૈ તેરા નામ
ભોલેનાથ ભોલેનાથ ભોલેનાથ
-------------------------
વાર્તા રે વાર્તા ….
જીંદગીના ખેલ ખેલતાં
દિલને બહું સમજાવતા
ચપટી લાગણી મેળવતાં
દિલને ખુબ જીતતાં
છતાં
એક દિલ રિસાણું,
બીજું સાથે ફસાણું,
જીંદગીની ગાડી પડી આડી,
અરરર......માંડી...
પણ …..પણ ….
સબંધનો  સાથ સહકાર પામી
ગાડી આગળ ચાલવા માંડી …….
છુક.....છુક …....છુક ………..
---------------------------------

આજ તા. …..………………...…..ને ………………...વારના રોજ રાજેશ્વર ગેલેક્ષી સોસાયટીના દરેક બ્લોકના સભ્યોની સામાન્ય સભામાં સમગ્ર સોસાયટીની સુરક્ષા, સ્વચ્છતા તેમજ સામાજીક સુવ્યવસ્થા જાળવવાના હેતુસર "રાજેશ્વર ગેલેક્ષી સોસાયટી એસોસીએસન" બનાવવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો.

રાજેશ્વર ગેલેક્ષી સોસાયટી એસોસિએશનના વહીવટી હોદ્દેદારોની નિમણૂંક પણ કરવામાં આવી જેમાં
પ્રમુખ : બિપીનભાઈ જોશી (બ્લોક - …… ફ્લેટ નં………)
ઉપપ્રમુખ : દિપેનભાઈ ગાંધી  (બ્લોક - …… ફ્લેટ નં………)
સેક્રેટરી : ડૉ. અર્પિતભાઈ પંચાલ (બ્લોક - …… ફ્લેટ નં………)
જોઈન્ટ સેક્રેટરી : જીગ્નેશભાઈ પટેલ (બ્લોક - …… ફ્લેટ નં………)
ટ્રેઝરર : મનુભાઈ હોતચંદાની (બ્લોક - …… ફ્લેટ નં………)ની સર્વે સભ્યોની હાજરીમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી.

આજની સામાન્ય સભામાં હાજર રહેલા સભ્યોની યાદી :
1.
2.
3.
4.
5.
………..


આજ તા. ...…............................ને ........................... વારના રોજ રાજેશ્વર ગેલેક્ષી સોસાયટી એસોસિએશનને  તેના   બંધારણ તથા નિયમો વિષેની સઘન ચર્ચા વિચારણા કર્યા પછી નોટરાઇઝ્ડ
કરાવવામાં આવ્યું.


આજ તા…………………...ને ……...………….વાર ના રોજ મળેલ વહીવટી હોદ્દેદારોની મિટિંગમાં રાજેશ્વર ગેલેક્ષી સોસાયટી એસોસિએશનનું  ઘી કોસમોસ કો-ઓપ. બેંક લી. માં સેવિંગ્સ  બેંક એકાઉન્ટ ખોલવા તથા બેન્કની લેવડ-દેવડ કરવા માટે  પ્રમુખ: બિપીનભાઈ જોષી, જોઈન્ટ સેક્રેટરી : જીગ્નેશભાઈ પટેલ તથા ટ્રેઝરર : મનુભાઈ હોતચંદાની ની સહીનું વલણ રહેશે એવું સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું.


આજ તા…………………...ને  ………………. વારના રોજ રાજેશ્વર ગેલેક્ષી સોસાયટી એસોસિએશનના વહીવટી હોદ્દેદારોની મિટિંગ મળી જેમાં સોસાયટીના તમામ સભ્યો તથા રહીશો માટેની અત્યંત આવશ્યક સેવાઓ જેવીકે પાણીની લાઈન, ડ્રેનેજ, કોમન રોડ, કમ્પાઉન્ડની દિવાલ તથા ગાર્ડનનું ડેવેલોપમેન્ટ વિગેરે માટે દરેક ફ્લેટ દીઠ  રૂ. 35000/- નો ફાળો સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યો. આ અનુસંધાને સોસાયટીના દરેક સભ્યએ રૂ. 35000/- તા. …………………...સુધીમાં સોસાયટી ડેવલપમેન્ટ ચાર્જ તરીકે સોસાયટીમાં જમા કરાવવાના રહેશે.
ઇલેક્ટ્રિક પૂરવઠો તથા લાઈટની લાઈન અંગેની  તમામ જવાબદારી દરેક ફ્લેટના સભ્યની પોતાની અગંત રહેશે એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું.
---------------------------

અરે….સાંભળને. યાદ કર એક વાર મેં તને કહ્યું હતું કે હું તો બોલ બોલ કરવાવાળો છું. કોઈ ને કોઈ બહાને
કંઈક નવું રોજ લખવા મળે એથી રૂડું શું ?
કોઈ એ  વાંચે કે ન વાંચે એથી મારે શું ?
હું બરાબર જોણું છું કે મારું બોલ બોલ કરવું તને ગમે જ છે. મારી અંત અને આરંભ વગરની વાતોમાં તને હંમેશા રસ હોય છે જ. અને એટલે તું અને તારા સભ્યો અત્યારે આ રસપૂર્વક વાંચી રહ્યા છો.
પણ ખરેખર આજે મારે તને એક ખાસ વાત કરવી છે.
હમણાં થોડા દિવસો પૂર્વે તારા જ એક સભ્યએ મને સવાલ કર્યો : "સગુન પ્લાઝાનું ભવિષ્ય શું…?"
અને મારા મુખ ઉપરના મલકાટે મને મૌન રાખ્યો, હું અનુત્તર રહ્યો.
કારણ…?
કારણ તો તું જાણે જ છે. મને તો તારું ભવિષ્ય ઉજળું જ લાગવાનું. મારો અભિપ્રાય તો તારી તરફેણમાં જ રહેવાનો. ગેરલાભના પ્રમાણમાં તારા લાભો - ફાયદાઓ ઘણા ઘણા વધારે છે. તારી અને તારા સભ્યો પાસેથી તો ઘણું ઘણું શીખવા મળ્યું છે મને. હા…, દરેક સભ્યનો અભિપ્રાય જુદો જુદો હોઈ શકે પણ સોસાયટીના વિકાસાર્થે દરેક સભ્યના અલગ અલગ અભિપ્રાયને એક દિશામાં સંવાદિત કરવા ખૂબ જરૂરી છે.                     આ માટે જો સભ્યો સાથ આપવા તૈયાર હોય તો…...


સવારે 11.00 વાગે
સગુનને સરનામે....સંવાદને સથવારે

---------------------------

વ્હાલા સભ્ય મિત્રો,

આપ આપના જ ઘરમાં છો ને...?
ઘરમાં જ રહેજો.

ભૂતકાળમાં સગુન પ્લાઝાના રહીશોએ ઘણા ઘણા દરેક પ્રકારના તડકા-છાંયડાનો અનુભવ કર્યો છે. યાદ કરો એ દિવસો 2000ની  સાલના જયારે  પાણીની અછત વર્તાઈ હતી  અને 2001ની સાલનો  ભૂકંપ તો હૈયુ હચમચી જાય એમ ડરાવતો હતો.  સગુન પ્લાઝાના રહેવાસીઓએ  આવા તમામ અવરોધો સહિયારા સંપથી પાર કર્યા છે. અને એ જ આત્મવિશ્વાસ તથા મક્કમ મનોબળ સગુનના રહેવાસીઓની અમૂલ્ય મુડી છે.
સોસાયટીના રીપેરીંગ-રીનોવેશનનો મહાયજ્ઞ  પણ સગુનના રહેવાસીઓએ એકબીજાને ખભેખભા મિલાવી સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. સગુન પ્લાઝાની ધરતી એટલે સ્નેહ, સંપ, સાથ અને સહકારની વહેતી સંવેદનાઓનું સરનામું.

હાલ વર્તમાન કરોના વાઇરસનું સંક્રમણ રોકવા 21 દિવસના લોકડાઉનનું પાલન સગુનવાશીઓ જરા પણ કોઈ પણ જાતની રોકટોક વિના મક્કમતાથી કરશે એની ખાત્રી છે જ.

બસ થોડુંક ધૈર્ય ને થોડીક સાવચેતી રાખવાના
જો આજે છૂટા રહીશું 
તો કાલે ભેગા થઇ શકીશું 
સાચવીશું જો જાતને 
સચવાશે કુટુંબ,
સચવાશે સમાજ - સોસોયટી,
સચવાઈ જશે સમગ્ર રાષ્ટ્ર ને જગત
તાકાત ઘણી છે એકાંતમાં 
થશે એનો અનુભવ  આપ સૌને આપનાં જ  ઘરમાં

 હાલના સંજોગોમાં
આપણું સગુન પ્લાઝા
આપણે આપણી સોસાયટી
સ્વચ્છ રાખીએ
સ્વસ્થ રાખીએ
સૌનો સાથ સૌનો સહકાર
નિયમોનું  પાલન કરીએ


વર્તમાન કોરોના વાઇરસના સંક્રમણને રોકવા આપના ફ્લેટના દરવાજાના હેન્ડલ, ડોર બેલ વિગેરેનો ઉપયોગ ઓછો થાય એ


વર્તમાન કોરોના વાઇરસના સંક્રમણને રોકવા
સોસાયટીના દરેક સભ્યને વિનંતી કરવાની કે દરેક સભ્યએ પોતાના ફ્લેટનો કચરો જાતે જ કચરાપેટીમાં નાખવો જેથી સફાઈ કામદાર બાબુ કે હંસા દ્વારા આપના ફ્લેટના દરવાજાને કે ડોરબેલને અડવાનો પ્રશ્ન ઉપસ્થિત જ ન થા

સોસાયટીના પગી સુરેશને તથા સફાઈ કામદાર બાબુને/ હંસાને હેન્ડ ગ્લોઝ તથા સેનિટાઇઝર આપવામાં આવ્યા છે.

---------------
સગુન વાશીઓનો
એક જ અવાજ

શારિરીક રીતે દૂર રહીશું
પણ
માનસિક રીતે  એક રહીશું



બસ..!
ઘરમાં બંધ હશો
ને અકબંધ હશો


આપણું સગુન પ્લાઝા

સૌનો સાથ સૌનો સહકાર

--------------

આજુબાજુની સોસાયટીઓમાં (ગોયલપાર્ક, ચિન્મય, કોણાર્ક કરિશ્મા)  જે કોઈ ટ્રાક્ટરવાળા કચરો ઉપાડવા આવતા હોઈ તે પણ આપણો કચરો ઉપાડવાની બાબતે  મદદ કરી શકશે

મ્યુનિસિપાલિટી તરફથી કચરો સમયસર ના ઉપડી શકતો નથી. તેથી  સોસાયટીના દરેક સભ્યને નમ્ર વિનંતી કે આપનો સૂકો તથા  ભીનો કચરો જુદો જુદો વિભાજીત કરી નાખવો.
જેથી કરીને સૂકો કચરો મોટી પ્લસ્ટિગ બેગમાં રાખી શકાય અને ભીનો કચરો કચરાપેટી રાખી શકાય 
સહકારની અપેક્ષા સહ  ….

ઉપરાંત મ્યુનિસિપાલીના ટ્રેક્ટરમાં કચરો આપણે જાતે જ ચડાવવાનો છે..સૂકો ભીનો કચરો વિભાજીજ હશે તો એ આપણને સરળતા રહેશે..
જો
આપ સૌના સહકારની અપેક્ષા સહ  ….



આજની વિકટ પરિસ્થિતિમાં કચરાની બાબતે તથા સ્વચ્છતાની બાબતે સોસાયટીના દરેક સભ્યોએ સાથ આપવો ખૂબ ખૂબ જરૂરી છે……..
--------------------
તા. 30-06-2020
અગત્યની સૂચના

વ્હાલા સભ્ય મિત્રો,

નમસ્કાર.
કોરોના વાઇરસ (covid-19)ની મહામારીને કારણે લોકડાઉનની સમય મર્યાદા તા. 03-05-2020 સુંધી લંબાવવામાં આવી છે જેને કારણે આપણે સૌ તા 03-05-2020 સુંધી  લોકડાઉનમાં ઘેરાયેલા રહીશું. સોસાયટીના સભ્યો પોતાના કામ / ધંધા / ઉદ્યોગો /રોજગાર બંધ થતાં સોસાયટીનું આગામી વર્ષનું મેઇન્ટેનન્સ ચુકવવામાં મુશ્કેલી અનુભવે તે સ્વાભાવિક છે.

સોસાયટીના તમામ સભ્યોને મેઇન્ટેનન્સ ચુકવવામાં પડતી મુશ્કેલીઓ નિવારવાના હેતુથી નીચેના નવા નિર્ણયો લેવામાં આવ્યા છે. :

નાણાકીય વર્ષ 2020-21 માટે વાર્ષિક મેઇન્ટેનન્સ ચુકવવાની છેલ્લી  તારીખ 15-05-2020 નક્કી કરવામાં આવી હતી તે  તા. 10-06-2020 સુંધી લંબાવવામાં  આવી છે. અર્થાત નાણાકીય વર્ષ 2020-21 માટેનું વાર્ષિક એડવાન્સ મેઇન્ટેનન્સ તા. 10-06-2020 સુધી ચૂકવી શકાશે. તા. 10-06-2020 પછી વાર્ષિક મેઇન્ટેનન્સ ચુકાવનારને ડિસ્કાઉન્ટનો લાભ મળશે નહીં.
  

માસિક મેઇન્ટેનન્સ ચૂકવવાનો વિકલ્પ પસંદ કરનાર સભ્યએ  01-04-2020 થી 30-07-2020 સુધીના (ચાર  માસના) મેઇન્ટેનન્સની  જે તે માસની દસ તારીખ પછીની વિલંબિત ચુકવણી અંગે કોઈ દંડ ચૂકવવાનો રહેશે નહીં. 
તા. 01-08-2020 પછીના મેઇન્ટેનન્સની જે તે માસની દસ તારીખ પછીની વિલંબિત ચુકવણી અંગે દંડ પ્રથા યથા યોગ્ય ચાલુ રહેશે.

લોકડાઉનના સમય દરમ્યાન સોસાયટીના સભ્યો વાર્ષિક મેઇન્ટેનન્સ ચુકવી રહ્યા છે તે ખૂબ આનંદાયક બાબત છે. એ  સૌ સભ્યોનો ખૂબ ખુબ આભાર …..

ઉપરોક્ત નિર્ણયો લોકડાઉનની અવધિ તા. 03-05-2020ની છે એ પ્રમાણે લેવાયા છે.


દૂરી જરૂર રાખીશું
પણ
માનસિક એકતા રાખીશું
----------------------

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?

આત્મબળ અમારા  દુ:ખ માત્રની દવા છે,
હર જખ્મને પ્રેમના ટાંકા ભરી લેવાના!

સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીંએ!

પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!
સ્વયં વિકાસ છીંએ, સ્વયં ખીલી જવાના,
------------------------------
તું ભલે હોય દૂર,
તારો સ્પર્શ થોડો ટેરવે છે
ખબર છે?


કેવું લાગે ?
જો અળગા થઈએ તો?

પણ તને તો ખબર છે
તારો પ્રગટાવેલ પ્રકાશ સૌએ જોયો છે
ભલે ને હોઇએ  દૂર,
પણ
એ પ્રકાશ જ બધાને અળગા રાખી હૂંફ આપી રહ્યો છે.

----------------

લોકડાઉનની મર્યાદામાં રહીને આપણાથી દૂર છેવાડાના માનવીને એ એકલો નથી એ આ દિવાઓએ દર્શાવ્યું

--------------

અંધારુ અંધારને ઘેરે
દીવડાઓ અજવાળાંને  વેરે
દીવામાંથી દીવો પ્રગટે
અંધારાને  અજવાળે
દીવો અંધકારનો શત્રુ નથી ,
અંધકારને એની ક્ષમતા દેખાડતું દર્પણ છે.
દીવો પ્રગટીને અંધકારને એનું મૂળ રુપ દેખાડે છે.
દીવો પ્રકાશને નહીં અંધકારને અજવાળે છે.
અને એ માટે પ્રથમ એ જાતે પ્રગટે છે.
દીવો થઇને પ્રગટશું તો અંધકાર અકળાવશે નહીં.

વિરોધની ફૂંક 
કોઇ એકલ દોકલ દીવાને હોલવી દે એમ બને
પણ
આ સામુહિક અજવાળા સામે એ ફૂંક સફળ નહીં થાય.
આવો, 
આપણાં અજવાળાંને ઓળખીએ. 

એ તો છે સંદેશ ….
-----------------------------------
શ્રધ્ધાના દીવડાને જલતો રાખીએ આપણે સૌ
નીશ દિન સ્નેહ કેરું તેલ એમાં પૂરીએ આપણે સૌ
મનમંદિરનો અંધકાર દૂર કરીએ  સાથ સહકાર આપણે સૌ

ગ્રુપ ઉપરના પ્રતિબંધથી કેટલી શાંતિ લાગે છે…..!!!!!!!!

----------------------------------------------------
વ્હાલા સભ્યો,

કોરોના વાઇરસ (covid-19)ની મહામારીને કારણે આપણે સૌ તા.૧૫ એપ્રિલ ૨૦૨૦ સુંધી  લોકડાઉનમાં ઘેરાયેલા  છીએ. આ લોકડાઉનની સમય મર્યાદા અંગે અચોક્ક્સતા જણાય છે.
લોકડાઉન ઉઠી ગયા પછી પણ સમગ્ર સોસાયટીના રહીશોના સ્વાસ્થ્યની સલામતી માટે આંશિક સોશ્યિલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે.


આપે આપના  ફ્લેટનું  વેચાણ કરેલ હોય  કે ભાડે આપેલ હોય અથવા આપ આપનો ફ્લેટ વેચાણ કરવા કે ભાડે આપવા માંગતા હોય તો એવા સંજોગોમાં સંપૂર્ણપણે લોકડાઉન ઉઠી ગયાની તારીખથી 30 દિવસ પુરા થાય પછી  જ  આપના ફ્લેટનું પઝેશન સોસાયટીમાં નવા  આવનાર રહીશને આપવા આપને નમ્ર વિનંતી.

સોસાયટીને સ્વસ્થ ને નિરોગી રાખવા આપના સહકારની અપેક્ષા…..

જણાવતાં ખૂબ આનંદ થાય છે કે સોસાયટીના તમામ સભ્યો આ  વિકટ સંજોગોનો  મક્ક્મતાથી સામનો  કરી રહ્યા  છે અને વર્તમાનમાં પણ સૌનો સાથ સૌનો સહકાર એ સૂત્રને સાર્થક કરી રહ્યા છે.
એક બીજાને સાથ સહકાર આપી

ખાસ સૂચના તા. 12-04-2020
------------------------------------
હે ગજાનન...,
આપ સગુન પ્લાઝાના દ્વારે બિરાજમાન છો….!
સગુનના તમામ રહીશોમાં આપ હૃદયસ્થ છો..!
સગુન પ્લાઝાના તમામ રહીશોને
સ્વસ્થ, સલામત ને સંતુલિત રાખો
એ જ પ્રાર્થના ….

સગુન પ્લાઝા રહીશોની
સર્વસંમતિ

અમે માસ્ક પહેરીશું
અમે સોશ્યિલ ડિસ્ટન્સ રાખીશું
અમે વારંવાર હાથ ધોઇશું
અમે ઘરમાં રહીશું
તો
અમે સુરક્ષિત રહી શકીશું

સગુન પ્લાઝાના રહીશો
સ્વસ્થ સુરક્ષિત સલામત
રહેશે જ
બીનજરૂરી
આવવાની રાહ જોઈ થાકી ગયો આ દરવાજો
પણ ગેરહાજરી પૂરી કરે છે ને તારા સંદેશાઓ
સંપીલા  સાથ સહકારને  સદા સર્વએ  સત્કાર્યો



સંકલ્પ છે અમારા સહુના બહોળા
મનથી જરાય પડ્યાં નથી મોળા

કોરોના, તારા મનમાં શું સમજે છે ડોબા?
હરામી તુને અમે જરૂર હરાવીને જંપશું

નહિ વળીએ ટોળે, ને ઘરે સલામત બેસીશુ
કોરોના, તારી હારનો ઉત્સવ  ઊજવશું

પછી ફરશું કરી સૌ સીના પહોળા
તારા જેવા વિનુ કયેક નીપટાવ્યા
વાળ કંઈ તડકમા નથી કયાઁ ધોળા
----------------------------
ઊંઘ નથી આવતી ?

12 વાગ્યા ….ચાલો ચાલો સુઈ જાઓ
સવારે 10 વાગ્યા પહેલા તૈયાર થઇ જજો
મોડા સુઈ મોડા ઉઠે
બળ બુદ્ધિ ને ધન વધે
-----------
લાચારીને આપીએ જાકારો સંપના સથવારે
                       રહીએ સદા ઉભા ખુદના સહારે
થઈએ ખુદના સારથી
                       ઉઠાવીએ ગાંડીવ મનોબળને ઈશારે
સગુન વાશીઓનો એક જ અવાજ
-------------------------------------------------------------------------------
લોકડાઉન દરમ્યાન સોસાયટી સ્વચ્છ - સ્વસ્થ રહી
પણ લોકડાઉન પછી….

સ્વચ્છતા અને સ્વસ્થતા જળવાઈ રહે
તે માટે બધાએ જાગૃત રહેવું પડશે
દરેક સભ્યએ વિચારવું રહ્યું.....
ઈશ્વર કૃપા અને સાથ સહકારને કારણે

સોસાયટીના રહીશોનું આરોગ્ય જળવાવું જ જોઈએ

વ્યાપક રીતે અને વ્યક્તિગત રીતે સ્વચ્છતા - સ્વસ્થતાની
જાગૃતિ જ અપનાવવી પડશે
જેણે વેઠયું હોય તેને ખબર પડે….પુરેપુરો વિડિઓ જુઓ.
આભાર..

-----------------------

આપણા વચ્ચે જે અંતર છે
આપણા ભલા માટેનો મંત્ર છે
આપણા અંતરનું ઐક્ય એ જ આપણી અમાનત


"અ" અક્ષરનો કેવો અદ્દભુત પ્રભાવ …..-

-------------------

સગુન તારા આંગણિયે જલતી એક મઘમઘતી  જ્યોત
સગુન તારા આંગણિયે અજવાળા મૂકે દોટ
દીવાને ઘણી ખમ્મા ….!
સગુન તારા અખંડ દીવે કદી ના ખૂટ જો તેલ
સગુન તારી ભીતર ફૂટજો અમૃત ફૂલની વેલ
દીવાને ઘણી ખમ્મા ….!
અહીંયા થૂંકવું નહીં
સોસાયટી સ્વચ્છ રાખવી
વારંવાર હાથ ધોવા
માસ્ક પહેરવું
સોસાયટીમાં ગમે ત્યાં થૂંકવું નહીં 
માસ્ક પહેરીને ફરવું 
વારંવાર હાથ ધોવા 
--------------------------------
દર્દીઓની સેવાની સાથે સાથે 


બધા થાક્યા, પણ તેઓ ન થાક્યા 
બધા કંટાળ્યા, પણ તેઓ ન કંટાળ્યા 
બધા હાંફ્યા, પણ તેઓ ન હાંફ્યા 
તેવા મુઠ્ઠીભર દેવદૂતોને સો સો સલામ 

દિવસભરના ઢગલાબંધ કચરા આંગણે આવી ગીતો ગાતાં ગાતાં એકઠા કરતાં 
એ સફાઈ કામદારોને સલામ 
પ્રિય પરિવારના પ્રેમાળ શ્વાસને બદલે અજાણ્યા લોકોના ઉચ્છવાસો વચ્ચે જાગતાં 
એ ડોક્ટરોને સલામ 
માઈલોની રઝળપાટ કરતાં અજાણ્યા રોગીઓ પાસે દોડીને પહોંચતા 
એ એમ્બ્યુલન્સના દોસ્તોને સલામ 
પોતાની દિકરીને ઘોડિયામાં રડતી ને ઉંઘતી મૂકી નગરના ચોક વચ્ચે તડકે ફરજ બજાવતી 
એ મહિલા પોલીસને સલામ 
ડરામણી પરિસ્થિતિમાં બાંહેધરી બની જતાં પોતાના ઘરનું પાણી પણ ન પી શકનાર 
એ પોલીસગણને સો સો સલામ 
આપણા ઘરના સોફા સુધી વિવિધ ચેનલો  દ્વારા દેશ વિદેશના સમાચારો પહોંચાડતા 
એ પત્રકાર મિત્રોને સલામ

ઉધરસ આવે ત્યારે વહાલથી હાથ ફેરવી પરિવારજનો સાથે વિડિઓ કોલ કરાવી આંખના આંસુ અટકાવતી 
એ નર્સોને સલામ 
 આપણા પૈસા આપણા થકી બેન્કના એટીએમ સુંધી પહોંચાડતા 
એ બેંક કર્મચારીઓને સલામ 
ભુખ્યાને ભોજન અને દર્દીને દવા, જેની જેવી  જેવી જરૂર, ઉત્તરદાયિત્વ સાથે વહેંચતી 
એ સંસ્થાઓને સલામ 
ઘરમાં રહી રેસ્ટોરન્ટના સ્વાદ જેવી સ્વાદિષ્ટ ડિશોનો આનંદ અપાવતી 
એ ગૃહિણીઓને સલામ 
પાડોશીઓ પણ જ્યાં સ્મિત કરવા તૈયાર નથી એવા કટોકટીના સમયમાં 
અજાણ્યાઓ માટે પોતાનું જીવન દાવ પર લગાવી પોતાની ફરજ બજાવતાં 
એ પ્રશાસનની દરેક વ્યક્તિને સો સો સલામ 

આ બધા લડનારાઓ થાક્યા નથી…., હાર્યા નથી….,
તો આપણે પણ થાકવાનું નથી…….હારવાનું નથી.

સગુન પરિવાર સલામ કરે છે 
એ બધા લડવૈયાઓને 
નખ વડે ખૂબ જ અદ્દભુત ચિત્રો બનાવનાર શ્રી ભાટીન ફોટોજર્નાલિસ્ટની મુલાકાત : 

પગલી પારિજાતની ઢગલી !
સગુનમાં લાગે વૃંદાવન ને હૈયે કુંજગલી !

હું માનવી માનવ થાઉં તો સારું…!

હું સાવધાની રાખીશ :
મારી ભૂલને કારણે બીજાને સહન ન કરવું પડે

કોરોના હારેગા
ભારત જીતેગા
સગુનવાશીઓનો એક અવાજ - કોરોના હારેગા, ભારત જીતેગા
--------------

સગુવાસીઓએ સ્વીકાર્યું 
ઘરમાં રહેવું 
મઝામાં રહેવું 
મનમંદિરમાં રહેવું 
માનસિક-શારિરીક રીતે ખુશ રહેવું 
દૂરી રાખી ખબર અંતર પૂછતાં રહેવું 
લાગણીનું ઋણાનુબંધન રાખી રહેવું 
સંસ્કારી સગુનને સ્વચ્છ - સ્વસ્થ રાખી રહેવું 

--------------


આજે મહાભારતમાં ભીષ્મપિતા ઘાયલ થઇ બાણ શય્યા પર શાસ્ત્ર વિહિન થયા
હજી યુદ્ધ ચાલુ જ છે પૂરું થયું નથી. જીતવાનું હજી બાકી છે.
કોરોના રૂપી કૌરવો સામે  ક્યારે જીતાશે….?
શ્રી કૃષ્ણએ હજી ઘણું ઘણું કરવા / કરાવવાનું બાકી છે.

ભણવા અને ભણાવવાની રીત પણ ગુરુકુળ જેવી કરવી પડે તો ગીતા જ્ઞાન થાય, નહીં તો અધૂરું રહે.

એ ઠગ લોકોના ગયા પછી સ્વતંત્ર ભારતમા કેટલીયે સરકારો આવી અને ગઈ…….છતાં તેમાં કોઈએ પણ કોઈ સુધારો ના કર્યો. હાલમાં પણ અંગ્રેજોએ જે શિક્ષણ નીતિ 1939થી ચાલુ કરી હતી તે જ ચાલે છે ને…?
જે કોઈ સુધારા કર્યા તે રાજકીય લાભો લેવામાં માટે કર્યા પણ જનતાને તેનો કોઈ લાભ થતો નથી.
(Refer Education Policy 1939 and also refer New Education Policy 2019 and 2020)

------------------------------------
મિત્રો,
કોરોનાના સંક્રમણને અટકાવવાના પગલાં રૂપે સમગ્ર અમદાવાદમાં કડક કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
તો આ સંજોગોમાં દરેકને વિનંતિ કે ગ્રુપમાં જુદી જુદી પોસ્ટ (રમુજી ટુચકા, ઉખાણાં, પઝલ્સ, પ્રેરણાત્મક ગીતો તથા કાવ્યો, પ્રોત્સાહક વાર્તાઓ - લેખો, વિડિઓ) મુકવાનું ચાલુ રાખજો.
યાદ રહે કોઈપણ જાતના રાજકીય કે ધાર્મિક વાદવિવાદથી તથા અફવાઓથી દૂર રહેવા નમ્ર વિનંતિ.
માનસિક મનોબળ ને મક્કમ બનાવવા આ બધા સાધનો ઉપયોગી થઇ શકશે


કોરોના હટાઓ - સ્વસ્થ રહો

મારો સંકલ્પ

હું મારા અતિથિઓ પાસે આવા જ સંકલ્પો લેવરાવીશ


સંકલ્પ પત્ર

સગુન પ્લાઝા પરિવાર